શુભ કાર્ય કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ એટલે અખાત્રીજ

અક્ષય તૃતીયાના શુભ દિવસે ભગવાન નર-નારાયણ, ભગવાન પરશુરામ, ભગવાન શંકર- પાર્વતી દેવી, ભગવાન હયગ્રીવની પુજા આરાધના કરી અક્ષય, સમૃદ્ધિ, સંપત્તિ પ્રાપ્ત કરીએ. આ દિવસે અક્ષય કળશની પુજા કરી સોનું, ચાંદી, વાહન શુભ-લાભ-અમૃતના ચોઘડિયામાં ખરીદવું લાભદાયી લગ્ન, ગૃહ પ્રવેશ, વસ્ત્ર આભૂષણોની ખરીદી કે જમીન કે મકાન વગેરેની ખરીદી માટે શ્રેષ્ઠ દિવસ. આ દિવસે બધા જ શુભ કાર્યો કરી શકાય. 

મુહૂર્ત ગ્રંથ પ્રમાણે અખાત્રીજ વૈશાખ સુદ ત્રીજના દિવસે હોય છે. આ અખાત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે. સનાતન ધર્મ અને હિન્દુ ધર્મમાં આ તહેવારોનું ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે તમામ મુહૂર્ત શુભ ગણાય છે. આ દિવસે કરાતા કોઇપણ મંગલ કાર્ય માટે યોગ, ગ્રહ, નક્ષત્ર જોવાની જરૂર હોતી નથી. 

આ અક્ષય તૃતિયાના દિવસે સોના-ચાંદીની ખરીદીની સાથે સાથે પ્રોપર્ટી બૂક કરાવવી હોય, ખરીદવી હોય તે માટે પણ દિવસ શ્રેષ્ઠ છે.

અખાત્રીજ એટલે કદી ક્ષય ન થનારી તિથિ. આ દિવસે કરાયેલા દાન પુણ્ય, હવન, જપનો વિશેષ મહત્ત્વ છે. આ દિવસે સતયુગ તેમજ ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો એવું શાસ્ત્રમાં ઉલ્લેખ છે તેનાથી એને યુગાદિ તિથિ પણ કહેવામાં આવે છે. આ દિવસે નર-નારાયણ, હયગ્રીવ અને ભગવાન પરશુરામનો અવતાર થયો હતો. આ દિવસે ભારતમાં અનેક શહેરોમાં મેળાઓ, શોભાયાત્રાના આયોજન પણ થાય છે. 

અખાત્રીજ સ્વયં સિદ્ધિ મુહૂર્ત છે. આ દિવસે વિવાહ-લગ્ન, વ્યવસાયનો શુભારંભ, ગૃહ પ્રવેશ, સોના-ચાંદી, વસ્ત્રાલંકારની ખરીદી કરી શકાય. આ દિવસથી વર્ષમાં તેજી-મંદી (કોમોડીટી) કેવી રહેશે તે વિશે ગણતરી કરવામાં આવતી હોય છે. અખાત્રીજના દિવસે આર્થિક સમૃદ્ધિ વધારવા માટે મહાલક્ષ્મીજીની ઉપાસના પણ કરવામાં આવતી હોય છે. જન્મકુંડળીના ગ્રહયોગો પ્રમાણે વિવાહ-લગ્નમાં વિલંબ યોગ બનતાં હોય તો આદિવસે ભગવાન શિવજી-મા પાર્વતી દેવીનું વિધીવત પૂજન કરી તાંબા અથવા માટીના કળશમાં પાણી ભરી પુષ્પ, ફળ, ગંધ, તલ અને અન્નવસ્ત્ર સાથે કળશ શિવ મંદિરે મૂકવામાં આવે છે અને માં પાર્વતી દેવીના ૐ કલીમ્‍ કલીમ્‍ નમઃ મંત્રના જપ કરી મનોવાંચ્છિત કન્યા-વર પ્રાપ્તિ માટે ઉપાસના કરવામાં આવતી હોય છે. આ દિવસે શુભ કાર્યો માટે મુહૂર્ત આ પ્રમાણે છે.

About The Author

Related Posts

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.