- Business
- ભલે ચીન અને અમેરિકા લડતા રહે..., ભારતનો ખજાનો ભરાતો રહેશે, આ 7 ફાયદા થશે
ભલે ચીન અને અમેરિકા લડતા રહે..., ભારતનો ખજાનો ભરાતો રહેશે, આ 7 ફાયદા થશે

આર્થિક મોર્ચા પર તણાવને કારણે, ક્રૂડ ઓઇલના ભાવ સતત ઘટી રહ્યા છે. કોવિડ દરમિયાન પણ ક્રૂડ ઓઇલના ભાવમાં આજ પ્રકારે ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ભારત માટે આ એક શાનદાર અવસર છે. હકીકતમાં, ગ્લોબલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 60 ડૉલરની નજીક પહોંચી ગયો છે, જ્યારે WTI 57.22 ડૉલર સુધી પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં 15 ટકા સુધીનો ઘટાડો થયો છે. હાલમાં, ભારત માટે ક્રૂડ ઓઇલ કોઈ સોનાથી ઓછું નથી, જે ખૂબ જ સસ્તું મળી રહ્યું છે.
આ દરમિયાન, નાણાકીય સલાહકાર ગૌરવ જૈનનું કહેવું છે કે, આ સમય ભારત માટે સારો સાબિત થઈ રહ્યો છે કેમ કે, દેશ પોતાની મોટાભાગની તેલની જરૂરિયાત આયાત કરે છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી મોંઘવારી નિયંત્રિત કરવાથી લઈને અને વિદેશી મુદ્રા ભંડાર મજબૂત કરવાનો અવસર છે; તેનાથી ભારતીય અર્થવ્યવસ્થાને પણ તાકત મળશે. તેલની કિંમતોમાં તેજ ઘટાડા સાથે ભારત ઘણા આર્થિક મોરચા પર ફાયદો ઉઠાવવાની સ્થિતિમાં છે.
1.આયાત બિલમાં ઘટાડો
ભારત પોતાની જરૂરિયાતના લગભગ 85 ટકા ક્રૂડ ઓઇલ આયાત કરે છે. નાણાકીય વર્ષ 23માં, દેશે લગભગ 232 મિલિયન ટન ક્રૂડ ઓઇલની આયાત કરી હતી, જેની કિંમત 158 અબજ ડૉલર હતી. તેમણે કહ્યું કે, 'તેલના ભાવમાં પ્રતિ બેરલ 10 ડૉલરનો ઘટાડો થવાથી આયાત બિલમાં વાર્ષિક લગભગ 15 અબજ ડૉલરની બચત થઈ શકે છે.'
2. ચાલુ ખાતાના નુકસાન (CAD)માં સુધારો
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ નાણાકીય વર્ષ 24માં CADને GDPના 1.2 ટકા પર રહેવાનો અંદાજ લગાવ્યો હતો. એક્સપર્ટ્સના મતે, ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ 1 ડૉલરનો ઘટાડો CADમાં 1.5-1.6 અબજ ડૉલરનો ઘટાડો કરી શકે છે. જેના કારણે ભારતનું બાહ્ય ક્ષેત્ર મજબૂત થશે.

3. મોંઘવારી પર નિયંત્રણ
ક્રૂડ ઓઇલના ભાવ ઇંધણ, ખાતર, પરિવહન, પ્લાસ્ટિક અને FMCG જેવા ક્ષેત્રોને પ્રભાવિત કરે છે. વર્ષ 2022માં, તેલના ભાવમાં વધારાને કારણે જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક (WPI) મુદ્રાસ્ફીતિને 12 ટકાથી ઉપર પહોચાડી દીધી હતો, પરંતુ હવે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી, ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક (CPI) અને જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક (WPI) બંનેમાં ઘટાડો થવાની અપેક્ષા છે.
4. રાજકોષીય નુકસાનનું દબાણ ઓછું
ભારતના નાણાકીય વર્ષ 25 માટે રાજકોષીય નુકસાન, લક્ષ્ય GDPના 5.1 ટકા છે. સસ્તું ક્રૂડ ઇંધણ અને ગેસ સાથે જોડાયેલી ઉર્વરક સબસિડીને ઓછી કરે છે. આ બચતથી સરકાર અન્ય કામો પર ફોકસ કરી શકે છે.
5. ચલણમાં મજબૂતી
નાણાકીય વર્ષ 22માં, તેલના વધતા ભાવે રૂપિયા પર દબાણ નાખ્યું અને તે 83 રૂપિયા પ્રતિ ડૉલર પર પહોંચી ગયો ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાનો અર્થ એ છે કે, ડૉલર સામે રૂપિયાનો ઓછો ખર્ચ થશે, જે વિદેશી મુદ્રા ભંડાર અને ચલણ સ્થિરતાને સમર્થન આપે છે.

6. આ સેક્ટર્સને પણ લાભ
એરલાઇન્સ, લોજિસ્ટિક્સ, પેઇન્ટ, ટાયર અને FMCG જેવા ઉદ્યોગો સસ્તા તેલનો લાભ ઉઠાવી રહ્યા છે. વિમાનન ઈંધણ એરલાઇન્સનો ખર્ચ લગભગ 40 ટકા હોય છે, એટલે કે ATFમાં ઘટાડાથી સીધો જ માર્જિનમાં સુધારો થાય છે.
7. વિદેશી મુદ્રા ભંડારમાં વધારો
ઓછા તેલની આયાતથી ભારત ડૉલર બહાર જવાથી બચાવવામાં અને પોતાના વિદેશી મુદ્રા ભંડારને મજબૂત કરી શકે છે, જે મેક્રો સ્થિરતામાં હજી વધારે છે.
તેલના ભાવમાં આ ઘટાડો ભારત માટે એક સોનેરી અવસર છે, જેનો યોગ્ય ઉપયોગ કરીને દેશ પોતાની આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરી શકે છે.