એમેઝોનને મોટો ફટકો, પ્રાઇમ મેમ્બર્સને 22 હજાર કરોડ રૂપિયા વહેચવા પડશે, મોટો ઝોલ કરેલો

વિશ્વની સૌથી મોટી E-કોમર્સ કંપની, એમેઝોનને 2.5 બિલિયન US ડૉલર એટલે કે આશરે રૂ. 2,21,80,87,70,750નો દંડ ફટકારવામાં આવ્યો છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, US ફેડરલ ટ્રેડ કમિશન (FTC)એ કંપની પર પ્રાઇમ સબ્સ્ક્રિપ્શન વેચીને તેના ગ્રાહકોને છેતરવાનો આરોપ મૂક્યો હતો. કંપનીએ આ મામલાને ઉકેલવા માટે પૈસા ચૂકવવા સંમતિ આપી છે. દંડમાંથી, 1.5 બિલિયન US ડૉલર આશરે 35 મિલિયન પ્રાઇમ ગ્રાહકોને ચુકવવામાં આવશે, જ્યારે 1 બિલિયન US ડૉલર FTCના ખાતામાં જશે.

Couple1
divyabhaskar.co.in

આ સમજૂતી તો થઇ હતી પરંતુ, એમેઝોને કોઈ ખોટું કામ કર્યું હોવાનું સ્વીકાર્યું નથી એટલે કે તેણે પોતાની ભૂલ સ્વીકારી નથી. કોર્ટના દસ્તાવેજો અનુસાર, જે ગ્રાહકોએ 23 જૂન, 2019 અને 23 જૂન, 2025ની વચ્ચે ચોક્કસ ઑફર્સ દ્વારા પ્રાઇમ સભ્યપદ ખરીદ્યું હતું અને ત્યારપછી આ પ્રાઇમનો વધારે લાભ ઉઠાવી શક્યા ન હતા, તેમને હવે તેમના ખાતામાં 51 ડૉલર મળશે. થયેલા કરાર મુજબ, જે ગ્રાહકોએ તેમની પ્રાઇમ મેમ્બરશિપ રદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયગાળા દરમિયાન નિષ્ફળ રહ્યા હતા તેઓ પણ પૈસાનો દાવો કરી શકે છે. કંપનીએ જણાવ્યું હતું કે, આ સોદો તેમને આગળ વધવામાં અને તેમના ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે.

ફેડરલ ટ્રેડ કમિશને આરોપ લગાવ્યો હતો કે, એમેઝોને ગ્રાહકોને પ્રાઇમમાં નોંધણી કરાવવા માટે ગેરમાર્ગે દોર્યા હતા અને ત્યારપછી તેમના સબ્સ્ક્રિપ્શન રદ કરવાનું અત્યંત મુશ્કેલ બનાવ્યું હતું. ઘણા લોકો તેમની ઈચ્છા ન હોવા છતાં આ પ્રાઇમમાં જોડાઈ રહ્યા હતા, અને કેટલાક રદ કરવા માંગતા હતા પરંતુ જટિલ પ્રક્રિયાને કારણે તેમ કરવામાં અસમર્થ થયા હતા.

Amazon2
business-standard.com

થયેલા આ કરાર હેઠળ, એમેઝોનને એક દેખાય તેવું અને સ્પષ્ટ બટન બનાવવું પડશે, જે જોઈને ગ્રાહકો પ્રાઇમ મેમ્બરશિપ લેવાની ના પણ પાડી શકે અને તે સાથે તેને રદ કરવું પણ સરળ રહેશે. એમેઝોનને સબ્સ્ક્રિપ્શન લેતા સમયે નિયમો અને શરતોને પણ સ્પષ્ટ રીતે જણાવવાની જરૂર પડશે. આ ઉપરાંત, એક સ્વતંત્ર સુપરવાઇઝરની પણ નિમણૂક કરવી પડશે, જે જોશે કે એમેઝોન નિયમોનું પાલન કરી રહ્યું છે કે નહીં.

કંપની કહે છે કે કરારમાં મોટાભાગના એવા ફેરફારો કરવા પડશે, જે પહેલાથી જ કરી નાંખવામાં આવ્યા છે. નવા ફેરફારો વધારે કરવા પડશે નહીં. તેના કેસમાં, FTCએ આરોપ લગાવ્યો હતો કે 2017 અને 2022ની વચ્ચે, એમેઝોનના અધિકારીઓએ તે ફેરફારો સ્વીકાર્યા ન હતા, જેના કારણે સાઇન-અપ અને રદ કરવાની પ્રક્રિયા સરળ બની હોત. ત્યાર પછી, 2022માં, FTC જ્યારે તપાસ કરી રહી હતી ત્યારે કંપનીએ ફેરફારો કર્યા. આ પછી, FTCએ એમેઝોન પર દાવો માંડ્યો હતો.

About The Author

Related Posts

Top News

SIR: બંગાળમાં જેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા હતા, તેને ફરીથી દાખલ કરવામાં 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે

પશ્ચિમ બંગાળના મતદારોની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) યાદીમાંથી દૂર કરાયેલા મતદારો એક દાયકાથી વધુ સમય સુધી મતદાન કરી શકશે...
National 
SIR: બંગાળમાં જેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા હતા, તેને ફરીથી દાખલ કરવામાં 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે

'અધિકારીઓનું લાંચ લેવું ખોટું નથી...' મંત્રીના નિવેદનથી હોબાળો; વિપક્ષે કહ્યું- સરકારનું સત્ય આખરે બહાર આવી ગયું!

કર્ણાટકના મંત્રી KM શિવલિંગે ગૌડાએ એક એવું નિવેદન આપ્યું છે જેનાથી દિલ્હીમાં પણ રાજકીય ગરમાવો આવ્યો છે. એક કાર્યક્રમને સંબોધતા...
National 
'અધિકારીઓનું લાંચ લેવું ખોટું નથી...' મંત્રીના નિવેદનથી હોબાળો;  વિપક્ષે કહ્યું-  સરકારનું સત્ય આખરે બહાર આવી ગયું!

વિધવા વહુ પાસેથી સાસુ માસિક ભરણપોષણની માંગણી નહીં કરી શકે, હાઈ કોર્ટે સમજાવ્યો કાયદો

વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણની જવાબદારી તેમના સંતાનોની હોય છે. પરંતુ શું વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણ માટે પુત્રવધૂ પણ જવાબદાર છે. ખાસ કરીને...
National 
વિધવા વહુ પાસેથી સાસુ માસિક ભરણપોષણની માંગણી નહીં કરી શકે, હાઈ કોર્ટે સમજાવ્યો કાયદો

70 વખત નહીં રામ મંદિરમાં 105 વખત ચોરી થઈ, CCTVમાં કેદ થઇ ઘટનાઓ; બે દિવસમાં થશે મોટા ખુલાસા

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસની તપાસ એક મહત્વપૂર્ણ વળાંક પર પહોંચી ગઈ છે. ઉત્તર પ્રદેશ સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને...
National 
70 વખત નહીં રામ મંદિરમાં 105 વખત ચોરી થઈ, CCTVમાં કેદ થઇ ઘટનાઓ; બે દિવસમાં થશે મોટા ખુલાસા
Copyright (c) Khabarchhe All Rights Reserved.