શું ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરી શકાય?

સરકાર હવે સરકારી અર્થશાસ્‍ત્રીઓને મેદાનમાં લાવીને ગુજરાતની જનતાને ખેડૂત વિરુદ્ધ બિન-ખેડૂત બનાવીને લડાવવા જઈ રહી છે, જનતા સાવધાન રહે એમ ખેડૂત સંગઠનો કહે છે. હાર્દિક પટેલની માગણીઓને લઈને જેમ સરકાર હરકતમાં આવી ગઈ છે. ગુજરાતના ખેડૂતો માથે પાક ધિરાણના 45,607 કરોડ અને લાંબાગાળાનું ધિરાણ (જમીન લેવલિંગ, બોરવેલ, ટ્રેક્ટર વગેરે માટે લીધેલી લોન) 36,468 કરોડ રૂપિયા મળી કુલ 82,075 કરોડ રૂપિયાનું દેવું છે. આ આંકડો જ બતાવે છે કે ગુજરાતનો (ખેડૂતોનો)કેટલો વિકાસ થયો છે, સાચો વિકાસ થયો છે કે ખોટો થયો છે?

એવો અપપ્રચાર શરૂ થયો છે કે, રાજ્યના બજેટના 45% જેટલી રકમ છે કેવી રીતે માફ કરીએ? આટલા બધા પૈસા ક્યાંથી આવશે? આટલી રકમ ઊભી કરવા માટે વેરો વધારવો પડે. પણ ખેડૂત સમાજના સાગર રબારી અને નરેશ વિરાણીએ સરકાર સામે પોતાનો પ્રસ્‍તાવ રાખ્‍યો છે અને કહે છે કે ખેડૂતોનું દેવું માફ કરવું હોય તો સરકારે હવે જો પોતાના કર્મો તરફ નજર કરે તો જવાબ મળી જાય તેમ છે.

  1. નિષ્ફળ ટાટા નેનો કાર માટે સાણંદમાં રૂ. 32 હજાર કરોડ આપ્‍યા તો બજેટ કેમ ના ખોરવાયું? જેમાંથી રૂ. 64,000 દરેક ખેડૂતને આપી શકાયા હોત. અડધા ખેડૂતોને એક નેનો કાર મફત આપી શકાઈ હોત. તો જો ટાટાને આપી શકાય તો ખેડૂતોને કેમ નહીં.
  2. છેલ્‍લા કેગ અહેવાલ પ્રમાણે જંત્રીના ભાવોના વધારવાથી રાજ્યને 25 હજાર કરોડનું નુકશાન ગયું છે. જો આ નુકસાન કર્યું ન હોત તો પણ ખેડૂતોને દેવું માફ થઈ શક્યું હોત.
  3. અદાણીને રૂ. 1થી 25ના (સરેરાશ 11 રૂપિયાના) ભાવે જમીન આપી હતી. જો તે બજાર ભાવે આપી હોત તો ગુજરાતના તમામ ખેડૂતોનું એક વખત દેવું માફ થઈ શક્યું હોત.
  4. અદાણી સિવાયના બીજા ઉદ્યોગોને જે જમીન સાફ મફતમાં આપી છે તે બજાર ભાવ પ્રમાણે વેચી હોત તો 10 વર્ષ સુધી ખેડૂતોનું દેવું માફ થઈ શક્યું હોત.
  5. સરકાર અદાણી અને ટાટાના પાવર પ્‍લાન્‍ટોને સુપ્રીમ કોર્ટે ના પાડવા છતાં કેમ ભાવો વધારી આપવાની છે? એ રકમ બચાવવામાં આવે તો ગુજરાતના તમામ ખેડૂતોનું દેવું માફ થઈ શકે તેમ છે.
  6. છેલ્લાં 22 વર્ષથી ગુજરાત સરકાર વાઈબ્રન્‍ટ ગુજરાત અને તેના જેવા કાર્યક્રમોમાં જે ઉડાઉ કરોડો રૂપિયા વાપરી નાંખ્યા તેમાં કરકસર કરી હોય તો તમામ ખેડૂતોના દેવા માફ થઈ શક્યા હોત.
  7. ઉદ્યોગપતિઓને વેરા માફી આપી છે તેમાંથી ખેડૂતોનું ચાર વખત દેવું માફ થઈ જાય તેમ છે.
  8. છેલ્‍લા 15 વર્ષમાં ગુજરાતમાં ઉદ્યોગોને જે ફાયદા કરાવી આપ્યા તે જો ખેડૂતોને આપ્યા હોત તો ગુજરાતનું કૃષિ ઉત્પાદન વધારી શક્યું હોત.
  9. 22 વર્ષથી એક પણ સિંચાઈનો બંધ બનાવ્યો નથી તે રકમથી પણ દેવું માફ થઈ શકે તેમ છે.
  10. નીલગાય, ભૂંડ, જંગલી પ્રાણીઓ દ્વારા કૃષિ ઉત્પાદનને કરોડોનું નુકશાન થાય છે તે અટકાવી દેવામાં આવે તો પણ ખેડૂતો દેવામાંથી બહાર આવે તેમ છે.
  11. કેગના 22 વર્ષના કૌભાંડોનો સરવાળો કરવામાં આવે તો ખેડૂતોને ત્રણ વખત દેવું માફ થઈ શકે તેમ છે.
  12. રોડ અને સુજલામ સુફલામ નહેર, નર્મદા નહેર અને અન્ય નહેર બનાવવાના જે કૌભાંડ થયા તે ન થવા દેવાયા હોત તો પાંચ વખત દેવું માફ થઈ શક્યું હોત.
  13. અત્યાર સુધી ઉદ્યોગોના દેવા માફ કર્યા છે તે જો ન કર્યા હોત તો પાંચ વખત ખેડૂતોના દેવા માફ થઈ શક્યા હોત.
  14. ખાનગી કંપનીઓ પાસેથી ઊંચા ભાવે વીજળી ખરીદ કરી છે તે સસ્તા ભાવે ખરીદી હોત તો સાડા ત્રણ વખત ખેડૂતોના દેવા માફ થઈ શક્યા હોત.

ખેડૂતોના દેવામાફી કરીને આ પ્રશ્‍નોનું કોઈ નિરાકરણ આવે તેમ નથી. મહારાષ્‍ટ્રની ભાજપ સરકારે કર્યું એમ ટેકાના ભાવથી નીચા ભાવે ખેડૂત પાસેથી ખરીદીને સજા અને દંડપાત્ર ગુનો ગણતો કાયદો કરો. ખેતી માટે જરૂરી માળખાકીય સગવડો, સિંચાઈ, 24 કલાક વીજળી, જંગલી જાનવરોના ત્રાસથી મુક્તિ આપો, કુદરતી હોનારતો વખતે સહાયની નીતિ બનાવો, ખેતીને નામે ઉદ્યોગો કરોડોના ધિરાણ લઈ જાય છે તે બંધ કરો, ખેડૂતોને સીધા ગ્રાહક સાથે જોડવાની વ્યવસ્થા ઊભી કરો. આટલું થાય તો ખેડૂતનાં મુદ્દાનો કાયમી ઉકેલ આવશે નહિતર આભ ફાટે ને થીંગડા મારીએ એવી દશા થશે.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.