કોઈ 8 કરોડ રૂપિયાનો તો કોઈ 52 કરોડ રૂપિયાનો, આ છે દુનિયાના સૌથી મોંઘા મોબાઈલ

આપણે સૌ આપણી જરૂરત અને બજેટ પ્રમાણે મોબાઈલ ફોનની ખરીદી કરીએ છે. જે ગ્રાહકોને લક્ઝરી અને મોંઘા મોબાઈલ ફોનનો શોખ હોય છે તે 40 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીના મોબાઈલની ખરીદી કરે છે. ત્યારે જે લોકો મિડલ રેન્જના મોબાઈલ ખરીદવા માંગે છે તેમનું બજેટ સામાન્ય રીતે 14-15 હજાર રૂપિયા સુધીનું હોય છે.

પરંતુ શું તમને ખબર છે કે મોબાઈલ ફોનની કિંમત કરોડો રૂપિયામાં હોય છે. વાંચીને નવાઈ લાગી છે પરંતુ આ હકીકત છે. ઘણી કંપનીઓને એક કરોડ રૂપિયાથી લઈને 50 કરોડ રૂપિયા સુધીના ફોન બનાવ્યા છે. સામાન્ય ફોનની જેમ આ ફોન પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. તો ચાલો જોઈ લઈએ શા માટે આ મોબાઈલ ફોનની કિંમત આટલી બધી છે.

ડાયમંડ રોઝ iPhone 32 GB સૌથી મોંઘો ફોન છે. આ મોબાઈલ એટલે મોંઘો છે કે તેમાં હીરા જડેલા છે. આ ફોનને Apple કંપનીએ બનાવ્યો છે અને મોબાઈલમાં પીંક કલરના 500 હીરા લગાવવામાં આવ્યા છે. ફોનના ફ્રન્ટ અને બેક બંને તરફ ડાયમંડ લગાવવામાં આવ્યા છે. આ ફોનને સ્ટુઅર્ટ હ્યુજે ડિઝાઈન કર્યો છે. આ ફોનની કિંમત આશરે 52 કરોડ રૂપિયા છે.

ગોલ્ડ સ્ટિકર iPhone 3G 32 GB ફોન દુનિયાનો બીજા નંબરનો સૌથી મોંઘો ફોન છે. આ ફોનને 2009માં લોન્ચ કરવામાં આવ્યો હતો. ફોનમાં 3.5 ઈંચની સ્ક્રીન ડિસપ્લે છે અને તેમાં 136 હીરા લગાડવામાં આવ્યા છે. આ ફોનની કિંમત 19.5 કરોડ રૂપિયા છે.

કિંગ્સ બટન iPhone 3G  ત્રીજા નંબરનો ફોન છે. ફોનમાં સ્ક્રી પ્રોટેક્શન કોર્નિંગ ગ્લાસ લગાડવામાં આવ્યો છે. આ મોબાઈલની બોડીમાં 138 મોંઘા હીરા લગાડવામાં આવ્યા છે. આ ફોનની કિંમત 16.25 કરોડ રૂપિયા છે.

ડાયમંડ ક્રિપ્ટો સ્માર્ટફોન દુનિયાના સૌથી મોંઘા ફોનમાં સ્થાન ધરાવે છે. આ ફોનને 2006માં લોન્ચ કરવામાં આવ્યો હતો. ફોનમાં 2.2 ઈંચનીં ટચસ્ક્રીન ડિસપ્લે છે અને 64 GBનું ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોનની કિંમત 8.5 કરોડ રૂપિયા છે.

હોલ્ડવિશ લે મિલીયન ફોનને ઈમેન્યુઅલ ગુઈટે ડિઝાઈન કર્યો છે. આ ફોનને સ્વિત્ઝર્લેન્ડમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર 2006માં આ ફોનને સૌથી મોંઘા ફોનનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ફોન 18 કેરેટના વ્હાઈટ ગોલ્ડ અને 20 કેરેટના વ્હાઈટ ડાયમંડથી બનેલો છે. ફોનની કિંમત આશરે 8 કરોડ રૂપિયા છે.

Vertu સિગ્નેચર કોબરા ફોનનું વજન 166 ગ્રામ છે. આ ફોન ગોલ્ડન અને સફેદ બે કલરમાં ઉપલબ્ધ છે. આ ફોનને 22 કેરેટ ગોલ્ડથી ડિઝાઈન કરવામાં આવ્યો છે. ફોનની કિંમત 2 કરોડ રૂપિયા છે.

iPhone પ્રિન્સેસ પ્લસ ફોનમાં 32 GBની ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. અને તેની બધી બાજુએ ડાયમંડ લગાડવામાં આવ્યા છે. ફોનની કિંમત 1.15 કરોડ રૂપિયા છે.

Gresso લક્ઝર વેગાસ જેકપોટના ફોનને 2010માં રીલિઝ કરવામાં આવ્યો હતો. આ ફોન 22 કેરેટના પ્યોર ગોલ્ડમાંથી બનાવવામાં આવ્યો છે અને તેનું વજન 180 ગ્રામ છે. ફોનની કિંમત આશરે 62 લાખ રૂપિયા છે. 

About The Author

Related Posts

Top News

અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ બજારમાંથી રૂ. 2 લાખ કરોડ પાછા લઇ લીધા...

ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારો (FPI સેલ-ઓફ)નો ટ્રેન્ડ સતત ચાલુ રહ્યો છે. FPI મે મહિનામાં પણ પાછા ફરી રહ્યા હોય...
Business 
અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ બજારમાંથી રૂ. 2 લાખ કરોડ પાછા લઇ લીધા...

સટ્ટાબાજીના કિંગ કોન્સ્ટેબલની ગર્લફ્રેન્ડ દોઢ કરોડના સોના સાથે પકડાઈ

ઝાંસી કેસમાં દોઢ કરોડ રૂપિયાનું સોનું, લાખોની ચાંદી અને રોકડ રકમ જપ્ત કરવાના કેસમાં ધરપકડ કરાયેલી યુવતી યશસ્વીની માતાએ...
National 
સટ્ટાબાજીના કિંગ કોન્સ્ટેબલની ગર્લફ્રેન્ડ દોઢ કરોડના સોના સાથે પકડાઈ

શ્રીલંકામાં બોલ્યા ભૂતપૂર્વ CJI ગવઈ- ‘ભારતમાં સંસદ નહીં, બંધારણ સર્વોચ્ચ છે; બધા તેની મર્યાદાઓથી બંધાયેલા છે’

ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈએ શનિવારે જણાવ્યું હતું કે બંધારણીય લોકશાહી સત્તાના કોઇ એક કેન્દ્રની આસપાસ સ્થિત...
World 
શ્રીલંકામાં બોલ્યા ભૂતપૂર્વ CJI ગવઈ- ‘ભારતમાં સંસદ નહીં, બંધારણ સર્વોચ્ચ છે; બધા તેની મર્યાદાઓથી બંધાયેલા છે’

TVKના 93 નેતાઓ પહેલી વાર બન્યા ધારાસભ્ય, 40 પર ફોજદારી કેસ; જાણો CM વિજયના MLA વિશે

અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયના શપથ ગ્રહણ અંગેનો સસ્પેન્સ સમાપ્ત થયો છે. તમિલગા વેત્રી કઝગમ (TVK)ને રવિવારે શપથ લેવા...
National 
TVKના 93 નેતાઓ પહેલી વાર બન્યા ધારાસભ્ય, 40 પર ફોજદારી કેસ; જાણો CM વિજયના MLA વિશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.