રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ

રાજકોટ શહેર પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ખાસ કરીને ઘાતક અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઓવરસ્પીડ અને હેલ્મેટ વિના ટુ-વ્હીલર ચલાવનારા સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે રાજકોટ પોલીસને ઇન્ટરસેપ્ટર વાહન આપ્યું છે, જેના માધ્યમથી દરરોજ બે શિફ્ટમાં ઓવરસ્પીડ સામે કાર્યવાહી થઈ રહી છે. 1 જાન્યુઆરીથી 14 મે 2025 દરમિયાન 11,000થી વધુ કેસ નોંધાઈ 2.20 કરોડ રૂપિયા જેટલો દંડ વસૂલાયો છે.

ટ્રાફિક સેફ્ટી માટે હાઇવે પર હેલ્મેટ ડ્રાઇવ પણ શરૂ કરવામાં આવી છે, જેમાં 4 દિવસમાં 1,400થી વધુ ટુ-વ્હીલર ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા દાયકાથી શહેરના મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી કેમેરાના આધારે ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે, છતાં ઘણા લોકો હજી પણ નિયમોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખે છે.

સ્પીડ ગન દ્વારા ઓટોમેટિક રીતે વાહનની ઝડપ થાય છે કૅપ્ચર- વિનાયક પટેલ

રાજકોટ શહેર ટ્રાફિક પોલીસના ઇન્ચાર્જ ACP વિનાયક પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે. ઓવરસ્પીડ અને હેલ્મેટ વગર વાહન ચલાવનારા સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા શહેરને ફાળવાયેલ ઇન્ટરસેપ્ટર વાનમાં સ્પીડ ગન સાથે એક અદ્યતન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમ ઓટોમેટિક રીતે પસાર થતી ગાડીઓની ઝડપ કૅપ્ચર કરે છે. જો કોઈ વાહન 104 કિમી/કલાકની ઝડપને પાર કરે છે, તો તેનો ફોટો અને સ્પીડ રેકોર્ડ થઈ ઈ-મેમો જનરેટ થાય છે.

Rajkot3
divyabhaskar.co.in (https://divyabhaskar.co.in/)

વિનાયક પટેલે જણાવ્યું હતું કે, પહેલીવાર ઓવરસ્પીડ માટે રૂ. 2000 અને બીજીવાર રૂ. 3000નો દંડ ફરમાવવામાં આવે છે. અને સતત નિયમ ભંગ કરતાં વાહનચાલકો સામે વધુ કડક પગલાં લેવામાં આવશે.

ચાલુ વર્ષે 11,000થી વધુ ઓવરસ્પીડના કેસ નોંધાયા

ACP વિનાયક પટેલે વધુમાં જણાવ્યું કે 1 જાન્યુઆરી 2025થી 14 મે 2025 સુધીમાં 11,000થી વધુ ઓવરસ્પીડના કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં કુલ ₹2.20 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કામગીરી હાલની સ્થિતિએ માત્ર રાજકોટ-અમદાવાદ હાઇવે પર અમલમાં છે. જોકે, આગામી દિવસોમાં શહેરને ફાળવવામાં આવેલી 20 નવી સ્પીડગન મળી જશે. બાદમાં તાલીમ પૂર્ણ થયા બાદ આગામી મહિનાથી અન્ય વિસ્તારોમાં પણ ઓવરસ્પીડ પર કાર્યવાહી શરૂ થશે.

2025માં 250થી વધુ માર્ગ અકસ્માત, રાજકોટમાં હેલ્મેટ ડ્રાઈવ શરૂ

રાજકોટ શહેરમાં 2025ની શરૂઆતથી અત્યાર સુધી 250થી વધુ માર્ગ અકસ્માતના કેસ નોંધાયા છે, જેમાં 100થી વધુ ફેટલ કેસોમાં લોકોના મોત થયા છે અને 150થી વધુ નોન-ફેટલ અકસ્માતોની નોંધ છે. પોલીસે ખુલાસો કર્યો કે મોટાભાગના ગંભીર અકસ્માતોમાં હેલ્મેટ ન પહેરવાને કારણે મોત થયા છે.

આ પગલે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા ચાર દિવસથી ખાસ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. હાઇવે પર હેલ્મેટ વિના ટુ-વ્હીલર ચલાવનારા સામે દંડાત્મક કાર્યવાહી થઈ રહી છે.

હેલ્મેટ ડ્રાઈવ દરમિયાન પહેલા દિવસે: 298 કેસ, બીજા દિવસે: 547 કેસ, ત્રીજા દિવસે: 365 કેસ નોંધાયા.

