કમાણીની 66% રકમ સમાજ સેવામાં વાપરે છે છતા 158 વર્ષ જૂનું 26 લાખ કરોડનું ટાટા ગ્રુપનું સામ્રાજ્ય જાણો કેવી રીતે કામ કરે છે

ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, TCS, ટાટા સોલ્ટ, ટાટા Tea, એર ઇન્ડિયા, જગુઆર, લેન્ડ રોવર, ટાઇટન, ફાસ્ટ્રેક, તનિષ્ક, સ્ટારબક્સ, વોલ્ટાસ, ઝારા, વેસ્ટસાઇડ, કલ્ટફિટ, ટાટા AIG, ટાટા પ્લે, ટાટા 1MG અને ટાટા કેપિટલ... આ યાદી વાંચતા વાંચતા કદાચ તમે કંટાળી જશો ત્યારે એ ખતમ થશે. શક્ય છે કે હજુ પણ કેટલાક નામો બાકી રહી ગયા હોય, કારણ કે આપણે ટાટા ગ્રુપ વિશે વાત કરી રહ્યા છીએ. ગ્રુપના ગવર્નિંગ બોડી, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને બુધવાર, 12 ઓગસ્ટના રોજ રાજીનામું આપ્યું. હવે તેઓ આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી ગ્રુપની કમાન સંભાળશે. આ પ્રશ્ન ઉભો થાય છે, રેલ્વે અને સંરક્ષણ પછી ભારતનો બીજો સૌથી મોટો નોકરીદાતા આ ગ્રુપ કેવી રીતે કાર્ય કરે છે? આ પ્રશ્નનો જવાબ જાણવો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે આ આખું ગ્રુપ 1, 2 કે 3 લાખ કરોડનું નથી, પરંતુ 26 લાખ કરોડનું છે. તો ચાલો, અહીં જોઈ લઈએ કે, ભારતીય કોર્પોરેટ જગતમાં સૌથી વિશ્વસનીય સમૂહ, ટાટા ગ્રુપ કેવી રીતે કાર્ય કરે છે...

Jamsetji Tata
hindi.scoopwhoop.com

જ્યારે દેશ ગુલામીથી જકડાયેલો હતો, ત્યારે એક સ્વપ્નદ્રષ્ટાએ સ્વતંત્રતા પહેલા ભારતના ઔદ્યોગિક વિકાસનું સ્વપ્ન જોયું હતું. વર્ષ 1868 હતું... અને તે વ્યક્તિ હતા જમશેદજી નુસેરવાનજી ટાટા. તેમણે માત્ર 21,000 રૂપિયાની પ્રારંભિક મૂડી સાથે એક નાની વેપારી કંપની શરૂ કરી. ત્યારપછી તેમણે મુંબઈમાં એક બંધ કપાસની મિલ ખરીદીને કાપડ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. પરંતુ જમશેદજીનું લક્ષ્ય ફક્ત નફો કમાવવાનું નહોતું. તેઓ જાણતા હતા કે ભારતને પોતાના પગ પર ઊભા રહેવા માટે ભારે ઉદ્યોગોની જરૂર છે.

Tata Group
timesnowhindi.com

ભલે જમશેદજીએ તેમના જીવનકાળમાં ફક્ત તાજમહેલ પેલેસ હોટેલ (1903)નું બાંધકામ પૂરું થયેલું જોઈ શક્યા છતાં, તેમના વંશજો, સર દોરાબજી ટાટા, JRD ટાટા અને સર રતન ટાટાએ તેમના વિચારોને આગળ વધાર્યા. આ પાયો એ પાયો હતો જેના પર ટાટા સ્ટીલ (1907), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc બેંગલુરુ) અને ટાટા પાવર જેવી સીમાચિહ્નરૂપ સંસ્થાઓનું નિર્માણ થયું હતું.

