- Business
- આ કંપનીમાં ફરીથી છટણીની તૈયારી, 14000 કર્મચારીઓની જશે નોકરી
આ કંપનીમાં ફરીથી છટણીની તૈયારી, 14000 કર્મચારીઓની જશે નોકરી
33.jpg)
એમેઝોનના કર્મચારીઓ માટે ફરી એક વખત છટણીના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે એમેઝોન વર્ષ 2025ની શરૂઆત સુધીમાં 14,000 મેનેજર પદોની જગ્યામાં કપાત કરવા જઈ રહી છે, જેથી 2.1 અબજ ડોલરથી લઈને 3.6 અબજ ડોલર વચ્ચે વાર્ષિક ખર્ચની બચત થઈ શકે. જો એમેઝોન છટણી કરે છે, તો તે ટૂંક સમયમાં મેનેજર લેવલ પર 14,000 કર્મચારીઓને કાઢી શકે છે.
આ છટણી સાથે, એમેઝોન કંપનીના ગ્લોબલ મેનેજમેન્ટ વર્કફોર્સમાં 13 ટકાનો ઘટાડો લાવશે, જેથી મેનેજરોની સંખ્યા 105,770 થી ઘટાડીને 91,936 થઇ જશે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ઈ-કોમર્સ કંપની તરફથી આ નિર્ણય એવા સમયે લેવામાં આવી રહ્યો છે, જ્યારે આ પહેલા કંપનીએ કોમ્યુનિકેશન એન્ડ સસ્ટેનેબિલિટી ડિવિઝનમાં પણ છટણી કરી હતી. કંપની એમ કરીને પોતાના કામકાજને ફરીથી વ્યવસ્થિત કરવા અને ટીમને ફરી તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે.

બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ મુજબ, આ છટણી CEO એન્ડી જેસીની કોર્પોરેટ નિર્ણય લેવાની પ્રોસેસને સરળ બનાવવા અને વર્ક સ્કીલને વધારવાની રણનીતિનો એક હિસ્સો છે. કાર્યકારી અધિકારીએ 2025ના પહેલા ત્રિમાસિક સુધીમાં મેનેજરોની તુલનામાં વ્યક્તિગત યોગદાનના રેશિયોને ઓછામાં ઓછા 15 ટકા સુધી વધારવાની યોજના બનાવી છે.
શું કહે છે મોર્ગન સ્ટેનલીના એક્સપર્ટ?
મેનેજર લેવલને ફરીથી તૈયાર કરીને, એમેઝોન નાકરશાહી ઘટાડવા અને વર્કફ્લોની ગતિને સુધારવાનો પ્રયાસ કરી રહી છે. મોર્ગન સ્ટેનલીના એક્સપર્ટે અનુમાન લગાવ્યું છે કે, આ પહેલ હેઠળ લગભગ 13,834 મેનેજરવાળી જગ્યાઓ ખતમ થઇ જશે, જે Amezonના ખર્ચ ઘટાડવાના પ્રયાસોમાં મહત્ત્વનું યોગદાન આપશે.

નોકરીમાં કપાત સિવાય, એમેઝોનએ ઘણી કોસ્ટ કટિંગ પોલિસી શરૂ કરી છે, જેમાં 'બ્યૂરોક્રેસી ટિપલાઈન' પણ સામેલ છે, જેના માધ્યમથી કર્મચારીઓ ખામીઓની બાબતે રિપોર્ટ કરી શકે છે. મેનેજરોને ખાસ ઉપાયો લાગૂ કરવાના નિર્દેશ પણ આપ્યા છે, જેમ કે સીનિયર લેવલ પર નવી ભરતી રોકવી, ડાયરેક્ટ રિપોર્ટની સંખ્યા વધારવી અને સેલેરીની સમીક્ષા કરવી.