વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે બે દાયકાથી ફરાર આરોપીને મોઢા પર મસો-ગુટખા ખાવાની ટેવથી ઝડપી પાડ્યો

એક ખૂબ પ્રખ્યાત ફિલ્મી ડાયલોગ છે- કાનૂન કે હાથ બડે લાંબે હોતે હૈ... એટલે કે ભલે ગમે તેટલી ચપળતાથી આરોપીઓ ગુનો કરે, પરંતુ એક ને એક દિવસ કાયદાની પકડમાં આવી જ જતો હોય છે. વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે હાલમાં જ એક મોટી સફળતા મેળવી છે. વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે બે દાયકાથી નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, વડોદરામાં સગીરાના અપહરણના કેસમાં છેલ્લા બે દાયકાથી પોલીસની પકડથી નાસતા ફરતા આરોપી ફિરોઝખાન મુસ્તાકખાન પઠાણ (મૂળ ઉત્તર પ્રદેશના સલીમપુર ગામનો રહેવાસી) ને મહારાષ્ટ્રના વસઈ-વિરાર વિસ્તારથી ઝડપી પાડ્યો હતો.

આરોપી ફિરોઝખાન સામે વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં 2006માં ફરિયાદ નોંધાઈ હતી. આરોપી મરઘીની દુકાન ચલાવતો હતો. તેની દુકાનની સામે રહેતી એક સગીરાને બહેકાવી-ફોસલાવીને લગ્ન કરવાના ઇરાદાથી અપહરણ કરી લઈ ગયો હતો. ગુનો નોંધાતા આરોપી ફરાર થઈ ગયો હતો અને છેલ્લા 20 વર્ષથી પોલીસની ધરપકડથી બચતો રહ્યો હતો.

vadodara Crime Branch
divyabhaskar.co.in

વડોદરા ક્રાઇમ બ્રાન્ચના PSI બી. એસ. વાળાની ટીમે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ટેક્નિકલ માહિતી અને હ્યુમન સોર્સના આધારે તપાસ દરમિયાન આરોપી વસઈ-વિરાર વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, મુંબઈનો વસઈ-વિરાર એક ગીચ વિસ્તાર છે, જ્યાં ઓફિસો અને ઔદ્યોગિક વસાહતો વધુ છે. આરોપીને ઓળખવા માટે ટીમે ખાસ યુક્તિ અપનાવી હતી. આરોપીના મોઢા પર એક મસો હતો અને તેને ગુટખા ખાવાની ટેવ હતી અને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. આ મર્યાદિત માહિતીના આધાર પોલીસે હાથ ધરી હતી.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફૂડ ડિલિવરી બોય, ટેમ્પો ડ્રાઇવર અને ગ્રાહકનો વેશ ધારણ કર્યો અને 3 દિવસ સુધી ખાનગી રીતે રેકી કરી હતી. આ દરમિયાન આરોપી ફિરોઝખાન પઠાણ (ઉ.વ. 55, હાલનું રહે. એકરોપોલીસ એપાર્ટમેન્ટ, વિરાર વેસ્ટ, જિલ્લો પાલઘર, મહારાષ્ટ્ર) વિરાર ઇસ્ટ વિસ્તારમાં 'ઈન્ફિનિટી સ્ક્વેર' નામની બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે યોગ્ય સમયે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીને મકરપુરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે, જ્યાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

vadodara Crime Branch
divyabhaskar.co.in

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પાસે આરોપીનો કોઈ લેટેસ્ટ ફોટો નહોતો. માત્ર 20 વર્ષ જૂની વિગતો હતી. વર્ણનમાં એટલી ખબર હતી કે એના ગાલ પર મસો છે અને તેને ગુટખા ખાવાની ટેવ છે. પોલીસે 3 દિવસ સુધી ત્યાં વોચ ગોઠવી હતી અને અલગ-અલગ ટીમો બનાવી હતી. ટીમના એક કર્મચારીને ફૂડ ડિલિવરી બોય બનાવીને મોકલ્યો હતો, જેણે એડ્રેસ પૂછવાના બહાને બિલ્ડિંગોમાં તપાસ કરી હતી. એક પોલીસકર્મીને ટેમ્પો ડ્રાઇવર બનાવીને GIDC વિસ્તારમાં મોકલ્યો હતો અને એક પોલીસકર્મી ગ્રાહક બનીને ગયો હતો. આ બધા હિન્દી ભાષામાં જ લોકો સાથે વાતચીત કરતા જેથી કોઈને શંકા ન જાય.

