શું માર્ચથી ATMમાં નહીં મળે રૂ. 500ની નોટ, સરકારે આપી દીધો જવાબ

500 રૂપિયાની નોટ આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે માર્ચ 2026થી ATMમાં 500 રૂપિયાની નોટો મળવાની બંધ થઈ જશે. હવે આ વાત કેમ ઉઠી રહી છે? આમાં કેટલું સત્ય છે અને સરકારની ફેક્ટ-ચેકિંગ એજન્સીએ શું કહ્યું? ચાલો વિસ્તારથી સમજીએ.

ગયા વર્ષે, સરકારે નાની નોટોને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી. બેંકોને કહેવામાં આવ્યું હતું કે, તેઓ ATMમાં નાની નોટોની સંખ્યા વધારે. સરકારનું કહેવું હતું કે બેંકોએ ATMમાં 100 અને 200 રૂપિયા જેવી નાની નોટોની સંખ્યા વધારવી જોઈએ. ત્યારબાદ, બેંકોએ તેનો અમલ કર્યોં. જોકે આનો અર્થ એ નથી કે સરકારે 500 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી.

સત્ય શું છે?

હવે સરકારની ફેક્ટ-ચેકિંગ એજન્સીએ સોશિયલ મીડિયા પર થઈ રહેલા આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. ફેક્ટ-ચેકિંગ એજન્સીએ જણાવ્યું છે કે આ બધુ જે ચાલી રહ્યું છે, તે પૂરી રીતે નિરાધાર છે. સરકારની 500 રૂપિયાની નોટને બંધ કરવાની કોઈ યોજના નથી. ન તો તેણે આ નોટોને ATMમાંથી હટાવવાની વાત કહી છે.

RS-500-Notes
ndtv.com

સરકારની ફેક્ટ-ચેકિંગ એજન્સી PIB, એ પણ સ્પષ્ટ કર્યું કે 500 રૂપિયાની નોટો હજુ પણ લીગલ ટેન્ડર છે, એટલે કે તે પહેલાની જેમ વ્યવહારો માટે પૂરી રીતે માન્ય છે. સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા અપ્રમાણિત અને ભ્રામક સમાચાર પર વિશ્વાસ ન કરે. કોઈપણ માહિતી શેર કરતા પહેલા તેને સત્તાવાર સોર્સથી તેની પુષ્ટિ જરૂર કરો.

આ પહેલી વખત નથી, જ્યારે 500 રૂપિયાની નોટો અંગે આવી અફવાઓ ફેલાઈ હોય. આ અગાઉ પણ નોટબંધી અથવા 500 રૂપિયાની નોટો બંધ થવાને લઈને દવા કરવામાં આવ્યા છે, જેને સરકારે ફગાવી દીધા છે. જૂનમાં, PIBX પર સ્પષ્ટતા કરી હતી કે માર્ચ 2026માં કથિત ડિમોનેટાઇઝેશન અંગેના દાવા સંપૂર્ણપણે ખોટા છે અને ફક્ત લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે.

About The Author

Related Posts

Top News

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ...
Gujarat 
જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.