Rajkot1
divyabhaskar.co.in

દંડ ન ભરનારા સામે કડક પગલાં

રાજકોટ ટ્રાફિક પોલીસ શહેરમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે સતત કાર્યવાહી કરી રહી છે. નિયમ ભંગ કરતા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જેઓ વારંવાર નિયમ તોડે છે અને દંડ પણ નથી ભરતાં, એવા લોકો સામે હવે વધુ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આવા વાહનચાલકોના ડ્રાઈવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે પોલીસ દ્વારા આરટીઓ વિભાગને ભલામણ કરવામાં આવી રહી છે.

ટ્રાફિક શિસ્ત માટે રાજકોટ પોલીસ 10 નિયમો પર કરી રહી છે ધ્યાન કેન્દ્રિત

રાજકોટ ટ્રાફિક પોલીસ શહેરમાં ટ્રાફિક શિસ્ત જાળવવા માટે 10 મુખ્ય ટ્રાફિક નિયમોના ભંગ સામે વિશેષ કામગીરી કરી રહી છે. ડ્રાઈવિંગ લાઈસન્સ વગર વાહન ચલાવવું, વાહનમાં બ્લેક ફિલ્મ લગાવવી, રેડ લાઇટ ક્રોસ કરવી, ચાલતી ગાડીમાં ફોન પર વાત કરવી, હેલ્મેટ વગર ટુ-વ્હીલર ચલાવવું, રોન્ગ સાઇડ વાહન ચલાવવું, ટુ-વ્હીલરમાં ત્રણથી વધુ લોકો હોવું, ઓવરસ્પીડમાં વાહન ચલાવવું, ફેન્સી નંબર પ્લેટ લગાવવી આ નિયમો ભંગ સામે રૂ. 100થી લઈ ₹3000 સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

Rajkot
divyabhaskar.co.in

ઈ-ચલણ કેવી રીતે ભરવું? 

ઈ-ચલણની ચુકવણી બંને રીતે ઑનલાઇન અને ઑફલાઇન કરી શકાય છે. જો તમારું ઇ-ચલણ 15 જાન્યુઆરી 2023 અથવા તે પહેલાંનું છે, તો તમે નીચે આપેલી રીતથી ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો:

આ વેબસાઇટ https://rajkotcitypolice.co.in પર ક્લિક કરો. તમારા વાહન નંબર દાખલ કરો અને “Go” બટન પર ક્લિક કરો. અહીં તમારું Unpaid અને Paid Challan બંને દેખાશે. ચૂકવણી કરવા ઇચ્છિત ઇ-ચલણ સિલેક્ટ કરો. ડ્રાઈવિંગ લાયસન્સ નંબર, મોબાઈલ નંબર, ઇ-મેઇલ ID જેવી વિગતો ભરો. ત્યારબાદ "Pay Now" બટન પર ક્લિક કરો. પેમેન્ટ મોડ પસંદ કરો (ડેબિટ/ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ વગેરે), પેમેન્ટ સફળ થયા પછી, તમે રસીદ ડાઉનલોડ અથવા પ્રિન્ટ કરી શકો છો. 15.01.2023 બાદના ઇ-ચલણ માટે અલગ વેબપોર્ટલ હોઈ શકે છે – તે માટે તાજેતરની માહિતી તપાસવી જરૂરી છે.

16 જાન્યુઆરી 2023 બાદના ઇ-ચલણની ઓનલાઇન ચુકવણી કેવી રીતે કરવી?

જો તમારું ઇ-ચલણ 16.01.2023 કે તે પછીનું છે (NIC/PARIVAHAN વાળા), તો તેની ચુકવણી તમે echallan.parivahan.gov.in પર કરી શકો છો. વેબસાઈટ https://echallan.parivahan.gov.in પર જાઓ. 90 દિવસની અંદર ચુકવણી કરવી જરૂરી છે, નહિ તો ઇ-ચલણ આપમેળે v-courtમાં જશે. "Pay Online" ટેબ પર ક્લિક કરો. આપેલ ફીલ્ડમાં તમારા ચાલણ નંબર, ડ્રાઇવિંગ લાયસન્સ નંબર અથવા વાહન નંબર દાખલ કરો. કેપ્ચર કોડ ભરો, "GET DETAILS" પર ક્લિક કરો. તમારા ઇ-ચલણની વિગત દેખાશે. Payment કોલમ હેઠળ "PAY NOW" પર ક્લિક કરો. પેમેન્ટ માટે ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ અથવા UPIમાંથી પસંદગી કરો. પેમેન્ટ સફળ થાય ત્યારે રસીદ ડાઉનલોડ કે પ્રિન્ટ કરી શકો છો. 

 

 

 

 

 

 

About The Author

Related Posts

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.