- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મુહૂર્ત
તારીખ-25-07-2025
વાર - શુક્રવાર
માસ - શ્રાવણ સુદ એકમ
આજે રાશિ - કર્ક
ચોઘડિયા, દિવસ
ચલ 06:11 - 07:49
લાભ 07:49 - 09:28
અમૃત 09:28 - 11:07
કાળ 11:07 - 12:45
શુભ 12:45 - 14:24
રોગ 14:24 - 16:02
ઉદ્વેગ 16:02 - 17:41
ચલ 17:41 - 19:19
ચોઘડિયા, રાત્રિ
રોગ 19:19 - 20:41
કાળ 20:41 - 22:02
લાભ 22:02 - 23:24
ઉદ્વેગ 23:24 - 24:45
શુભ 24:45 - 26:07
અમૃત 26:07 - 27:28
ચલ 27:28 - 28:50
રોગ 28:50 - 30:11
રાહુ કાળ 11:07 - 12:45
યમ ઘંટા 16:02 - 17:41
અભિજિત 12:19 - 13:11
મેષ - આવક કરતા જાવક વધે નહીં ધ્યાન રાખવું, ઘરમાં ચિંતા વાળુ વાતાવરણ રહેશે, મોસાળ તરફથી સારા સમાચાર મળી શકે છે.
વૃષભ - ભાગ્ય વધારે પ્રબળ બને, સાહસ વિચારીને કરવું, ઘર માટે નવી વસ્તુ વસાવી શકશો.
મિથુન - નાક કાન ગળાના દર્દથી સાચવવું, આર્થિક સ્થિતિ સુધારવાના પ્રયાસ ફળે.
કર્ક - જીવનસાથી સાથે ના સંબંધોમાં મીઠાશ લાવો, શત્રુઓને તમારી બુદ્ધિથી પરાસ્ત કરી શકશો.
સિંહ- વાહન સાચવીને ચલાવવું અકારણ ના ખર્ચ ટાળવા, ધંધા નોકરી માટે સારો દિવસ.
કન્યા- પોતાની જાતને ખોટી જગ્યાએ સાબિત કરવામાં સમય ન બગાડો, ઘર પરિવારની બાબતોમાં સુધારો લાવી શકશો.
તુલા - જીવનમાં પડેલી ઘૂંચો ઉકેલવાના પ્રયાસ વધારો, આત્મવિશ્વાસથી તમારા કામમાં આગળ વધો.
વૃશ્ચિક - ધન લાભની મળતી તકોનો પૂરો લાભ ઉઠાવો, અકારણ પ્રવાસો ટાળવા.
ધન - ખોરાકમાં ખાસ કાળજી લેવી, વિવાદોથી દૂર રહેવું, મનની શાંતિ માટેના પ્રયાસ વધારો.
મકર - સંતાનો તરફથી ઉપેક્ષાઓ ફળે, શારીરિક કષ્ટ પીડામાં કાળજી લેવી, વ્યાપારમાં કોઈ મોટા નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરતા.
કુંભ - કર્જ વધારવો નહીં, શત્રુ સાથેના સંઘર્ષને ટાળજો, ધંધાકીય બાબતમાં સફળતા મળશે.
મીન - સમય સાથ આપતો લાગે, આવક વધારવા સારો સમય, પોતાના મનથી વિચારેલું કાર્ય સિદ્ધ થશે, આપનો દિવસ મંગલમય રહે. દિવ્યાંગ ભટ્ટ

