ગૂગલનો કર્મચારી નોકરી છોડી રહ્યો હતો... તેને રોકવા કંપનીએ પગાર 300 ટકા વધાર્યો

કેટલાક સમયથી, વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલમાં છટણી અંગેની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી. હજારો કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો, પરંતુ હવે કંપનીએ એવું કામ કર્યું છે કે, તે ફરી ચર્ચામાં આવી ગઈ છે. આ વખતે છટણીની વાત નથી, પરંતુ કંઈક બીજું છે, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. હકીકતમાં, Googleનો એક કર્મચારી તેની નોકરી છોડીને બીજી કંપનીમાં જઈ રહ્યો હતો, પરંતુ કંપની તેને છોડવા જ માંગતી ન હતી અને કર્મચારીને રોકવા માટે, ગૂગલે તેના પગારમાં 10-20 ટકા નહીં, પરંતુ સીધો 300 ટકાનો વધારો કર્યો. ચાલો જાણીએ આખો મામલો...

માત્ર ગૂગલ તરફથી 300 ટકા પગાર વધારાના સમાચાર ચર્ચાનો વિષય બની ગયા છે. કંપનીના CEOએ આ વાતનો ખુલાસો કર્યો હતો, જેમાં કર્મચારી ગૂગલ છોડીને બીજી જગ્યાએ જોડાવાનું વિચારી રહ્યો હતો. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, Googleના આ પ્રિય કર્મચારી IIT મદ્રાસના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા શરૂ કરવામાં આવેલા સ્ટાર્ટઅપ પર્પ્લેક્સીટી AI સાથે જોડાવા જઈ રહ્યા હતા. પરંતુ જ્યારે કંપનીએ તેના પગારમાં એટલો બધો વધારો કરી દીધો કે તે ગૂગલમાં જ રોકાઈ ગયો.

Perplexity AIના CEO અરવિંદ શ્રીનિવાસે મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં આ બાબતનો ખુલાસો કર્યો છે. આ બાબતે ખુલાસો કરતાં તેમણે કહ્યું કે, અત્યારે ગૂગલ પોતાના કર્મચારીઓને જાળવી રાખવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. જે કર્મચારી અમારી કંપનીમાં જોડાવા જઈ રહ્યો હતો તે Google સર્ચ ટીમનો ભાગ હતો અને તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સાથે કોઈ લેવાદેવા ન હતી. આમ હોવા છતાં, કંપનીએ તેને નોકરી છોડીને જતો અટકાવવા માટે તેના પગારમાં નોંધપાત્ર વધારો કરવો જરૂરી માન્યું. તેમણે કહ્યું કે, 300 ટકાનો પગાર વધારો આશ્ચર્યજનક છે.

આ બાબતનો ખુલાસો કરતી વખતે, CEO અરવિંદ શ્રીનિવાસે ટેક કંપનીઓમાં ચાલી રહેલી છટણી વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે, ટેક કંપનીઓ કયા માપદંડોનો ઉપયોગ કરે છે તે નક્કી કરવા માટે કયા કર્મચારીઓને છોડવા જોઈએ અને કોને જાળવી રાખવા જોઈએ તે અંગે સતત અનિશ્ચિતતા રહે છે. સામાન્ય રીતે, કંપનીઓ માત્ર ઊંચા પગારવાળા કર્મચારીઓને જ લક્ષ્ય બનાવે છે, જેઓ અન્ય કર્મચારીઓની સરખામણીમાં ઉત્પાદનમાં ઓછું યોગદાન આપે છે.

ગૂગલનું આ પરાક્રમ એટલા માટે પણ ચર્ચામાં છે, કારણ કે કંપનીમાં છટણીની પ્રક્રિયા ચાલી રહી છે. આ વર્ષે, 2024ની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં જ, કંપનીએ ઘણા વિભાગોમાં છટણીની જાહેરાત કરી હતી. આ ક્રમમાં, ગૂગલના હાર્ડવેર, સેન્ટ્રલ એન્જિનિયરિંગ અને ગૂગલ આસિસ્ટન્ટ પર કામ કરતી ટીમમાંથી લગભગ 1000 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. અગાઉ વર્ષ 2023માં પણ કંપનીએ 12,000 કર્મચારીઓની મોટી છટણી કરી હતી. માત્ર ગૂગલ જ નહીં, અન્ય ઘણી ટેક કંપનીઓમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓને બહારનો દરવાજો દેખાડવામાં આવ્યો છે અને ઘણાએ તાજેતરમાં જ છટણીની જાહેરાત કરી છે.

About The Author

Related Posts

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.