- Gujarat
- ગોંડલના પૂર્વ તલાટીએ 6200 ચો.મી. જગ્યા પર 44 પ્લોટ માટે દસ્તાવેજ બનાવી ખોટા સહી સિક્કા કરી વેચી દીધા...
ગોંડલના પૂર્વ તલાટીએ 6200 ચો.મી. જગ્યા પર 44 પ્લોટ માટે દસ્તાવેજ બનાવી ખોટા સહી સિક્કા કરી વેચી દીધા
રાજકોટના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગ્રામ પંચાયતના પૂર્વ તલાટી-કમ-મંત્રી ધર્મેશ રત્નાભાઈ હાપલીયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.તેમણે ₹70 લાખની કિંમતના 44 પ્લોટના ગેરકાયદેસર દસ્તાવેજો બનાવીને છેતરપિંડી કરી છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરી, અધિકારીઓના ખોટા સહી-સિક્કા કરીને બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા અને 31 આસામીઓને ગેરકાયદેસર રીતે પ્લોટ વેચી દીધા હતા.
આ મામલે ગોંડલ તાલુકા પોલીસે ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 467, 468, 471, તેમજ લાંચ રુશવત નિવારણ ધારો 2018ની કલમ 7(એ), 13(1)(એ), 13(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સરકારી દસ્તાવેજોનો દુરુપયોગ: પૂર્વ તલાટીએ ₹70 લાખનો આર્થિક લાભ મેળવ્યો
આ ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્તમાન તલાટી મંત્રી ભાવેશભાઈ અમૃતલાલ ઉદેશી (ઉંમર 48) એ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, તેમના પૂર્વે ધર્મેશભાઈ રત્નાભાઈ હાપલીયા ત્રાકુડા ગ્રામ પંચાયત ખાતે તા. 16/01/2021 થી તા. 31/07/2024 સુધી તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. પોતાની ફરજના સમયગાળા દરમિયાન, તેમણે અંગત આર્થિક ફાયદા માટે તલાટી કમ મંત્રી તરીકેના હોદ્દાનો દુરુપયોગ કર્યો.
તેમણે તાલુકા વિકાસ અધિકારી-ગોંડલ તથા સર્કલ ઇન્સ્પેક્ટર તાલુકા પંચાયત ગોંડલની બનાવટી હુકમો અને સનદો જેવા સરકારી દસ્તાવેજોમાં પોતાની જાતે સહીઓ કરી હતી. આ કિંમતી સરકારી દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી, તેમણે 31 આસામીઓને દસ્તાવેજો આપીને પોતાના નિયંત્રણમાં રહેલી મિલકતને અપ્રમાણિકતાથી અને ગેરવ્યાજબી રીતે વેચી દીધી.
44 પ્લોટનું 6260 ચો.મી. જમીન પર કૌભાંડ
પ્રતિ ચોરસ મીટરનો અંદાજિત ભાવ ₹1100 ગણીએ તો આશરે ₹70 લાખનો પ્લોટ એવા ત્રાકુડા ગામના કુલ 44 પ્લોટનો કૌભાંડમાં સમાવેશ થાય છે, જેનું કુલ ક્ષેત્રફળ આશરે 6260 ચોરસ મીટર જેટલું છે. પોતાના અંગત આર્થિક ફાયદા માટે પૂર્વ તલાટી ધર્મેશ રત્નાભાઈ હાપલીયા પર આ રકમ મેળવવાનો આરોપ છે.
આ ગેરરીતિ ગોંડલ તાલુકા વિકાસ અધિકારીની લેખિત સૂચના બાદ પ્રકાશમાં આવી, જેના પગલે નવા ગામતળની જમીનના પ્લોટોના વેચાણ અંગે ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 15 જુલાઈ, 2025 ના રોજ ગ્રામ પંચાયત ખાતે ગામ નમૂના નંબર 2 નું રેકોર્ડ તપાસવામાં આવ્યું ત્યારે ગેરરીતિ સામે આવી. તેમાં ક્રમ નંબર 713 થી 744 સુધીની નોંધોમાં મંજૂરી આપનાર અધિકારીનો હોદ્દો અને હુકમ નંબર લખેલા હતા, પરંતુ તારીખનો ઉલ્લેખ નહોતો. આ ઉપરાંત, રેકોર્ડ ફાઈલમાં ગામ નમૂના નંબર 2 માં નોંધાયેલ મિલકતોનો લે-આઉટ પ્લાન પણ ગાયબ હતો, જેણે સમગ્ર મામલે શંકા ઊભી કરી.
બનાવટી હુકમ તથા સનદ અધિકારીઓની મંજૂરી વગર બનાવી
આ મામલે નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત રાજકોટને તપાસ કરવા પત્ર મોકલવામાં આવ્યો. વડી કચેરીએ 19 જુલાઈ, 2025 ના રોજ ગ્રામ પંચાયત ત્રાકુડાના રેકોર્ડની ચકાસણી કરતા ચોંકાવનારી વિગતો સામે આવી. જાણવા મળ્યું કે ત્રાકુડા ગામે સર્વે નંબર 91 પૈકીની જમીનમાં વર્ષ 2008માં ગોંડલના પ્રાંત અધિકારી દ્વારા 100 ચોરસ વારના મફત રહેણાંક પ્લોટ ફાળવવા માટે કુલ 5.00 ગુંઠાનું નવું ગામતળ નીમ (મંજૂર) કરવામાં આવ્યું હતું. જોકે, તાલુકા પંચાયત કચેરી દ્વારા આ નવા ગામતળની જમીનમાં 100 ચોરસ વારના મફત રહેણાંક હેતુના પ્લોટ માટેનો લે-આઉટ પ્લાન ક્યારેય મંજૂર કરવામાં આવ્યો નહોતો.
