મહારાષ્ટ્રમાં 25,000 શાળાઓ બંધ, ધોરણ 10ની બોર્ડ પરીક્ષા અગાઉ મોટું આંદોલન; જાણો શું છે કારણ

મહારાષ્ટ્રમાં આજે લગભગ 25,000 શાળાઓ બંધ રાખવામા આવી છે. 10મા ધોરણની બોર્ડની પરીક્ષા અગાઉ ખાનગી, આંશિક રીતે અનુદાનિત અને અનુદાન વિનાની શાળાઓના આચાર્યો, શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓએ તેમની માંગણીઓના સમર્થનમાં આ બંધનું એલાન આપ્યું છે. જો કે, મુંબઈમાં હડતાળની ખાસ અસર દેખાઈ નહોતી, પરંતુ મરાઠવાડામાં ઘણી શાળાઓ બંધ રહી હતી.

શિક્ષકોની મુખ્ય માંગણીઓની વાત કરીએ તો તેમાં શિક્ષક ગોઠવણો પર પુનર્વિચાર, TETની આવશ્યકતા દૂર કરવી, ઓનલાઈન અને બિન-શૈક્ષણિક કાર્યના ભારણમાં ઘટાડો, જૂની શિક્ષણ-સંબંધિત યોજનાઓનો અમલ, કરાર આધારિત પ્રથા બંધ કરવાનો સમાવેશ થાય છે. આ માંગણીઓ અંગે, શિક્ષક સંઘે ચીમકી આપી છે કે તેઓ કોઈપણ સંજોગોમાં પાછળ નહીં હટે. ધોરણ 9 અને 10ની લગભગ 18,000 શાળાઓમાં અભ્યાસ પૂરી રીતે બંધ રહ્યો.

school-Closed2
indiatvnews.com

સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે, 5 ડિસેમ્બરે શિક્ષણ કાર્ય બાધિત ન થવું જોઈએ. શાળાઓ બંધ રાખનારા આચાર્યો, શિક્ષકો અને અન્ય કર્મચારીઓને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારાઓનો એક દિવસનો પગાર કાપવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ નિયામક ડૉ. મહેશ પાલકરે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને શાળાઓ ફરી શરૂ કરવા માટે કડક સૂચનાઓ જાહેર કરી છે.

school-Closed1
cambridge.org

સરકારે પગાર કાપનો આદેશ જાહેર કર્યા બાદ શિક્ષક સંગઠનોમાં અસંતોષ વધુ વધ્યો છે. મહાનગરીય શિક્ષક સંગઠને જણાવ્યું છે કે, ‘એક દિવસનો પગાર કાપ એ શિક્ષકોના અધિકારો પર હુમલો છે. અમારું સંગઠન આંદોલનને સમર્થન આપશે. શિક્ષક સંગઠનનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. એવામાં સરકાર અને શિક્ષક સંગઠનો વચ્ચે સંઘર્ષ વધવાની શક્યતા છે.

About The Author

Top News

ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે દીવાલ બની છે

સુરતમાં ડિમોલીશનનો મુદો અત્યારે ચર્ચામાં છે. ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર પછી મેયર દક્ષેશ માવાણી અને કમિશ્નર અનુપમ સિંહ...
Gujarat 
ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે દીવાલ બની છે

મહારાષ્ટ્રમાં 25,000 શાળાઓ બંધ, ધોરણ 10ની બોર્ડ પરીક્ષા અગાઉ મોટું આંદોલન; જાણો શું છે કારણ

મહારાષ્ટ્રમાં આજે લગભગ 25,000 શાળાઓ બંધ રાખવામા આવી છે. 10મા ધોરણની બોર્ડની પરીક્ષા અગાઉ ખાનગી, આંશિક રીતે અનુદાનિત...
National 
મહારાષ્ટ્રમાં 25,000 શાળાઓ બંધ, ધોરણ 10ની બોર્ડ પરીક્ષા અગાઉ મોટું આંદોલન; જાણો શું છે કારણ

હર્ષ સંઘવીએ મેવાણીના ગઢમાં જઇને નામ લીધા વગર 3 મુદ્દા પર ચાબખા મારી દીધા

કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીનો ગઢ વડ ગામ છે, કારણકે તેઓ વિધાનસભા અહીંથી જીત્યા છે. મેવાણી છેલ્લાં કેટલાંક દિવસથી દારુ...
Politics 
હર્ષ સંઘવીએ મેવાણીના ગઢમાં જઇને નામ લીધા વગર 3 મુદ્દા પર ચાબખા મારી દીધા

DGVCLના આ ભાઈને 85000નો પગાર ઓછો પડ્યો તે ખેડૂત પાસે લાંચ માંગવી પડી

દક્ષિણ ગુજરાતના કઠોર DGVCLના સબ ડિવીઝનમાં 23 વર્ષથી નોકરી કરતો સીનિયર કલાર્ક 70000 રૂપિયાની લાંચના કેસમાં ACBના હાથે...
Gujarat 
DGVCLના આ ભાઈને 85000નો પગાર ઓછો પડ્યો તે ખેડૂત પાસે લાંચ માંગવી પડી
Copyright (c) Khabarchhe All Rights Reserved.