હવે, આટલા મોટા સમૂહના કાર્યની વાત કરીએ તો... આટલું વિશાળ સામ્રાજ્ય એક વ્યક્તિ, પરિવાર અથવા કેન્દ્રિય કાર્યાલય દ્વારા ચલાવી શકાતું નથી. ટાટા ગ્રુપની સૌથી મહત્વપૂર્ણ લાક્ષણિકતા તેનું ત્રણ-સ્તરીય, પારદર્શક માળખું છે, જે સંચાલન અને માલિકીને સંપૂર્ણપણે અલગ રાખે છે:

Tata Group
etvbharat.com

ટાટા ટ્રસ્ટ્સ (ગાર્ડિયન/માલિક): સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ ટાટા ગ્રુપની પ્રાથમિક હોલ્ડિંગ કંપની, ટાટા સન્સમાં લગભગ 66 ટકા શેર ધરાવે છે. આ ટ્રસ્ટો વ્યવસાયિક નિર્ણયોમાં સીધી દખલ કરતા નથી. તેઓ વાલી તરીકે કાર્ય કરે છે, મુખ્યત્વે ડિવિડન્ડ દ્વારા જૂથની નીતિશાસ્ત્ર, મૂલ્યો અને સામાજિક સેવા સુનિશ્ચિત કરવાનું કામ સોંપવામાં આવે છે.

Tata Group
etvbharat.com

ટાટા સન્સ (હોલ્ડિંગ કંપની અને વ્યૂહાત્મક નેતૃત્વ): ટાટા સન્સ સમગ્ર ટાટા ગ્રુપ માટે પ્રમોટર અને હોલ્ડિંગ કંપની છે. ડિરેક્ટર બોર્ડ અને તેના ચેરમેન ગ્રુપના મૂડી ફાળવણી, મુખ્ય વ્યૂહાત્મક નિર્ણયો અને લાંબા ગાળાના વિઝનનું નિરીક્ષણ કરે છે. આ કંપની ઓપરેટિંગ કંપનીઓમાં મૂડીનું રોકાણ કરે છે અને બોર્ડ સ્તરે દિશા પૂરી પાડે છે.

Tata Group
etvbharat.com

ઓપરેટિંગ કંપનીઓ (સ્વતંત્ર કામગીરી): TCS, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાઇટન અને વોલ્ટાસ જેવી કંપનીઓ સ્વતંત્ર ડિરેક્ટર બોર્ડ, મેનેજિંગ ડિરેક્ટર અને CEO દ્વારા સંચાલિત થાય છે. તેમને રોજિંદા વ્યવસાયિક કામગીરી, પ્રોડક્ટ લોન્ચ અને બજાર વ્યૂહરચનાઓનું સંચાલન કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે.

સામાન્ય રીતે, કોર્પોરેટ કંપનીઓમાં નફો પ્રમોટરો અથવા શેરધારકોને જાય છે, પરંતુ ટાટામાં, પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ હોય છે. જ્યારે TCS અથવા ટાટા મોટર્સ જેવી કંપનીઓ નફો કરે છે, ત્યારે તેઓ ટાટા સન્સને ડિવિડન્ડ ચૂકવે છે. ટાટા સન્સના ડિવિડન્ડનો 66 ટકા સીધો ટાટા ટ્રસ્ટને જાય છે. ટાટા ટ્રસ્ટના વાર્ષિક અહેવાલ મુજબ, આ ભંડોળનો ખુબ મોટો હિસ્સો, 40 ટકાથી વધુ, સીધો આરોગ્યસંભાળ અને કેન્સર સંશોધન માટે જાય છે. મુંબઈની ઐતિહાસિક ટાટા મેમોરિયલ હોસ્પિટલ અને દેશભરના અનેક રાજ્યોમાં બંધાઈ રહેલા અદ્યતન કેન્સર કેર સેન્ટરોને આ ડિવિડન્ડ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. ભારતની નંબર વન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, IISc બેંગ્લોર (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ), TIFR (ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ), અને TISS (ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ) જેવી વિશ્વ કક્ષાની સંસ્થાઓને પણ આ જ ભંડોળ દ્વારા નાણાં પુરા પાડવામાં આવે છે. દર વર્ષે સેંકડો કરોડ રૂપિયા સીધા જલ જીવન મિશન, કુપોષણ સામેની ઝુંબેશ અને ગ્રામીણ આજીવિકા કાર્યક્રમો પર ખર્ચવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે તમે ટાટા સોલ્ટ અથવા ટાટા Tea ખરીદો છો, ત્યારે તમારી મહેનતથી કમાયેલા પૈસાનો એક ભાગ પરોક્ષ રીતે દેશભરના દૂરના ગામમાં શાળા કે હોસ્પિટલ બનાવવા અથવા ચલાવવા માટે ઉપયોગમાં લેવાય છે.

