600 કિમી સુધી રેન્જ આપનારી દુનિયાની પહેલી ઇલેક્ટ્રિક બાઇક, ખાસ છે તેની બેટરી, 20 મિનિટમાં ચાર્જ થશે

ફિનલેન્ડની ઇલેક્ટ્રિક બાઇક બનાવનારી વર્જ મોટરસાયકલ્સ એવી બાઇક આપવાની તૈયારી કરી રહી છે, જેને તે વિશ્વની પ્રથમ પ્રોડક્શન ઇલેક્ટ્રિક બાઇક ગણાવી રહી છે. આ બાઇકમાં સોલિડ-સ્ટેટ બેટરી ટેક્નોલોજી આપવામાં આવી છે. આને બે પૈડાવાળા ઇલેક્ટ્રિક વાહનો માટે એક મોટું પગલું  માનવમાં આવે છે અને બેટરી ટેક્નોલોજીમાં લાંબા ગાળાના પરિવર્તનની શરૂઆત પણ છે.

ફિનલેન્ડની આ કંપનીએ ટેક્નોલોજી કંપની ડોનટ લેબ સાથે મળીને નવી બેટરી સિસ્ટમ વિકસાવી છે. વર્જનું કહેવું છે કે સોલિડ-સ્ટેટ બેટરીની મદદથી ખૂબ જ ફાસ્ટ ચર્જિંગ સંભવ હશે અને સામાન્ય લિથિયમ-આયન બેટરીની તુલનામાં રેન્જ લગભગ બમણી થઈ જશે. કંપની આગામી મહિનાઓમાં ગ્રાહકોને બાઇકની ડિલિવરી શરૂ કરવાની છે.

electric-bike3
auto.hindustantimes.com

સોલિડ-સ્ટેટ બેટરીમાં પ્રવાહી અથવા જેલ ઇલેક્ટ્રોલાઇટને બદલે સોલિડ મટિરિયલનો ઉપયોગ થાય છે. ઓટોમોબાઇલ ઉદ્યોગમાં તેને સુરક્ષિત, વધુ કાર્યક્ષમ અને વધુ ટકાઉ માનવામાં આવે છે. જ્યારે ઘણી કાર કંપનીઓ હાલમાં તેનું પ્રોટોટાઇપમાં પરીક્ષણ કરી રહી છે, ત્યારે વર્જનો દાવો છે કે તેણે તેને પ્રોડક્શન માટે તૈયાર બાઇકમાં લગાવી દીધી છે.

નવી બેટરીની સૌથી મોટી વિશેષતા તેની ચાર્જિંગની ગતિ છે. કંપનીના મતે, આ સોલિડ-સ્ટેટ બેટરી લગભગ 186 માઇલ (લગભગ 300 કિમી)ની રેન્જ માટે માત્ર 10 મિનિટમાં ચાર્જ કરી શકાય છે. આ બેટરી બાઇકની ઉંમર સુધી ચાલશે, જ્યારે સામાન્ય લિથિયમ-આયન બેટરી સમય જતા બગડે છે. ખરીદદારો પાસે એક્સટેનડેડ-રેન્જ બેટરીનો વિકલ્પ પણ હશે, જે એક જ ચાર્જ કરવા પર 217 માઇલથી વધીને લગભગ 370 માઇલ (લગભગ 600 કિમી) સુધી હોય શકે છે. આ બાઇક માત્ર 3.5 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ગતિ પકડી લે છે.

electric-bike1
tv9hindi.com

પ્રદર્શન ઉપરાંત, ધ વર્જે સુરક્ષા અને પર્યાવરણને પણ તેની મોટી વિશેષતા ગણાવી છે. સોલિડ-સ્ટેટ બેટરીઓ વધુ સ્થિર હોય છે અને પ્રવાહી લિથિયમ-આયન બેટરીઓ કરતા આગ લાગવાનું જોખમ ઓછું હોય છે. સાથે જ, તે અલગ-અલગ તાપમાનમાં પણ વધુ સારી રીતે કામ કરે છે. કંપનીનું કહેવું છે કે તેમાં ઉપયોગ થનારી સામગ્રી વિશ્વભરમાં સરળતાથી ઉપલબ્ધ છે, જે પુરવઠાની સમસ્યાઓ ઘટાડશે.

About The Author

Related Posts

Top News

શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

CBSE 10મા બોર્ડનું પ્રથમ ગણિતનું પેપર એટલું અઘરું હતું કે શિક્ષકો પણ ચોંકી ગયા હતા. વિદ્યાર્થીઓએ પણ અહેવાલ આપ્યો...
Education 
શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દિલ્હીની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હિંદુ ફેમીલી સેટલમેન્ટ હેઠળ ગિફ્ટ આપવામાં આવેલી મિલ્કત ટ્રાન્સફરની વ્યાખ્યામાં આવતી...
National 
શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

સ્વીડનમાં એક સફળ સ્ટાર્ટઅપ ઊભું કરનાર ભારતીય ઉદ્યોગસાહસિક અભિજીત નાગ બાલાસુબ્રમણ્યમને આખરે પોતાના સપનાનો દેશ છોડવો પડી રહ્યો છે. હાઇડ્રો...
World 
દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.