ધોલેરા બહારની જમીન માટે સરકારની ચાલ સફળ રહી

ધોલેરા સ્માર્ટ સિટીની જાહેરાત થતાંની સાથે જ જમીનોના ભાવ અચાનક આસમાનને આંબી ગયા હતા. તેથી સરકારે જમીનોની વિગતો કોઈ જાણી ન જાય તે માટે સરના નિર્માણના બહાને સરકારે અહીંના ધંધુકા અને બરવાળા તાલુકાનાં 22 ગામોનો ધોલેરા તાલુકો અલગથી બનાવી દીધો હતો. જેથી જમીનોનો તમામ વહીવટ એક જ જગ્યાએથી થઈ શકે. સરકારે પહેલાં તો સર વિસ્તાર ઓછો રાખ્યો જેથી આસપાસના ગામોની જમીનો બિલ્ડરો ખરીદી શકે. પોતાના મળતીયાઓ સર બહારની જમીન ખરીદી શકે. કારણ કે સરમાં 40થી 50 ટકા જમીન ટાઉન પ્લાનીંગ માટે કપાત કરવાનો કાયદો હતો. જ્યારે સરની બહાર આવો કોઈ કાયદો લાગુ પડતો ન હતો. તેથી કાયદાની છટકબારીનો ભરપૂર ફાયદો ઊઠાવવામાં આવ્યો હતો. તેમાં મોટો ફાયદો તો સરકારના દલાલોને થયો હતો. સરની અંદરની જમીન બીજાને પધરાવી દેવામાં આવી. બિલ્ડરોનો રાફડો ફાટ્યો હતો. ધોલેરા આસપાસ પણ જમીનોના ભાવ રોકેટ ગતિએ વધી ગયા હતા. અગાઉથી કેટલાંકે જમીન ખરીદી લીધી હતી. જેમાં અમદાવાદના ભાજપના એક મેયરે પણ મોટી જમીન ખરીદી હતી. ભાજપના પૈસાપાત્ર નેતાઓએ અહીં જમીન ખરીદી હતી. મુંબઈના મોટા બિલ્ડરો અને જમીન દલાલો અહીં આવવા લાગ્યા હતા. તેઓ કાળા નાણાં ધરાવતાં લોકોને અહીં રોકાણ કરીને વધું કાળું નાણું કેમ કમાઈ શકે તેની લાલચ આપવા લાગ્યા હતા.

જમીન હડપ કરી

2012મા ગુજરાતની ભાજપ સરકારના મહેસૂલ વિભાગે એક જાહેરનામું બહાર પાડી દીધું હતું. ગામોની તમામ જમીનો સર હેઠળ આવતી હોવાથી વહેલી તકે ધોલેરા સર સત્તા મંડળને સોંપી દેવા માટે બેઠકનો દૌર શરૂ થયો હતો. રાજ્ય સરકારે ધોલેરા વિસ્તારમાં 6 ટી.પી. પાડી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-1976 મુજબ ખેડૂતોની 40 ટકાને બદલે 50 ટકા જમીન સરકારી ગેઝેટમાં જાહેરાત કરીને એકી સાથે લઈ લીઘી હતી. ખેડૂતોની જમીન આ રીતે મફતમાં પડાવી લેવાની ચાલ સરકારે ચાલી હતી. ખેડૂતો તેને તરતજ ઓળખી ગયા. ખેતીની જમીન લઈને સરકારી પડતર અને ખરાબ જમીન ખેડૂતોને આપવા સરકાર તૈયાર થઈ હતી. આ યોજનાના અમલ માટે રાજ્ય સરકારે સર એક્ટ બાનાવેલો હતો તેમાં ટાઉનપ્લાનીંગ કાયદો પણ સમાવી લીધો હતો.

વડી અદાલતમાં પડકાર

ગુજરાત ભાજપ સરકારની આવી મનમાની સામે અહીંનાં 22 ગામો (બાવળિયાળી, પાંચી, સાંઢિડા, ધોલેરા, કાદિપુર, આંબળી, ભડિયાદ, ગોરાસુ, ચેર, સોઢી, સાંગાસર, ઓતારિયા, હેબતપુર, મહાદેવપુરા, ગોગલા, ભીમતળાવ, રાહતળાવ, મુંડી, ઝાંખી, મિંગળપુર, ભાણગઢ)ના ખેડૂતોએ સરકારની આવી દાદાગીરીને સારી રીતે ઓળખી લીધી હતી. ખેડૂતોએ સરકારના આ હુકમ સામે અવાજ ઊઠાવવાનું નક્કી કરી લીધું હતું. ખેડૂતોએ આ બાબતને ગુજરાતની વડી અદાલતમાં પડકાર ફેંક્યો હતો. ટાઉન પ્લાનિંગ એક્ટને ખેતીની જમીનમાં લાગુ કરવાની કાયદેસરતાને હાઇકોર્ટમાં પડકારી. ખેડૂતો દ્વારા સર એક્ટને પડકારી અને કહ્યું કે જમીન તો ગ્રામ પંચાયતની અંદર આવે છે. જમીન તો ખેતીની છે. તો પછી તે શહેરી વિકાસ યોજના હેઠળ કઈ રીતે આવી શકે. તેમની દલીલ વાજબી હતી.

વડી અદાલતનો ફેંસલો

વડી અદાલતને આ વાત વાજબી લાગી હતી તેથી 10 ડિસેમ્બર 2015ના ન્યાયમૂર્તિ જયંત પટેલ અને વી.એમ. પંચોલીએ રાજ્ય સરકારે ગામોનો કબજો ન લેવા માટે આદેશ આપી દીધો. ખેડૂતોની પહેલી જીત થઈ હતી. સરકાર સમક્ષ ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી હતી કે તેઓ જમીન આપવા માગતા નથી. જમીન અંગે સરકારે તેમને ક્યારેય પૂછ્યું નથી કે તે અંગે વાટાઘાટ કરી નથી. સરની સીધી જાહેરાત કરી દેવામાં આવી હતી. જમીન અમારી છે. અમે નહીં આપીએ. જાન આપીશું પણ જમીન નહીં આપીએ.

About The Author

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.