Tata Group
etvbharat.com

આટલું મોટું ગ્રુપ કોઈ ખોટા નિર્ણયો ન લે અને ટ્રસ્ટના મૂલ્યોનું રક્ષણ કરે તે સુનિશ્ચિત કરવા માટે, ટાટા સન્સના આર્ટિકલ ઑફ એસોસિએશનમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. ટાટા ટ્રસ્ટ્સ દ્વારા નામાંકિત ડિરેક્ટરોને અત્યંત સંવેદનશીલ બોર્ડના નિર્ણયો પર વીટો અને ખાસ સંમતિનો અધિકાર છે. ઉદાહરણ તરીકે, જો ટાટા સન્સ કોઈ નવી મોટી કંપની સાથે મર્જ થાય, અબજો ડૉલરનું નવું રોકાણ કરે, અથવા નવા ચેરમેનની પસંદગી કરે, તો ટ્રસ્ટ દ્વારા નામાંકિત ડિરેક્ટરોની મંજૂરી ફરજિયાત છે. આ જ કારણ છે કે, N. ચંદ્રશેખરનના રાજીનામા પછી, ટાટા ટ્રસ્ટ નવા ચેરમેનની પસંદગીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ટૂંકમાં, ટાટા ગ્રુપ ફક્ત એક વ્યાપારી ગૃહ નથી, પરંતુ ટ્રસ્ટીશીપ મોડેલ પર આધારિત ભારતની ઔદ્યોગિક ઓળખ છે. આ જ કારણ છે કે નેતૃત્વ બદલાય છે, ચેરમેન બદલાય છે, પરંતુ 158 વર્ષ પછી પણ, આ રૂ. 26 લાખ કરોડનું સામ્રાજ્ય દેશના અર્થતંત્રનો મુખ્ય આધારસ્તંભ બની રહ્યું છે.

About The Author

Related Posts

Top News

NSEના નિફ્ટી ફિફ્ટીમાં મોટો બદલાવ આવી રહ્યો છે

શેરબજારના રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના 'નિફ્ટી-50' (Nifty-50) ઇન્ડેક્સમાં સામેલ શેરોમાં મોટો ફેરફાર થવા...
Business 
NSEના નિફ્ટી ફિફ્ટીમાં મોટો બદલાવ આવી રહ્યો છે

શું નંબર પ્લેટ ઢાંકવાથી છેતરપિંડીનો ગુનો બને? વાંચી લો સુપ્રીમ કોર્ટનો ચુકાદો

સુપ્રીમ કોર્ટે એક વ્યકિત વિરુદ્ધ નોંધાયેલો છેતરપિંડીનો કેસ રદ કરતો આદેશ કર્યો હતો. આ વ્યક્તિ પર તેની હોન્ડા એક્ટીવાની પાછળના...
National 
શું નંબર પ્લેટ ઢાંકવાથી છેતરપિંડીનો ગુનો બને? વાંચી લો સુપ્રીમ કોર્ટનો ચુકાદો

કોચ કે મેન્ટર... નિવૃત્તિ પછી શું કરશે રોહિત શર્મા? અશ્વિને કરી ભવિષ્યવાણી

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માની ક્રિકેટ કારકિર્દી હવે તેના અંતિમ તબક્કામાં છે. ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ...
Sports 
કોચ કે મેન્ટર... નિવૃત્તિ પછી શું કરશે રોહિત શર્મા? અશ્વિને કરી ભવિષ્યવાણી

'તે મારા અંડરઆર્મ્સ સુંઘે છે અને...', પતિની આ હરકતથી પરેશાન છે ગૌહર ખાન

બોલિવૂડ એક્ટ્રેસ ગૌહર ખાન તાજેતરમાં પોતાના પતિ ઝૈદ દરબાર સાથે એક ચેટ શોમાં પહોંચી હતી. આ શોનું નામ 'ડબલ...
Entertainment 
'તે મારા અંડરઆર્મ્સ સુંઘે છે અને...', પતિની આ હરકતથી પરેશાન છે ગૌહર ખાન

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.