- Art & Culture
- જામનગરમાં સૌથી મોટી વાંસળીનો રેકોર્ડ હતો તે હવે પીલીભીતના નામે થઈ ગયો
જામનગરમાં સૌથી મોટી વાંસળીનો રેકોર્ડ હતો તે હવે પીલીભીતના નામે થઈ ગયો

(દિલીપ પટેલ)પશુઓનું દૂધ દોહતી વખતે વાંસળીનો અવાજ સંભળાવવામાં આવે તો દૂધ વધુ આપે છે, આણંદના બોરસદ તાલુકાના ઝારોલા ગામના 50 વર્ષની ઉંમરના પશુપાલક અને ખેડૂત જયેશભાઈ શંભુભાઈ પટેલે 15 ગાય પર સંગીતના પ્રયોગો કર્યા છે. સંગીતથી ગાય ન્યુટ્રલ થાય છે. સંગીત ચાલતું હોય ત્યારે બ્લડસર્ક્યુલેશનમાં ફાયદો કરે છે. દૂધ દોહતી વખતે ગાય ન્યુટ્રલ થઈ જાય છે. ગાયને આનંદ મળે છે. એન્ટીબોડી લોસ અટકે છે. બળજબરી નહીં પણ તે દિલથી દૂધ આપે છે. સાયકલ અગલ થાય છે અને ગાયને સેટઅપ ચેઈન્જ મળે છે.
મધુર સ્વરને માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઘણા દેશોમાં ફેલાવે છે. કૃષ્ણ ગાયો ચરાવતા કે રાસ રમતા વાંસળી વગાડીને ગાયોના ગોવાળિયા તરીકે જાણિતા થયા હતા.કૃષ્ણની દ્વારકા નજીકના ગુજરાતના જામનગરમાં વગાડવામાં આવેલી 11 ફૂટની વાંસળીનો રેકોર્ડ હતો.
જામનગરનો રેકર્ડ તોડીને પીલીભીતની 16 ફૂટની સૌથી મોટી વાંસળીનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે. 2021 બાદ હવે તેની નોંધણી કરી દેવામાં આવી છે. ઘણી પેઢીઓથી વાંસળી બનાવવાનું કામ રાઈસ અહેમદનું છે. જે 3 કારીગરો દ્વારા 20 દિવસ સુધી કામ કર્યું હતું. અગાઉ 2 મીટર લાંબી વાંસળી બનાવી હતી.
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં 18 ડિસેમ્બરે ફ્લુટ ફેસ્ટિવલમાં જાણીતા વાંસળીવાદક પંડિત રાજેન્દ્ર પ્રસન્નાએ 16 ફૂટ લાંબી વાંસળી વગાડીને રેકોર્ડ બનાવ્યો હતો. નારકુલની વાંસમાંથી બનેલી વાંસળીની માંગ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અમેરિકા, ફ્રાન્સ, લંડન, પાકિસ્તાનમાં પણ છે. 55 લોકોની સાથે ફેક્ટરીમાં 40 લાખનો વાંસણીનો તેનો ધંધો છે.પીલીભીતમાં વાર્ષિક 10 થી 15 કરોડનું ટર્નઓવર વાંસળીના ધંધાનું છે.
Top News
એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર
ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?
રાજકોટમાં ટોળકી ડોક્યુમેન્ટ વગર બનાવી દેતા આધાર કાર્ડ
Opinion
