- Tech and Auto
- ભારતમાં Xiaomiએ લોન્ચ કર્યું 32 ઈંચનું નવું MI LED Smart TV, જાણો કિંમત
ભારતમાં Xiaomiએ લોન્ચ કર્યું 32 ઈંચનું નવું MI LED Smart TV, જાણો કિંમત
Xiaomiએ ભારતમાં 32 ઈંચ HD રેડી MI LED Smart TV લોન્ચ કર્યું છે. MI LED Smart TV 4C 32 ઈંચને 15999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટ ટીવીની કિંમત આવનારા દિવસોમાં વધારી દેવામાં આવશે. MI LED Smart TV 4C 32 ઈંચને વેચાણ માટે 5 ઓગષ્ટથી બપોરે 12 વાગ્યાથી ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ MI Smart Tvને Mi.com અથવા Flipkartના બિગ સેવિંગ ડેઝ સેલમાંથી ખરીદી શકાશે.

Flipkart પર આજથી બિગ સેવિંગ ડેઝ સેલ શરૂ થઈ રહ્યો છે. MI LED Smart TV 4C પણ બીજા બ્રાન્ડના સ્માર્ટ ટીવીની જેમ એન્ડ્રોઈડ ટીવી ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. આ કસ્ટમાઈસ્ડ પેચવોલઓન ધ ટોપ આપવામાં આવ્યું છે. આ સિવાય તેમાં ક્રોમકાસ્ટનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટ ટીવીના એક હાઈલાઈટ તરીકે ઓડિયો પરફોર્મન્સ છે. MI LED Smart TV 4C 10W*2 પાવરફુલ સ્ટીરિયો સ્પીકર્સ સાથે આવે છે.

કંપનીનો દાવો છે કે તેમાં ઘણો સારો ઓડિયો એક્સપીરિયન્સ મળે છે. મતલબ કે તેની પર તમને વેબ સીરિઝ અને ફિલ્મો જોવાની ઘણી મજા આવશે. તેમાં 64 બિટ ક્વોડ કોર પ્રોસેસર 1 GB રેમ અને 8 GB સ્ટોરેજ સાથે આવે છે. આ અફોર્ડેબલ કિંમત પર તે મલ્ટીપલ પોર્ટ્સ, બ્લૂટુથ અને વાઈફાઈ સપોર્ટની સાથે આવે છે. તેને ફ્લેટ સરફેસ અથવા ટેબલ ટોપ પર રાખવા સિવાય દિવાલ પર પણ લગાવી શકાય તેમ છે. તેના માટે તમારે હેંગિંગ અલગથી ખરીદવા પડશે.

પેચવોલ હોવાના કારણે તેમાં Amazon Prime Video, Netflix, Diseny+Hotstar, Zee5, ALTBalaji, SonyLIV, JIO Cinema અને બીજા પાર્ટનર્સના કન્ટેન્ટને એક્સેસ કરી શકાય છે. તેમાં યુનિવર્સલ સર્ચ, લાઈવ ટીવી અને સર્ચ, કિડ્સ મોડ, યુઝર સેન્ટર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ટીવી 5 સેકન્ડથી પણ ઓછા સમયમાં ચાલુ થઈ જાય છે. આ મોડલમાં તમને 178 ડિગ્રી વ્યુઈંગ એંગલ મળશે અને 8 ms રિસપોન્સ ટાઈમની સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. સ્માર્ટ ટીવીનું રિમોટ વોઈસ આસિસ્ટન્ટ બટન સાથે આવે છે. આ સ્માર્ટ ટીવીને સિંગલ બ્લેક કલર વેરિયન્ટમાં ઉતારવામાં આવ્યું છે.

