- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ- 14-10-2025
વાર- મંગળવાર
મેષ - બીમારીઓથી અને શત્રુઓથી સાવધાન રહેવું, ઘર પરિવારની બાબતમાં ધ્યાન આપી શકશો, હનુમાનજીનું સ્મરણ કરી દિવસ શરૂ કરો.
વૃષભ - વિદ્યા અભ્યાસમાં આજે વધારે ધ્યાન આપવું, આર્થિક લાભોમાં વધારો થશે, માં કુળદેવીનું ધ્યાન કરી દિવસ સરૂ કરશો.
મિથુન - નોકરી ધંધામાં આજે મહેનત વધારે કરશો, ધન લાભ થશે, ગાય માતાના દર્શન આજે અવશ્ય કરો.
કર્ક - વિદેશથી ધનલાભ થઈ શકે છે, હરવા ફરવામાં આનંદ માણી શકશો, મહાદેવજીનું સ્મરણ આજે અવશ્ય કરવું.
સિંહ - આર્થિક સ્થિતિ મજબૂત બને, તમારી ધાર્મિકતામાં વધારો થાય, પાણિયારે આજે હાથ જોડી દિવસની શરૂઆત કરો.
કન્યા - નોકરી ધંધામાં લાભકારી દિવસ, તમારા સંબંધોને મજબૂત બનાવી શકશો, ભગવાન વિષ્ણુનું સ્મરણ અવશ્ય કરો.
તુલા - કોર્ટ કચેરીના કામ સાવચેતી પૂર્વક કરવા, શારીરિક રોગ પીડામાં રાહત મળશે, આજના દિવસે તમારી કુળદેવીનું ધ્યાન કરો.
વૃશ્ચિક - નોકરી ધંધા માટે ખૂબ સારો દિવસ, તમારી મહેનતનું ફળ મળશે, ગણેશજીને સફેદ વસ્તુ અર્પણ કરો.
ધન - અંત સમયે કામ બગડે નહીં ધ્યાન આપવું, ઘર પરિવારમાં લાગણી વધે, આજે માં દુર્ગાનું ધ્યાન અવશ્ય કરવું.
મકર - કોઈ પણ સાહસ વિચારીને કરવું, યાત્રા પ્રવાસમાં સાવચેતી રાખવી, આજે તમારા પિતૃઓના આશીર્વાદ અવશ્ય લેવા.
કુંભ - બહારનો ખોરાક આજના દિવસે ટાળવો, તમારી વાણીના પ્રભાવથી તમારા કામ થશે, માં સરસ્વતીનું ધ્યાન આજે અવશ્ય કરવું.
મીન - ભાગીદાર સાથે મતભેદ રહે, ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો, આજે માં કાળી માતાનું ધ્યાન અવશ્ય કરવું, આપનો દિવસ મંગલમય રહે,
દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