વિરાર ઈસ્ટમાં 'ઈન્ફિનિટી સ્ક્વેર' નામનું મોટી કોમર્શિયલ બિલ્ડિંગ છે, ત્યાં એક સિક્યુરિટી ગાર્ડ બેઠો હતો. એના ગાલ પર મસો હતો અને એ વિમલ ખાતો હતો. પોલીસકર્મીએ ગ્રાહક બનીને તેને વાતચીતમાં વ્યસ્ત  રાખ્યો અને પૂછ્યું કે- તમે ગુજરાતમાં રહેતા હતા?’ પછી નામ પૂછતા તેણે પોતાનું સાચું નામ 'ફિરોઝ' જણાવ્યું હતું. એનું આધારકાર્ડ ચેક કરતા ખાતરી થઈ ગઈ કે આ જ આરોપી છે. ત્યારબાદ આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. ગુજરાતી જાગરણના અહેવાલ મુજબ, અગાઉ અપહરણ કરેલી યુવતી મળી આવી હતી અને હાલમાં તેણે અન્ય એક મહિલા સાથે લગ્ન કરી લીધા હતા.

About The Author

Top News

દિનેશ નાવડિયા: મહેનત, નિષ્ઠા અને હિન્દુવને સમર્પિત પાટીદાર વ્યક્તિત્વ

(ઉત્કર્ષ પટેલ) દિનેશભાઈ નાવડિયા એક એવા વ્યક્તિ છે જેમણે વ્યવસાય, સમાજસેવા, હિન્દુત્વ અને રાષ્ટ્રીય રાજકીય આદર્શોને પોતાના...
Opinion 
દિનેશ નાવડિયા: મહેનત, નિષ્ઠા અને હિન્દુવને સમર્પિત પાટીદાર વ્યક્તિત્વ

વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે બે દાયકાથી ફરાર આરોપીને મોઢા પર મસો-ગુટખા ખાવાની ટેવથી ઝડપી પાડ્યો

એક ખૂબ પ્રખ્યાત ફિલ્મી ડાયલોગ છે- ‘કાનૂન કે હાથ બડે લાંબે હોતે હૈ...’ એટલે કે ભલે ગમે તેટલી...
Gujarat 
વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે બે દાયકાથી ફરાર આરોપીને મોઢા પર મસો-ગુટખા ખાવાની ટેવથી ઝડપી પાડ્યો

સાઉથના સુપરસ્ટારે ખરીદી મહિન્દ્રા BE 6 ફોર્મ્યુલા E એડિશનની કાર, જે 6.7 સેકન્ડમાં 100 સ્પીડે ભાગે છે

અભિનેતા અને કાર શોખીન અજિત કુમારે મહિન્દ્રા BE 6 ફોર્મ્યુલા E એડિશનની ડિલિવરી લઇ લીધી છે. મહિન્દ્રાએ શુક્રવારે તેના ઇન્સ્ટાગ્રામ...
Tech and Auto 
સાઉથના સુપરસ્ટારે ખરીદી મહિન્દ્રા BE 6 ફોર્મ્યુલા E એડિશનની કાર, જે 6.7 સેકન્ડમાં 100 સ્પીડે ભાગે છે

મલાડ રેલવે સ્ટેશન પર નમાઝ અદા કરવાનો વીડિયો વાયરલ, ભાજપના નેતાએ નોંધાવી ફરિયાદ

મુંબઈમાં જાહેર સ્થળોએ નમાઝ અદા કરવાની વધુ એક ઘટના સામે આવી છે. તાજેતરમાં જ થયેલો એરપોર્ટ પરનો વિવાદ હજુ શમ્યો...
National 
મલાડ રેલવે સ્ટેશન પર નમાઝ અદા કરવાનો વીડિયો વાયરલ, ભાજપના નેતાએ નોંધાવી ફરિયાદ

Opinion

દિનેશ નાવડિયા: મહેનત, નિષ્ઠા અને હિન્દુવને સમર્પિત પાટીદાર વ્યક્તિત્વ દિનેશ નાવડિયા: મહેનત, નિષ્ઠા અને હિન્દુવને સમર્પિત પાટીદાર વ્યક્તિત્વ
(ઉત્કર્ષ પટેલ) દિનેશભાઈ નાવડિયા એક એવા વ્યક્તિ છે જેમણે વ્યવસાય, સમાજસેવા, હિન્દુત્વ અને રાષ્ટ્રીય રાજકીય આદર્શોને પોતાના જીવનમાં અભિન્ન રીતે...
PM મોદીઃ આપત્તિઓને અવસરમાં ફેરવી દેતા ધૂરંધર રાજનેતાનું ક્રાઇસિસ મેનેજમેન્ટ
ગુજરાતના કેટલાક ઉદ્યોગપતિઓ રોજ નવી રીલ બનાવી પોતાની જાહોજલાલી વાહવાહીનું સોશિયલ મીડિયા PR કેમ કરતા હશે?
કૌભાંડી અધિકારીઓ ગુજરાતના નેતાઓના કહ્યાગરા બનીને ખુલ્લેઆમ લૂંટ ચલાવે છે
એક પાટીદાર ગોવિંદ ધોળકિયા... વેપાર, દેશભક્તિ અને રાજનીતિનો ત્રિવેણી સંગમ
Copyright (c) Khabarchhe All Rights Reserved.