ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ સીસ્મીક ઝોનમાં મુકવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના આ એક નિર્ણયને કારણે અમદાવાદમાં રિઅલ એસ્ટેટના ભાવમાં 20થી 25 ટકાનો વધારો થઇ શકે છે એવું જાણકારોનું કહેવું છે.
સીસ્મીક ઝોનીંગનો મતલબ છે કે ભૂંકપના આધારે કોઇ વિસ્તારને વિવિધ ઝોનમાં વિભાજત કરવા. અમદાવાદ અત્યાર સુધી ઝોન-3માં હતું મતલબ ભૂંકપની સામાન્ય અસર પરંતુ હવે અમદવાદાને ઝોન-4માં મુકવામાં આવ્યું મતલબ ભૂકપનું હાઇ રિસ્ક.
મે- 2026 પછી આ સુધારો અમલમાં આવશે. ભૂંકપ પ્રુફ બિલ્ડીંગની ડિઝાઇન બનાવવી પડશે એટલે મટીરીયલ્સ પણ મોંઘું થશે. એટલા માટે અમદાવાદમાં ભાવ વધવાની શક્યતા છે. સુરત અને વડોદરા હજુ ઝોન-3માં છે.