- Business
- એવા 5 શેરો જેને 5 વર્ષમાં 1 લાખના રોકાણ પર લોકોને કરોડપતિ બનાવી દીધા
એવા 5 શેરો જેને 5 વર્ષમાં 1 લાખના રોકાણ પર લોકોને કરોડપતિ બનાવી દીધા

એવા 5 શેરો છે જેમણે 5 વર્ષમાં રોકાણકારોના 1 લાખના કરોડ રૂપિયા બનાવી દીધા છે. એક કંપનીતો એવી છે કે 1 લાખના રોકાણ સામે 7 કરોડ રૂપિયા મળી ગયા છે.
વારી રિન્યુએબલ્સ ટેક્નોલોજીના શેરનો ભાવ 3 મે 2019ના દિવસે માત્ર 3.62 રૂપિયા હતો જે 2 મે 2024ના દિવસે 2604.50 રૂપિયા પર બંધ રહ્યો હતો. મતલબ કે 5 વર્ષમાં 1 લાખના રોકાણના 7 કરોડ થઇ ગયા છે.
પ્રાવેગ લિમિટેડના શેરનો ભાવ 7 માર્ચ 2019ના દિવસે 3.58 રૂપિયા હતો જે 2 મે 2024ના દિવસે 934.90 પર બંધ રહ્યો હતો. 1 લાખના 2.61 કરોડ થયા છે.
ડબલ્યુ એસ ઇન્ડ.ના શેરનો ભાવ 3 મે 2019ના દિવસે માત્ર 75 પૈસા હતો જે 2 મે 2024ના દિવસે 158 પર બંધ રહ્યો હતો. 1લાખની સામે 2.11 કરોડ થયા.
રાજ રેયોન ઇન્ડ.ના શેરનો ભાવ 3 મે 2019ના દિવસે 10 પૈસા હતો જે 2 મે 2024ના દિવસે 22.75 રૂપિયા હતો. 1લાખના 2.27 કરોડ થયા.
હજૂર મલ્ટી પ્રોડક્ટસના શેરનો ભાવ 3 મે 2019ના દિવસે 1.48 રૂપિયા હતો. 2 મે 2024ના દિવસે 380 રૂપિયા હતો. 1 લાખના 2.56 કરોડ થયા.