- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તા 07-10-2019
વાર: સોમ
વિક્રમ સંવતઃ 2075
મહાવીર જૈન સંવતઃ 2545
શાલીવાહન શક સંવત: 1941
ખ્રિસ્તી સંવત: 2019
માસઃ આસો
પક્ષઃ સુદ
તિથિ: નોમ
પારસી તા.: 22
મુસ્લિમ તા.: 08
નક્ષત્રઃ ઉત્તરાષાડા
યોગ: સુકર્મા
કરણ: તૈતિલ
દિશાશૂલ: પૂર્વ દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.
રાહુકાળ: 07.30થી 09.00 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.
ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ મકર છે, તેથી જન્મેલા બાળકોના નામ જ.ખ.અક્ષર પર રાખી શકાય.
તા. ૦૭-૧૦-૨૦૧૯
મેષ(અ.લ.ઈ): સત્તા, અધિકાર અને પ્રભાવથી મિજાજમાં વધારો થાય. યાત્રા-પ્રવાસમાં સ્નેહીજનની મુલાકાત થવાથી મનમાં આનંદ વધશે. સંતાનોની પ્રગતિ થાય. તમારા કામની કદર થાય.
વૃષભ(બ.વ.ઉ): અલ્પ પરિચિત વ્યક્તિથી મોટો ફાયદો થવાની સંભાવના પ્રબળ છે. સામાજિક સંબંધોમાં વિસ્તાર કરવો પડશે. પરિવારમાં શાંતિનું વાતાવરણ સર્જાય. જમીન-મિલકત અંગેના કાર્યમાં સફળતા મળે.
મિથુન(ક.છ.ઘ): વધુ પડતી દોડધામ કરવા છતાં ઇચ્છિત સફળતા ન મળવાથી મન અશાંત રહ્યા કરશે. આયોજનમાં સાવચેતીપૂર્વક કામ કરવાથી પણ નુકશાન થાય.
કર્ક(ડ.હ.): આપત્તિમાંથી માર્ગ મળશે. કાર્યક્ષેત્રે મિત્રોથી વિશેષ ફાયદો રહે. આરોગ્ય એકંદરે સારું રહેશે. આવક-જાવક સરભર રહે. એક પછી એક કામ ઉકેલાતુ જણાય.
સિંહ(મ.ટ.): દોડધામ વધશે. છતાં નાના પાયા પર સફળતા મળે. દિવસ ખર્ચાળ હોવા છતાં સાચા મિત્રોને કારણે, નવી ઓળખાણને કારણે તકો ઝડપી શકશો. અવર-નવર યાત્રા-પ્રવાસનું આયોજન થાય.
કન્યા(પ.ઠ.ણ.): સમૃદ્ધિમાં વધારો થવાથી પ્રગતિની તકો ઝડપી શકશો. નાણાંકીય વ્યવહારમાં સાચવવું. ઉછીના નાણાં પાછા ફરે. શુભ-માંગલિક પ્રસંગો ઉજવાય. શારીરિક રાહત રહેશે.
તુલા(ર.ત.): નજીવી ક્ષતિથી મોટું નુકશાન થાય. જન્મકુંડળીના શુભ ગ્રહયોગો પ્રભાવશાળી હશે તો તેમાંથી ઉગરી જવાશે. કોર્ટ-કચેરીના કાર્યો ઉકેલવામાં વિલંબ થાય. આર્થિક સ્થિતિ તંગ બને.
વૃશ્ચિક(ન.ય.): જૂના વિખવાદોમાં સમાધાન થતાં મન પ્રફુલ્લિત બની ઉઠશે. પરિવારમાં સ્નેહ અને સુમેળ જળવાય. દાંપત્યજીવન સ્નેહી અને મધુર બને. માનસિક ચિંતા હળવી થાય.
ધન(ભ.ધ.ફ.ઢ.): પરિવાર, સમાજ, મિત્ર મંડળમાં યશ-ખ્યાતિ વધારશો. કાર્યક્ષેત્રે આયોજનપૂર્વક કામ કરવાથી ઇચ્છિત સફળતા મેળવી શકશો. કોર્ટ-કચેરીના કાર્યોમાં ધારેલી સફળતા મળશે.
મકર(જ.ખ.): ધાર્યા કાર્યોની સફળતા માટે પ્રેરણા જરૂરી છે. મહત્ત્વની બાબતોમાં નિર્ણય મુલતવી રાખવો હિતાવહ બને. ભાગીદારીના ધંધામાં વિશેષ ફાયદો રહે.
કુંભ(ગ.શ.સ.): ઉત્તેજનાની પળોમાં નિર્ણયશક્તિ કુંઠિત થઇ જાય. સંતાન સાથે નજીવા કારણસર વિવાદની સ્થિતિ ઊભી થાય. પડવા-વાગવાથી માથામાં કે પગમાં ઇજા ન થાયતે બાબતે કાળજી રાખવી.
મીન(દ.ચ.ઝ.થ.): સ્વભાવમાં આનંદીપણું આવે. મહત્ત્વના કાર્યોમાં પ્રેરણા મળશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે. ચાંદીના વ્યવસાયમાં વિશેષ ફાયદો રહે. નોકરી-ધંધામાં શ્રેષ્ડ સફળતા મળે.
------
જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા
619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880
મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7