પાવાગઢમાં માતાના ભક્તોએ શ્રીફળ વધેરવાના પ્રતિબંધ વચ્ચે વચલો રસ્તો શોધી કાઢ્યો

ગુજરાતના વડાદોરથી લગભગ 55 કિ.મી દુર આવેલા પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરમાં શ્રીફળ વધેરવાના વિવાદ વચ્ચે માતાના ભક્તોએ વચલો રસ્તો શોધી કાઢ્યો છે. મંદિરના ટ્રસ્ટે તાજેતરમાં જ છોલેલા શ્રીફળ લઇને મંદિરમાં આવવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. શ્રીફળ વધેરવા માટેનું સ્ટેન્ડ બંધ કરી દેવાતા ભક્તોએ પગથિયા પર જ શ્રીફળ વધેરી દીધા હતા. જાણે, ભક્તો એમ કહી રહ્યા છે કે અમને તો કોઇ પ્રતિબંધ નડતો નથી.

બનાસકાંઠામાં આવેલા મા અંબાના મંદિર અંબાજીમાં મોહનથાળ અને ચીકીનો વિવાદ ઉભો થયાના થોડા દિવસો બાદ પાવાગઢમાં પણ છોલેલા નારિયળ પર પ્રતિબંધ મુકાતા વિવાદ શરૂ થયો હતો. હવે 22 માર્ચ, બુધવારથી ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થયો હતો અને માતાના ભક્તો મોટી સંખ્યામાં ચૈત્રી નવરાત્રીમાં દર્શન કરવા માટે આવતા હોય છે. મહાકાળી માતાના મંદિરે દર્શન કરવાથી મનોકામના પુરી થાય છે એવી માન્યતા છે અને લોકો બાધા પણ રાખે છે. મહાકાળી મંદિરના ટ્રસ્ટે છોલેલા નારિયેળ પર પ્રતિબંધ મુક્યો અને તેનો અમલ પણ શરૂ થઇ ગયો હતો. તો માતાના ભક્તોએ પગથિયા પર જ શ્રીફળ વધેરીને વચલો રસ્તો શોધી કાઢ્યો હતો.

શ્રી મહાકાળી મંદિર ટ્રસ્ટે નારિયેળને છોલવા માટે મશીનો પણ મુક્યા હતા, પરંતુ ભક્તોને મશીનમાં કોઇ રસ દેખાતો નહોતો.મશીન તો શોભાના ગાંઠીયા બનીને રહી ગયું હતું અને ભક્તોતો છોલેલું શ્રીફળ જ ખરીદી રહ્યા છે. માતાના ભક્તો જ્યાં જગ્યા મળે ત્યાં શ્રીફળ વધેરી રહ્યા હોવાથી ગંદકીના ઢગ ખડકાયા છે. મંદિરના ટ્રસ્ટે આ જ કારણે છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ મુક્યો હતો કે શ્રીફળના છોડા અને કાચલાના કારણે મંદિરમાં ગંદકી વધારે રહેતી હતી. પાવાગઢમાં આવેલા મહાકાળી માતાના મંદિરમાં સામાન્ય દિવસોમાં પણ સેંકડો ભક્તો દર્શન કરવા માટે આવે છે અને તેમાં પણ નવરાત્રીના પવિત્ર તહેવાર વખતે તો મંદિરમાં પગ મુકવાની પણ જગ્યા હોતી નથી એવા સમયે ટ્રસ્ટ માટે પણ ભક્તો પર અંકુશ મુકવો મુશ્કેલ છે.

પાવાગઢની વાત કરીએ તો વડોદરાથી લગભગ 55  કિ.મી દુર આવેલું છે અને ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક એક ડુંગર છે. આ ડુંગરની ટોચ પર મહાકાળી માતાનું મંદિર હોવાને કારણે રાજ્યના પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થ સ્થળ બની ગયું છે. પાવાગઢની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલા ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે. ચૈત્રી નવરાત્રી અને આસો મહિનાની નવરાત્રીમાં મહાકાળી માતાના મંદિરમાં હકડેઠઠ ભીડ રહે છે. પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે.

About The Author

Top News

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.