પૂર્વ તલાટી-કમ-મંત્રી ધર્મેશભાઈ હાપલીયાએ પોતાની ફરજ દરમિયાન સક્ષમ સત્તાધિકારીની કોઈપણ પ્રકારની પૂર્વમંજૂરી લીધા વિના મનસ્વી રીતે ગામતળમાં જાહેર હરાજીની પ્રક્રિયા કર્યા વગર જ અનઅધિકૃત રીતે બનાવટી હુકમ તથા સનદ (માલિકી હકના દસ્તાવેજ) બનાવી આપ્યા.
તેમણે આ હુકમ અને સનદમાં પોતાની જાતે તાલુકા પંચાયત ગોંડલના તાલુકા વિકાસ અધિકારી અને સર્કલ ઇન્સ્પેક્ટર તાલુકા પંચાયત ગોંડલની બનાવટી સહીઓ કરી. સાથે જ, અધિકારી-કર્મચારીના સ્ટેમ્પ અને કચેરીના રાઉન્ડ સીલ પણ અનઅધિકૃત રીતે લગાવીને આ દસ્તાવેજો તમામ આસામીઓને આપ્યા હતા.
હાલમાં ત્રાકુડા ગામની ગામતળ જમીનના જંત્રી દર અને સ્થળ સ્થિતિને ધ્યાનમાં લેતા, પ્રતિ ચોરસ મીટરનો અંદાજિત ભાવ ₹1100 ગણવામાં આવે છે. આ રીતે, કુલ 44 પ્લોટનું કુલ ક્ષેત્રફળ આશરે 6260 ચોરસ મીટર થાય છે, જેની અંદાજિત બજાર કિંમત ₹70 લાખ થાય છે. ધર્મેશ રત્નાભાઈ હાપલીયાએ આ રોકડ રકમ પોતાના અંગત આર્થિક લાભ માટે મેળવી હોવાનો આરોપ છે.
કોના નામે હુકમ તથા સનદ બનાવી
ફરિયાદમાં દર્શાવ્યા મુજબ, પૂર્વ તલાટી ધર્મેશ હાપલીયાએ નીચેના આસામીઓના નામે બનાવટી હુકમ અને સનદ બનાવ્યા હતા:
ફિરોજ અયુબભાઇ ગુંગા (ક્રમ નંબર-714)
હમીદભાઇ અયુબભાઇ ગુંગા (ક્રમ નંબર-715)
ઇકબાલ ડેલા (ક્રમ નંબર-716)
ઇરફાનીબેન હનીફ ભાઈ ડેલા (ક્રમ નંબર-717)
ઇસ્માઇલભાઈ મામદભાઇ ડેલા (ક્રમ નંબર-718)
જાહિદાબેન અબ્દુલ ડેલા (ક્રમ નંબર-719)
જાહિદાબેન અબ્દુલ ડેલા (ક્રમ નંબર-720)
જમીલાબેન ઇલીયાસભાઇ ડેલા (ક્રમ નંબર-721)
આયબેન આદમ ડેલા (ક્રમ નંબર-722)
અશરફ અબ્દુલ (ક્રમ નંબર-723)
નીલેશભાઇ સુખદેવભાઈ પંચાસરા (ક્રમ નંબર-724)
રોહિત સુખદેવ પંચાસરા (ક્રમ નંબર-726)
ઈમરાન ભાઇ હારૂનભાઈ દોઢીયા (ક્રમ નંબર-727)
ભીખાભાઈ ચકુભાઈ ભુંડીયા (ક્રમ નંબર-728)
મેહબુબભાઇ કાસમભાઇ કૈડા (ક્રમ નંબ૨-729)
ફિરોજભાઇ અયુબભાઇ ગુંગા (ક્રમ નંબર-730)
કાસમ હાજી દોઢીયા (ક્રમ નંબર-731)
સાજીતભાઇ હાજીભાઇ દોઢીયા (ક્રમ નંબર-732)
આસીફભાઈ હાજીભાઇ દોઢીયા (ક્રમ નંબર-733)
કાસમભાઇ જુમ્માભાઈ કૈડા (ક્રમ નંબર-734)
સુખદેવભાઇ ભીમજીભાઇ પંચાસરા (ક્રમ નંબર-735)
અબ્દુલભાઇ સુલેમાન દોઢીયા (ક્રમ નંબર-736)
તૈયબભાઇ અલીભાઇ કૈડા (ક્રમ નંબર-737)
ઇમરાન હારૂન દોઢીયા (ક્રમ નંબર-738)
આયસાબેન સુલેમાન ગુંગા (ક્રમ નંબર-739)
અજીજભાઇ હાસમભાઇ દોઢીયા (ક્રમ નંબર-740)
સુલતાનભાઇ મામદભાઈ ગુંગા (ક્રમ નંબર-741)
હાસમભાઇ સુમારભાઇ દોઢીયા (ક્રમ નંબર-742)
આયસાબેન હાસમભાઈ દોઢીયા (ક્રમ નંબર-743)
ઇલીયાસભાઈ હાસમભાઇ દોઢીયા (ક્રમ નંબર-744)
આ કૌભાંડ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

