બિલ ગેટ્સ બન્યા દુનિયાના સૌથી મોટા ખેડૂત, 18 રાજ્યોમાં ખરીદી આટલા એકર જમીન

માઈક્રોસોફ્ટના સંસ્થાપક અને દુનિયાના ચોથા સૌથી અમિર વ્યક્તિ બિલ ગેટ્સે અમેરિકામાં મોટા પ્રમાણમાં ખેતીની જમીન ખરીદી છે. ડેઇલી મેલના રિપોર્ટ અનુસાર હવે બિલ ગેટ્સ અમેરિકાના 18 રાજ્યોમાં કુલ 2 લાખ 42 હજાર એકરની જમીનના માલિક થઈ ગયા છે. આટલી વધારે ખેતીની જમીન ખરીદ્યા બાદ બિલ ગેટ્સ અમેરિકામાં ખેતીવાળી જમીનના સૌથી મોટા માલિક (પ્રાઇવેટ ઓનર) થઈ ગયા છે. જોકે બિલ ગેટ્સે માત્ર ખેતી યોગ્ય જમીનમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું નથી, પરંતુ તમામ રીતેની કુલ 2 લાખ 68 હજાર 984 એકર જમીનના માલિક બની ચૂક્યા છે.

આ જમીન અમેરિકાના 18 રાજ્યોમાં સ્થિત છે. તેમાં એરિઝોનામાં સ્થિત જમીન પણ સામેલ છે જેના એક સ્માર્ટ સિટી વસાવવાની યોજના છે. 65 વર્ષીય બિલ ગેટ્સે અમેરિકાના લુસિયાનામાં 69 હજાર એકર, અર્કસસમાં લગભગ 48 હજાર એકર, એરિઝોનામાં 25 હજાર એકર ખેતી યોગ્ય જમીન ખરીદી છે. અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે બિલ ગેટ્સે શા માટે આટલી બધી જમીન ખરીદી છે. આ જમીન સાથે જોડાયેલી વધારે જાણકારી સાર્વજનિક કરવામાં આવી નથી.

બિલ ગેટ્સે આ જમીન સીધી રીતે, સાથે જ પર્સનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ટિટી કાસ્કેડ ઈન્વેસ્ટમેન્ટ વડે ખરીદી છે. રિપોર્ટ અનુસાર બિલ ગેટ્સે વર્ષ 2018મા પોતાના ગૃહ રાજ્ય વૉશિંગટનમાં 16 હજાર એકર જમીન ખરીદી હતી. તેમાં હોર્સ હેવન હિલ્સ ક્ષેત્રની 14 હજાર 500 એકર જમીન પણ સામેલ છે, જે તેમણે 1251 કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ એ વર્ષમાં સૌથી ઊચા ભાવે ખરીદેલી જમીન હતી. કાસ્કેડ ઇન્વેસ્ટમેન્ટે જમીન ખરીદી પર વધારે જાણકારી આપી નથી, પરંતુ એટલું કહ્યું છે કે કંપની સસ્ટેનેબલ ફાર્મિંગને વધારે મદદ કરે છે.

અમેરિકામાં સૌથી મોટા જમીનના માલિક બન્યા બિલ ગેટ્સ

વર્ષ 2008માં બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને જાહેરાત કરી હતી કે તેઓ આફ્રિકા અને દુનિયાના અન્ય વિકાસશીલ ક્ષેત્રોના નાના ખેડૂતોને પાક ઉગાડવા અને તેમની આવકમાં મદદ કરવા માટે 2238 કરોડ રૂપિયાની સહાયતા આપી રહ્યા છે, જેથી નાના ખેડૂત ભૂખ અને ગરીબીથી બહાર આવી શકે. એ આશ્વર્યની વાત હોય શકે છે કે એક ટેકનોલોજી અરબપતિ અમેરિકામાં સૌથી મોટા જમીનના માલિક છે. 2 લાખ 42 હજાર એકર જમીન સાથે હવે દેશના બાકી ટોચના જમીન માલિકો કરતાં ખૂબ આગળ છે.

About The Author

Related Posts

Top News

લખનૌમાં રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના, ટ્રેનમાં ટ્રંકમાં મહિલાની માથા વગરની બોડી મળી

લખનૌમાં ટ્રેનમાં માથા વગરનું શરીર મળી આવવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બિહારના છપરાથી ગોરખપુર થઈને લખનૌ પહોંચેલી લખનૌ-છપરા...
National 
લખનૌમાં રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના, ટ્રેનમાં ટ્રંકમાં મહિલાની માથા વગરની બોડી મળી

શું ધોની આજે છેલ્લી મેચ રમવાનો છે? અશ્વિનના નિવેદનથી હોબાળો મચી ગયો

જેમણે IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2026માં હજુ સુધી એક પણ મેચ રમી નથી તે મહેન્દ્ર સિંહ ધોની હાલમાં...
Sports 
 શું ધોની આજે છેલ્લી મેચ રમવાનો છે? અશ્વિનના નિવેદનથી હોબાળો મચી ગયો

10 ગ્રામ સોના પર રૂ. 27000 તો ફક્ત ટેક્સ જ થશે, 15 ટકા આયાત ડ્યુટી પાછળનું ગણિત અહીં સમજો

ભારતીય સંસ્કૃતિમાં સોનાનું મહત્વ ફક્ત ઘરેણાં પૂરતું મર્યાદિત નથી, તેને બચત અને સુરક્ષાનું સૌથી મોટું સાધન માનવામાં આવે છે....
Business 
10 ગ્રામ સોના પર રૂ. 27000 તો ફક્ત ટેક્સ જ થશે, 15 ટકા આયાત ડ્યુટી પાછળનું ગણિત અહીં સમજો

શું 13 નવેમ્બર, 2026ના રોજ દુનિયા ખતમ થવાની છે? 66 વર્ષ જૂની વૈજ્ઞાનિક ચેતવણી

1960માં, એક વૈજ્ઞાનિકે એક ચોંકાવનારી આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે, પૃથ્વી પર માનવ સભ્યતા 13...
Science 
શું 13 નવેમ્બર, 2026ના રોજ દુનિયા ખતમ થવાની છે? 66 વર્ષ જૂની વૈજ્ઞાનિક ચેતવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.