બહેનો-દીકરીઓનો શાળામાં બોલિવુડ ડાન્સ બંધ કરવામાં આવે: દેવકી નંદન ઠાકુરની માગ

કથાકાર અને આધ્યાત્મિક ગુરુ તરીકે જાણીતા દેવકી નંદન ઠાકુરે PM મોદી સરકારને માગ કરી છે કે શાળાઓમાં બહેનો દીકરીઓ બોલિવુડ ગીતો પર ડાન્સ કરે છે તે બંધ કરી દેવામાં આવે. તેમણે કહ્યુ કે શાળામાં બોલિવુડ ગીતો વગાડવા યોગ્ય નથી.કથાકાર દેવકી નંદને એમ પણ કહ્યુ કે, આપણા બાળકોનું ચરિત્ર ચંદ્રશેખર આઝાદ,સુભાષચંદ્ર બોઝ, રાણી લક્ષમીબાઇ, ભગવાન રામ જેવું હોવું જોઇએ. દેવકી નંદને ભોપાલમાં ચાલી રહેલા એક કાર્યક્રમમાં આ વાત કરી હતી. તેમણે મોડર્ન શિક્ષણ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. કથાકાર ઠાકુરે લવ જેહાદનો મુદ્દો પણ ઉપાડ્યો હતો.

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં અત્યારે કથાકાર દેવકી નંદન ઠાકુરની કથા ચાલી રહી છે. કથા દરમિયાન ઉપસ્થિ શ્રોતાઓને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે, આ ખોટું છે કે વિદ્યાના મંદિરમા આપણા બાળકોને બોલિવુડ ગીતો પર નચાવવામાં આવી રહ્યા છે. તેમણે ભારત સરકાર પાસે માગ કરતા કહ્યું હતું કે, બોલિવુડ ગીતો આપણા બાળકોનું ચરિત્ર ખરાબ કરી રહ્યા છે એટલે શાળામાં બોલિવુડ ગીતો પર ડાન્સ બંધ થવા જોઇએ. તેમણે કહ્યું કે, આવી માંગ કરતા હું કોઇનાથી ડરતો નથી.

દેવકી નંદન ઠાકુરે કહ્યુ કે કાર્યક્રમોમાં અશ્લીલ ગીતો જ કેમ વગાડવમાં આવે છે? તેમણે કહ્યુ કે બાળકોને લક્ષ્મીબાઇ, ચંદ્રશેખર આઝાદ, સુભાષ ચંદ્ર બોઝ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓ, ભગવાન રામ,માતા સીતા અને સાવિત્રી જેવું જીવન જીવવાની શીખ આપવી જોઇએ. આવનારી પેઢી માટે આ જરૂરી છે.

કથાકાર દેવકી નંદન ઠાકુરે કથા દરમિયાન ઇશારા ઇશારામાંદરમિયાન લવ જેહાદ પર પણ વાત કરી હતી. ખાસ કરીને છોકરીઓને સંબોધતા તેમણે કહ્યું કે, કેટલા બદમાશો તમારી શાળા-કોલેજોમાં આવે છે અને નવી બાઇક, નવા વાહનો લઈને ફરે છે. ઠાકુરે કહ્યું કે શું કામ ફરી રહ્યા છે?  તો તેનું કારણ એવું છે કે તમારા પિતાને શરમિંદગીથી જીવવું પડે. એટલા માટે બદમાશો તમારી શાળા કોલેજો પાસે આંટા મારે છે.

દેવકી નંદને કહ્યું છોકરીઓને ઉદબોધન કરીને આગળ કહ્યું કે, તમે એવા લોકોની બાઇક અને બોડી જોઇને ખુશ થઇ ગયા અને તમારા માતા-પિતાને ભુલી ગયા. તમે એ વાત પણ ભુલી ગયા કે જે માતાએ 9 મહિના કુખમાં દુખ વેઠીને તમને જન્મ આપ્યો હતો.

દેવકી નંદને કહ્યું કે નવી પેઢી કથામાં આવવાનું પસંદ નથી કરતી, તેનું કારણ એવું છે કે કથામાં સુધારણાનું શિક્ષણ આપવામાં આવે છે, જિંદગીનો માર્ગ બતાવવામાં આવે છે. નવી પેઢીને ફિલ્મ પસંદ છે, એટલા માટે કે તેમાં નગ્ન નાચ બતાવવામાં આવે છે. આ બધું જોઇને પાછા યુવાનો કહે છે કે ઇટ્સ માય ચોઇસ, ઇટ્સ માય લાઇફ.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.