અલ્ટ્રાવાયોલેટે બીજું એક્સપિરિયન્સ સેન્ટર સુરતમાં ખોલ્યું

સુરત - 'ફાસ્ટેસ્ટ ઇન્ડિયન મોટરસાઇકલ'ના ઉત્પાદક અલ્ટ્રાવાયોલેટે આજે સુરતમાં, ધ લેનોરા, ન્યૂ સિટીલાઇટ, એક અત્યાધુનિક એક્સપિરિયન્સ સેન્ટરના ઉદ્ઘાટન સાથે સમગ્ર ભારતમાં તેનું વિસ્તરણ ચાલુ રાખે છે. આ મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન ભારતમાં કંપનીના સતત વિસ્તરણનું સુચક છે, જે દેશભરમાં ઉચ્ચ-પ્રદર્શન આપતા અને ટકાઉ ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહનો પૂરા પડવાની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.

surat
Khabarchhe.com

1,200 ચોરસ ફૂટમાં ફેલાયેલું, યુવી સ્પેસ સ્ટેશન ગ્રાહકોને અલ્ટ્રાવાયોલેટની ઉચ્ચ-પ્રદર્શન મોટરસાયકલો - F77 MACH 2 અને F77 સુપરસ્ટ્રીટ - ને જાણવાનો વ્યાપક અનુભવ પ્રદાન કરશે. યુવી સ્પેસ સ્ટેશન એક 3S સુવિધા છે અને તે એક જ છત હેઠલ ટેસ્ટનો રાઇડ અનુભવ, વેચાણ, સર્વિસ, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મોટરસાઇકલ એસેસરીઝની શ્રેણીથી શરૂ કરીને એક તરબોળ કરનારો અનુભવ પ્રદાન કરવા માટે રચાયેલું છે. આ સેન્ટર યુવી સુપરનોવા ડીસી ફાસ્ટ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી પણ સજ્જ છે.

અલ્ટ્રાવાયોલેટના સીઇઓ અને સહ-સ્થાપક નારાયણ સુબ્રમણ્યમેઉદ્ઘાટન પ્રસંગે કહ્યું કે, "સુરત તેની ગતિશીલ ઊર્જા અને પ્રગતિશીલ માનસિકતા સાથે અમારા નવીનતમ એક્સપિરિયન્સ માટે આદર્શ સ્થળ છે. આ વિસ્તરણ ભારતભરના અમારા ગ્રાહકોને હાઇ-પર્ફોર્મન્સ અને ભાવિ ઇલેક્ટ્રિક વાહનો લાવવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. સુરત ઇનોવેશન, કૌશલ્ય અને મજબૂત ઉદ્યોગસાહસિક ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે, જે અલ્ટ્રાવાયોલેટના સ્વપ્ન સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે. આ ગુજરાતમાં અમારું બીજું એક્સપિરિયન્સ સેન્ટર છે અને અમે અહીં ચાહકોના વધતા વર્ગ સાથે જોડાવા અને તેમને મોટરસાઇકલથી પર એવો માલિકીનો અનુપમ અનુભવ પ્રદાન કરવા માટે ઉત્સાહિત છીએ".

surat
Khabarchhe.com

એક્સપિરિયન્સ સેન્ટર કંપનીની પર્ફોર્મન્સ મોટરસાઇકલો F77મેક2 અને F77 સુપરસ્ટ્રીટ પ્રદર્શિત કરશે. આ ઉત્પાદનો ઇલેક્ટ્રિક પ્રદર્શનને નવેસરથી વ્યાખ્યાયિત કરે છે જેમાં 40.2 હોર્સપાવર અને 100 Nm ટોર્કવાળું એન્જિન ધરાવે છે, જે ફક્ત 2.8 સેકન્ડમાં 0થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે. 10.3 kWh બેટરીથી સજ્જ, તે એક જ ચાર્જ પર 323 કિમીની આઇડીસીરેન્જ ધરાવે છે.

કંપનીએ તાજેતરમાં બે નવા મેઇનસ્ટ્રીમ પ્રોડક્ટ્સ – વિશ્વનું સૌથી આધુનિક ઇલેક્ટ્રિક સ્કૂટર - 'ટેસેરેક્ટ' અને બજારમાં નવી પ્રથાઓ શરૂ કરનારું ઇલેક્ટ્રિક મોટરસાઇકલ - 'શોકવેવ' રજૂ કર્યા છે. ટેસેરેક્ટમાં તેના વર્ગમાં પ્રથમ ઇન્ટિગ્રેટેડ રડાર અને ડેશકેમ છે, જે ઓમ્નિસેન્સ મિરર્સ સાથે સહજતાથી જોડાયેલા છે, જે બ્લાઇન્ડસ્પોટ ડિટેક્શન,લેન ચેન્જ, ઓવરટેકિંગ આસિસ્ટ અને કોલિઝન એલર્ટ્સ જેવી અદ્યતન સલામતીની જોગવાઈઓથી સજ્જ છે. તે ઉન્નત સલામતી અને શ્રેષ્ઠ ઊર્જા વપરાશ માટે ટ્રેક્શન કંટ્રોલ અને ડાયનેમિક રિજેનથી પણ સજ્જ છે. વધુમાંટેસેરેક્ટમાં સાતઇંચનુંટચસ્ક્રીન ટીએફટીડિસ્પ્લે અને ઓઆરવીએમમાં મલ્ટી-કલર એલઇડીડિસ્પ્લે જડેલું છે.

શોકવેવ - એક કાળજીપૂર્વક ડિઝાઇન અને એન્જિનિયર થયેલું મોટરસાઇકલ છે, જે રોમાંચક સવારીનો અનુભવ અને સવારીનો આનંદ ફરીથી જીવંત કરવા ઇચ્છતા ચાલકોની માંગને પૂરી કરે છે. તે હળવા, મનોરંજક અને સુલભ મોટરસાઇકલનું પ્રતિનિધિત્વ કરતાં હતાં એવાં 'ટુ-સ્ટ્રોક' મોટરસાઇકલિંગ યુગના સમાન યાદદાર રોમાંચની ખાતરી આપે છે.ટેસેરેક્ટ અને શોકવેવ માટે પ્રિ-બૂકિંગ કંપનીની વેબસાઇટ પર રૂ. 999માં ખુલ્લું મુકવામાં આવ્યું છે.

 

 

Related Posts

Top News

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.