સાઉથના સુપરસ્ટારે ખરીદી મહિન્દ્રા BE 6 ફોર્મ્યુલા E એડિશનની કાર, જે 6.7 સેકન્ડમાં 100 સ્પીડે ભાગે છે

અભિનેતા અને કાર શોખીન અજિત કુમારે મહિન્દ્રા BE 6 ફોર્મ્યુલા E એડિશનની ડિલિવરી લઇ લીધી છે. મહિન્દ્રાએ શુક્રવારે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ જાહેરાત કરી છે. મીડિયાના અહેવાલો સૂચવે છે કે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ અજિત કુમારને આ કાર ભેટમાં આપી હતી. કંપનીએ ઇન્સ્ટાગ્રામ પર મહિન્દ્રા BE 6 ફોર્મ્યુલા E એડિશન સાથે અજિત કુમારના ફોટા પોસ્ટ કર્યા.

Ajith Kumar-Mahindra BE6 Formula
drivespark.com

અજીત કુમાર કાર રેસિંગની દુનિયામાં એક જાણીતું નામ છે. તે એક રેસિંગ ટીમના માલિક પણ છે. મહિન્દ્રાની આ ઇલેક્ટ્રિક કારનું રેસિંગ એડિશન અભિનેતા અજિત કુમારને સંપૂર્ણ રીતે અનુકૂળ આવે છે. અજિત કુમારને કારનો ઘણો શોખ છે અને તેના કલેક્શનમાં એક એકથી ચઢિયાતા વાહનો પણ છે.

Ajith Kumar-Mahindra BE6 Formula
drivespark.com

મહિન્દ્રા BE 6 ફોર્મ્યુલા E એડિશન ઉપરાંત, અભિનેતા પાસે ફેરારી SF90, પોર્શ 911 GT3 RS અને મેકલેરેન 750S જેવી કાર છે. આ ઉપરાંત, અજિત કુમાર પાસે એક ખાસ કાર, મેકલેરેન સેના હાઇપરકાર પણ ધરાવે છે.

https://www.instagram.com/p/DV05H83DBCS/

BE 6 ફોર્મ્યુલા E એડિશન ચાર કલર વિકલ્પોમાં આવે છે, ટેંગો રેડ, સ્ટીલ્થ બ્લેક, ફાયરસ્ટોર્મ ઓરેન્જ અને એવરેસ્ટ વ્હાઇટ જેવા કલરમાં ખરીદી શકાય છે. અજિત કુમાર ટેંગો રેડ કલર વેરિઅન્ટના માલિક બની ગયા છે. કારની એક્સ-શોરૂમ કિંમત રૂ. 23.69 લાખથી શરૂ થાય છે.

Ajith Kumar-Mahindra BE6 Formula
drivespark.com

કંપનીએ આ સ્પેશિયલ એડિશન કારને સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ કરતાં વધુ આક્રમક બમ્પર આપ્યા છે. તેના આગળ અને પાછળના બંને બમ્પર સ્ટાન્ડર્ડ વેરિઅન્ટથી એકદમ અલગ છે. તેમાં ગોળાકાર હેડલાઇટ્સ પણ આપવામાં આવી છે, જે તેને બીજા કરતા અલગ બનાવે છે. કારમાં બાહ્ય પુડલ લાઇટ્સ પણ આપવામાં આવી છે. આ પુડલ લાઇટ્સ સાઇડ મિરર્સ અથવા દરવાજા પર લગાવવામાં આવે છે અને તે  દરવાજા ખોલવા પર પ્રકાશિત થાય છે.

Ajith Kumar-Mahindra BE6 Formula
facebook.com

છત અને હૂડમાં બ્રાન્ડના ફોર્મ્યુલા E વારસાથી પ્રેરિત 12-સ્ટ્રીપ ગ્રાફિક્સ આપેલું છે. આ ઇલેક્ટ્રિક વાહન રેસિંગ શ્રેણીમાં કંપની તરફથી 12 વર્ષથી ભાગ લેતી આવી છે. કાર 19-ઇંચ અને 20-ઇંચ એલોય વ્હીલ્સની પસંદગી સાથે આવે છે.

vanuatu
oceanbluefishing.com

કારની પાછળની ડિઝાઇન પણ સ્ટાન્ડર્ડ વેરિઅન્ટથી અલગ છે. LED ટેલલાઇટ્સ નીચે તરફ આગળ વધતી નથી. તેમાં BE 6ની સાથે પાછળના ભાગમાં ફોર્મ્યુલા E બેજ પણ મળે છે. કારના અંદરના ભાગે પણ તે સ્પેશિયલ એડિશન હોવાની સ્થિતિને સ્પષ્ટપણે દર્શાવે છે.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.