દાનપેટીમાંથી મળી આવ્યો 100 કરોડનો ચેક, કેશ કરાવવા બેંકમાં ગયા તો...

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ભક્તે મંદિરમાં 100 કરોડ રૂપિયાનો ચેક દાનપેટીમાં નાખ્યો હતો. જ્યારે મંદિરનું તંત્ર ચેકને કેશ કરાવવા બેંકમાં ગયા તો તેમના પણ હોંશ ઊડી ગયા. કારણ કે જે ખાતા સાથે તે ચેક સંબંધિત હતો તે ખાતામાં માત્ર 17 રૂપિયાનું બેલેન્સ હતું. હવે આ ચેકનો ફોટો ઝડપી વાયરલ થઇ રહ્યો છે.

મામલો વિશાખાપટ્ટનમા સિમ્હાચલમમાં શ્રી વરાહ લક્ષ્મી નરસિમ્હા સ્વામી વારી દેવસ્થાનમ મંદિરનો છે. મંદિરની દાનપેટીના ચઢાવાને જોવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન દાનપેટીની નોટોમાંથી એક ચેક મળી આવ્યો. ચેકમાં 100 કરોડ રૂપિયાની રકમ લખી હતી. તેને જોઇ મંદિરનું મેનેજમેન્ટ ખુશ થઇ ગયું.

ત્યાર બાદ ચેકને કેશ કરાવવા માટે મંદિરના લોકો બેંકમાં પહોંચ્યા અને ચેકને કેશ કરાવવા પહોંચ્યા. કોટક બેંકના આ ચેકને જ્યારે બેંકના લોકોએ તપાસ્યો તો ચેક જે ખાતાથી જોડાયેલ હતો તેની તપાસ કરવામાં આવી. તેને જોઇ બેંક અને મંદિરના લોકો ચોંકી ગયા. કારણ કે ચેક તો 100 કરોડ રૂપિયાનો હતો પણ તેના સંબંધિત ખાતામાં માત્ર 17 રૂપિયા હતા.

હવે આ આખો કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 100 કરોડના ચેકની તસવીર પણ સામે આવી છે. જોકે, આ સંબંધમાં કોઈપણ રીતની પોલીસ ફરિયાદ સામે આવી નથી. માનવામાં આવી રહ્યું છે કે મજાકમાં આ ચેક દાનપેટીમાં નાખવામાં આવ્યો હોય.

આ ચેક પર કોઇ બોડ્ડેપલ્લી રાધાકૃષ્ણ દ્વારા સાઇન કરવામાં આવી છે.મંદિરાના કાર્યકારી અધિકારીએ તેને બેંકમાં લઇ જવાની વાત કહી. ભક્તના બેંક ખાતાના વેરિફિકેશનથી જાણ થઇ કે રાધાકૃષ્ણના ખાતામાં માત્ર 17 રૂપિયા હતા. જોકે તેનું સરનામુ મળ્યું નથી. મંદિરના ટ્રસ્ટનું કહેવું છે કે આ તેમના માટે કોઇ નવી વાત નથી. પહેલા પણ ભક્તો દ્વારા ખોટી રાશિનો ચેક દાનપેટીમાં નાખવામાં આવ્યો છે.

એવું પૂછવા પર કે મંદિર આવા મામલાઓમાં ચેક બાઉન્સનો કેસ કેમ નથી કરતું તો મંદિરના એક અધિકારીએ કહ્યું કે, સિમ્હાચલ મેનેજમેન્ટ આવા કિસ્સાઓને ધ્યાનમાં લેતું નથી. કારણ કે આ દાનના રૂપે મંદિરને આપવામાં આવે છે.

About The Author

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.