4 લાખ રૂપિયા આપીને બન્યો કોન્સ્ટેબલ, આ રીતે થયો છેતરપિંડીનો પર્દાફાશ

બિહારના મોતિહારીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બાપુધામ રેલવે સ્ટેશન પર છેલ્લા 10 દિવસથી પોલીસનો યુનિફોર્મ પહેરીને ફરજ બજાવતા એક યુવકની શહેર પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે તે અસલી પોલીસ નહીં, પરંતુ નકલી કોન્સ્ટેબલ હતો. પૂછપરછ દરમિયાન યુવકે જે કહાની કહી તેણે પોલીસને પણ ચોંકાવી દીધી. મળતી માહિતી મુજબ યુવક છેલ્લા 10 દિવસથી બાપુધામ રેલવે સ્ટેશન પર પોલીસનો યુનિફોર્મ પહેરીને ફરજ બજાવતો હતો. આ દરમિયાન સ્ટેશન પર પસાર થતા લોકો અને કર્મચારીઓને તેના પર શંકા ગઈ. ત્યારબાદ આ અંગેની માહિતી શહેર પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી.

માહિતી મળતા જ શહેર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજીવ રંજને તાત્કાલિક કાર્યવાહી કરી અને યુવકને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન તે નકલી કોન્સ્ટેબલ હોવાનું બહાર આવ્યું હતું. ધરપકડ કરાયેલ યુવકની ઓળખ રાજેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઈસ્માઈલ ગામના રહેવાસી શંભુ રામના પુત્ર પવન કુમાર તરીકે થઈ છે. પોલીસ પૂછપરછ દરમિયાન પવન કુમારે જણાવ્યું કે તે પહેલા મહારાષ્ટ્રમાં મજૂર તરીકે કામ કરતો હતો. આ દરમિયાન તેની માતા પતાહીના રહેવાસી હરેન્દ્ર રામને મળી. હરેન્દ્રએ દાવો કર્યો હતો કે પટના સચિવાલયમાં તેના સારા સંપર્કો છે અને તે કોન્સ્ટેબલની નોકરી અપાવી શકે છે.

fake-constable2
jagran.com

આ ખાતરી બાદ પવનની માતાએ તેને ઘરે બોલાવ્યો. ત્યારબાગ પવન તેની બહેન સાથે મુઝફ્ફરપુરમાં રહીને તૈયારી કરવા લાગ્યો. પવનના કહેવા પ્રમાણે, થોડા સમય પછી હરેન્દ્ર રામ તેને પટના લઈ ગયો, જ્યાં તેનો પરિચય બાસુદેવ રામ અને તેની પત્ની સાથે કરાવવામાં આવ્યો. ત્યાં કોન્સ્ટેબલની નોકરી અપાવવાના નામે તેની પાસેથી 4 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પવને કહ્યું કે તેણે ફોન દ્વારા એક લાખ રૂપિયા મોકલ્યા, જ્યારે બાકીની રકમ રોકડમાં ચૂકવી દીધી, આમ કુલ ચાર લાખ રૂપિયા આપ્યા હતા.

લગભગ 15 દિવસ પહેલા તેને કહેવામાં આવ્યું હતું કે તેને નોકરી મળી ગઈ છે અને તેની ફરજ મોતિહારીના બાપુધામ રેલવે સ્ટેશન પર સોંપવામાં આવી છે. પવને પોલીસને જણાવ્યું કે તે દરરોજ મુઝફ્ફરપુરથી મોતિહારી આવતો હતો, આખો દિવસ રેલવે સ્ટેશન પર ડ્યૂટી કરતો હતો અને પછી પાછો ફરતો હતો. તેને પૂરો વિશ્વાસ હતો કે તે હવે પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ બની ગયો છે. ગામમાં પણ તેની નોકરીની ચર્ચા થવા લાગી હતી.

fake-constable1
aajtak.in

આ મામલેમાં સદર DSPએ જણાવ્યું કે શહેર પોલીસ સ્ટેશને નકલી પોલીસની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે કોઈએ તેની પાસેથી પૈસા લીધા હતા અને તેને પોલીસમાં નોકરી અપાવવાનો દાવો કર્યો હતો. હાલ શહેર પોલીસ મથકે સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. તેમજ એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે નોકરીના નામે છેતરપિંડી કરનારા લોકોની શું ભૂમિકા છે અને આ મામલે આગળ શું કાર્યવાહી કરવી જોઈએ.

About The Author

Related Posts

Top News

ખડગેના જન્મદિવસની કેક કાપવા ગયા હતા પણ રિટર્નમાં પહોંચી ગયા PMના ઘરની બહાર... જાણો કોંગ્રેસનો પ્લાન કેમ કોઈને ખબર ન પડ્યો

મંગળવારે, કોંગ્રેસ પાર્ટીએ એક રાજકીય ચાલ ચાલી, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા; મીડિયા કે સુરક્ષા એજન્સીઓને તેનો કોઈ...
Politics 
ખડગેના જન્મદિવસની કેક કાપવા ગયા હતા પણ રિટર્નમાં પહોંચી ગયા PMના ઘરની બહાર... જાણો કોંગ્રેસનો પ્લાન કેમ કોઈને ખબર ન પડ્યો

નિષ્ણાતનું કહેવું છે આ વર્ષના અંતમાં ચાંદીના ભાવ વધશે, જાણો ક્યાં પહોંચશે?

સોના-ચાંદીના ભાવમાં સતત ચઢાવ ઉતાર જોવા મળી રહ્યા છે. સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ અત્યારે 1.41 લાખ અને ચંદીનો કિલોએ...
Business 
નિષ્ણાતનું કહેવું છે આ વર્ષના અંતમાં ચાંદીના ભાવ વધશે, જાણો ક્યાં પહોંચશે?

4 લાખ રૂપિયા આપીને બન્યો કોન્સ્ટેબલ, આ રીતે થયો છેતરપિંડીનો પર્દાફાશ

બિહારના મોતિહારીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બાપુધામ રેલવે સ્ટેશન પર છેલ્લા 10 દિવસથી પોલીસનો યુનિફોર્મ પહેરીને ફરજ...
National 
4 લાખ રૂપિયા આપીને બન્યો કોન્સ્ટેબલ, આ રીતે થયો છેતરપિંડીનો પર્દાફાશ

લાલ ચટણી સાથે મોમોઝ ખાવાનું ગમે છે તો આ સમાચાર વાંચીને થઇ જજો સાવધાન

સાંજ પડતા જ શહેરના બજારોમાં મોમોઝના સ્ટોલ અને દુકાનો ગ્રાહકોથી ભરાઈ જાય છે. બાળકોથી લઈને યુવાનો સુધીના તમામ ઉંમરના લોકો...
Lifestyle 
લાલ ચટણી સાથે મોમોઝ ખાવાનું ગમે છે તો આ સમાચાર વાંચીને થઇ જજો સાવધાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.