મધ્ય પ્રદેશમાં ભાજપની મોટી જીત, પણ CM કોણ બનશે? 4 નામ ચર્ચામાં

મધ્ય પ્રદેશમાં ભાજપે બધાની ધારણા ખોટી પાડી દીધી છે અને બહુમતી કરતા વધારે બેઠકો પર ભાજપ આગળ છે. મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આ વખતે એન્ટી ઇન્કમ્બનીસેન ખતમ કરવા માટે શિવરાજ સિંહ ચૌહાણનું નામ મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરવામાં નહોતું આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જ્યારે જ્યારે મધ્ય પ્રદેશમાં પ્રચાર કરવા માટે ગયા હતા ત્યારે તેમણે એક વખત પણ શિવરાજ સિંહ ચૌહાણનું નામ નહોતું લીધું.

ભાજપ ધારો કે શિવરાજ સિંહ ચૌહાણને ફરી મુખ્યમંત્રી ન બનાવે તો  બીજા નામો પણ ચર્ચામાં છે. જો કે ભાજપ હંમેશાં સરપ્રાઇઝ આપવા માટે જાણીતી પાર્ટી છે.

શિવરાજ સિવાય જે નામની ચર્ચા છે તેમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ મોખરે છે. સિંધિયાને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બનવાની વર્ષોથી તમન્ના છે અને એટલે જે તેમણે કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો.

એ સિવાય ભાજપના દિગ્ગજ નેતા કૈલાસ વિજય વર્ગીયનું નામ પણ CMની રેસમાં છે. તેઓ સાંસદ છે છતા ભાજપે વિધાનસભાની ટિકીટ આપી હતી. તેમણે કહ્યુ હતું કે, હું માત્ર ધારાસભ્ય બનવા મધ્ય પ્રદેશ નથી આવ્યો, પરંતુ પાર્ટી તરફથી મને મોટી જવાબદારી મલી શકે છે.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરનું નામ પણ ચર્ચામાં છે. ભાજપે પણ તેમને સાંસદ હોવા છતા વિધાનસભાની ટિકીટ આપી હતી.

મધ્ય પ્રદેશ ભાજપના પ્રમુખ વી ડી. શર્માનું નામ પણ મુખ્યમંત્રીની રેસમાં છે. તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા નહોતી, પરંતુ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કાનમાં કઇંક કહી રહ્યા હતા એ વાતની ચર્ચા પરથી વી ડી શર્મા પણ મુખ્યમંત્રીની રેસમાં આવી ગયી છે.  ઉપરાંત કેન્દ્રીય મંત્રી  ફગ્ગન સિંહ ફુલસ્તે અને મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાનું નામ પણ ચાલી રહે છે.

Top News

આ કાર કંપનીએ 2022ની કારમાં ગ્રાહકને સલાહ આપી કે E20 પેટ્રોલનો ઉપયોગ ન કરો!

તમે તમારી કાર લઈને ઘરની બહાર નીકળ્યા છો... મારે કયું પેટ્રોલ ભરવું જોઈએ? જો હું આ ઇથેનોલ બ્લેન્ડ (...
Tech and Auto 
આ કાર કંપનીએ 2022ની કારમાં ગ્રાહકને સલાહ આપી કે E20 પેટ્રોલનો ઉપયોગ ન કરો!

અમેરિકાના ટેરિફની અસર પર સુરત પર દેખાવા લાગી, 100થી વધુ રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા

ગઈકાલથી અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાગૂ કરી દીધો છે, ત્યારે હવે આ ટેરિફની અસર ડાયમંડ નગરી કહેવાતા...
Gujarat 
અમેરિકાના ટેરિફની અસર પર સુરત પર દેખાવા લાગી, 100થી વધુ રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા

ગુજરાતમાં નવા સાયક્લોનિક સર્ક્યુલેશનથી ફરી વરસાદી માહોલ, સૌરાષ્ટ્ર–કચ્છમાં વરાપ

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે ગુજરાતના દક્ષિણ,...
Gujarat 
 ગુજરાતમાં નવા સાયક્લોનિક સર્ક્યુલેશનથી ફરી વરસાદી માહોલ, સૌરાષ્ટ્ર–કચ્છમાં વરાપ

ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે

ગુજરાત ભાજપની રાજનીતિમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર પડકારો સામે આવ્યા છે જેના કારણે રાજ્યના રાજકીય માળખામાં અવિશ્વસનીયતા અને અસંતોષનો માહોલ...
Opinion 
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.