ન્યૂ યરની ઉજવણી મુસલમાનો માટે હરામ છે: રઝા એકેડમી પ્રમુખ સઇદ નૂરી

On

આમ તો નવા વર્ષ 2023નું સ્વાગત થઇ ચૂક્યું છે અને નવા વર્ષને વધાવતી ઉજવણીઓ પણ થઇ ચૂકી છે, પરંતુ મુંબઇની રઝા એકેડમીના પ્રમુખનો થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે સંદેશો આપતો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. રઝા એકેડમીના પ્રમુખ સઇદ નૂરી વીડિયોમાં મુસ્લિમ યુવાનોને થર્ટી ફર્સ્ટની ઉજવણીથી દુર રહેવા અપીલ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે ન્યૂ યરની ઉજવણી મુસલમાનો માટે હરામ છે.

રઝા એકેડમી મુંબઇના પ્રમુખ સઇદ નૂરીએ વીડિયો સંદેશમાં મુસલમાનોને કહ્યું છે કે થર્ટી ફર્સ્ટના દિવસે શૈતાની ખુરાફતથી દુર રહેજો. આ એવી ખુરાફાત હોય છે જેને જોઇને શેતાન પણ શરમાઇ જાય છે. એટલા માટે આવી અશ્લીલ હરકતોથી દુર રહેજો. આવા સમયે મસ્જિદ કે દરગાહ પર જઇને નમાઝ અદા કરજો

સઇદ નૂરીએ ટવીટ કરીને કહ્યું કે, તે અફસોસની વાત છે કે લોકો વર્ષની છેલ્લી રાતને થર્ટી ફર્સ્ટ નાઈટ કહે છે. આ રાતે એવી કઈ અભદ્રતા છે, જે આ રાત્રે કરવામાં આવતી નથી. આવા કૃત્યો ખુલ્લેઆમ કરવામાં આવે છે, જેને જોઈને શેતાન પણ શરમાઈ જાય. દરેક ધર્મ, દરેક જાતિ અને દરેક વયના લોકો આવા ગેરકાયદેસર અને હરામ કાર્યોમાં સામેલ થતા હોય છે.

મુસ્લિમ યુવાનો આવી પ્રવૃત્તિઓમાં વધુ રસ લેતા થયા છે. જો અત્યારે પણ આપણે બધા નિષ્કલંક નહીં બનીએ અને આપણી જાતિ અને આપણા સમુદાયને આ બેશરમીના શેતાની કૃત્યથી બચાવીશું નહીં, તો તેનું નુકસાન ખૂબ મોટું થશે, જે પછીથી ભરવું અશક્ય હશે.

નૂરીએ મુસ્લિમોને તેમના બાળકો પર નજર રાખવા કહ્યું. તેમણે કહ્યું કે યુવાનોને બેશરમી અને અશ્લીલતાથી રોકો. તેમને આવી મહેફિલના નુકસાનથી બચાવો. નૂરીએ કહ્યુ કે, રઝા એકેડમી અપીલ કરે છે કે થર્ટી ફર્સ્ટની રાત્રે મસ્જિદો આખી રાત ખુલી રાખવામાં આવે, અઝાન કરવામાં આવે અને નમાઝ અદા કરવામાં આવે

.

માત્ર મુસલમાન જ થર્ટી ફર્સ્ટ કે ન્યૂ યરની ઉજવણીનો વિરોધ કરે છે એવું નથી, પરંતુ વિશ્વ હિંદુ પરિષદ પણ ન્યૂ યરની ઉજવણી શાંતા કલોઝનો વિરોધ કરે છે.

જો કે દુનિયાભરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી રંગેચંગે પુરી થઇ અને નવા વર્ષના વધામણાં પછી લોકો કામે પણ લાગી ગયા છે.

Related Posts

Top News

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની...
National 
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.