- Agriculture
- લસણ મોંઘું થયું તો ખેડૂતોએ ખેતરોમાં લગાવ્યા કેમેરા, ઘરેથી રાખી રહ્યા છે નજર
લસણ મોંઘું થયું તો ખેડૂતોએ ખેતરોમાં લગાવ્યા કેમેરા, ઘરેથી રાખી રહ્યા છે નજર

મધ્ય પ્રદેશના છિદવાડામાં લસણનું ઉત્પાદન કરનારા ખેડૂત ખૂબ ખુશ છે. કેમ કે ખેડૂતોનું લસણ ખેતરોથી જ 300 રૂપિયા કિલોના હિસાબે જગ્યા પરથી જ હોલસેલ વેપારી ખરીદી રહ્યા છે અને એ જ લસણ બજારમાં 400 રૂપિયા કિલો હિસાબે વેચી રહ્યા છે. આ વખત ખેડૂતોને લસણથી કરોડો રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે લસણના પાકની દેખરેખ માટે ખેતરોમાં ખેડૂતોએ CCTV કેમેરા લગાવી દીધા છે. નજર રાખવામાં આવી રહી છે કે લસણની કોઈ ચોરી તો નથી કરી રહ્યું.
જિલ્લાના સાંવરીના પોનાર ગામનો રહેવાસી યુવા ખેડૂત રાહુલ દેશમુખ આધુનિક ખેતી કરી રહ્યો છે. તેણે પોતાની મહેનત અને લગનથી ખેતી કરીને કરોડો રૂપિયાનો નફો મેળવ્યો છે. પહેલી વખત પોતાના ખેતરોમાં લસણનો પાક કર્યો છે અને તેની દેખરેખ CCTV કેમેરા લગાવ્યા છે. યુવા ખેડૂત રાહુલનું કહેવું છે કે, CCTVના માધ્યમથી મજૂર કામ કરતા નજરે પડે છે. લસણ મોંઘું છે. ચોરીનો ડર છે, એટલે પણ કેમેરા લગાવવામાં આવ્યા છે. આજકાલ તો સોલરવાળા CCTV કેમેરા આવી ગયા છે. તેમાં વીજળીની જરૂરિયાત હોતી નથી.
ખેડૂત રાહુલે જણાવ્યું કે, મારા ખેતરમાં પહેલા ચોરી પણ થઈ હતી, ત્યારબાદ કેમેરા લગાવવામાં આવ્યા. મેં 13 એકરમાં લસણનો પાક કર્યો છે. ફાયદો 1 કરોડથી ઉપર છે અને 25 લાખનો ખર્ચ થયો છે. લસણ વેચવા માટે હૈદરાબાદ જઇ રહ્યું છે. તેની પાસે કુલ 35 એકરની ખેતી છે. તેમાં 16 એકરમાં ટામેટાં અને 2 એકરમાં શિમલા મિર્ચ, 13 એકરમાં લસણની ખેતી કરે છે. મુખ્ય પાક લસણ છે. રાહુલનું કહેવું છે કે, જે વર્ષે લસણ મોંઘું રહે છે, એ જ સમયે લસણ લગાવે છે. જૂનમાં લસણની કિંમત વધારે છે તો જ અમે લગાવીએ છીએ.
તેણે કહ્યું કે, જમીનને પણ આરામ જોઈએ. એક જ જગ્યા પર વારંવાર લસણ થતું નથી. આગામી વર્ષે પણ લસણ મોંઘું જ રહેશે. ઉલ્લેખનીય છે કે યુવા ખેડૂત રાહુલે પોલી હાઉસ બનાવ્યું છે. અહી તે મરચાં અને ટામેટાના છોડ તૈયાર કરીને અન્ય ખેડૂતોને વેચે છે. તેનાથી તેની સારી એવી આવક થઈ રહી છે. રાહુલ ટામેટાનું કામ પણ રેગ્યુલર કરાવે છે. તેની પાસે 150 મજૂર કામ કરે છે.
Top News
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Opinion
