શેરબજારના રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના 'નિફ્ટી-50' (Nifty-50) ઇન્ડેક્સમાં સામેલ શેરોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. લગભગ ત્રણ દાયકા સુધી નિફ્ટી-50નો હિસ્સો રહ્યા બાદ, હવે IT ક્ષેત્રની દિગ્ગજ કંપની 'વિપ્રો લિમિટેડ' (Wipro Limited) આ ઇન્ડેક્સમાંથી બહાર થવા જઈ રહી છે. 6 મહિનાની સમીક્ષા પછી આ નિર્ણય લેવાયો છે.
BSE લિમિટેડ તેનું સ્થાન લેશે. આ ફેરફારની વિપ્રો અને BSEના શેરો પર સીધી અસર પડશે. નિફ્ટી ઇન્ડેક્સમાં આ નવો ફેરફાર આવતા મહિને, એટલે કે સપ્ટેમ્બરમાં અમલમાં આવશે. અહેવાલો અનુસાર, ૨૯ સપ્ટેમ્બરે ટ્રેડિંગના સમાપન સાથે નિફ્ટી સાથેની વિપ્રોની ત્રણ દાયકા લાંબી સફર પૂર્ણ થશે; વાસ્તવમાં, ૩૦ સપ્ટેમ્બરથી કંપનીને ઇન્ડેક્સમાંથી દૂર કરવામાં આવશે.