ગૌતમ અદાણી આ કંપનીમાં લગાવશે 6000 કરોડ, ભાગ્યા કંપનીના શેર

ગૌતમ અદાણીની કંપનીએ પોતાના બિઝનેસને હજુ વધારવા માટે વધુ એક મોટા રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ અંબુજા સિમેન્ટ તરફથી ગ્રીન પાવરમાં 600 કરોડ રૂપિયાનું કરવામાં આવશે, જેનો ટારગેટ 1000 મેગાવોટની ક્ષમતા તૈયાર કરવાનો છે. અંબુજા સિમેન્ટ આ દેશમાં ગુજરાત અને રાજસ્થાનમાં રણનીતિક રૂપે સ્થિર સૌર અને પવન ઉર્જા પરિયોજનાઓ સામેલ છે.

અંબુજા સિમેન્ટે સોમવારે એક ફાઈલિંગમાં જણાવ્યું કે, કંપની ગુજરાતમાં 600 મેગાવોટની સૌર ઉર્જા પરિયોજના, 150 મેગાવોટની પવન ઉર્જા પરિયોજના અને રાજસ્થાનમાં 250 મેગાવોટની સૌર સુરક્ષા પરિયોજનામાં 6,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે જેથી 1000 મેગાવોટની ક્ષમતા તૈયાર કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે, ગ્રીન અનર્જીથી ઉત્પાદનનો ઓછો ખર્ચ થવા સાથે જ વીજળીનો ખર્ચ પણ ઓછો થઈ જશે.

તેનાથી વીજળીની કિંમત 6.46 રૂપિયા પ્રતિ kWhથી ઓછી થઈને 5.16 kWh થઈ જશે, જેનો અર્થ છે કે 1.30 રૂપિયા પ્રતિ kWh (20 ટકા)ની કમી આવશે. સિમેન્ટ બિઝનેસના CEO અજય કપૂરે કહ્યું કે, અમે ન માત્ર પોતાના લક્ષ્યોને પૂરા કરવા, પરંતુ સમયસીમા અગાઉ આગળ નીકળવાના માર્ગ પર છીએ. ગ્રીન અનર્જી સિમેન્ટનો પુરવઠો વધારવામાં પણ મદદ કરશે, જેનાથી ઉપયોગકર્તા ઉદ્યોગ માટે હરિત થવું સંભવ થઈ જશે. અદાણી ગ્રુપે જાહેરાત કરી હતી કે તે એક દશકમાં ગ્રીન એનર્જીમાં 100 અબજ ડોલરનું રોકાણ કરશે. કંપનીએ કહ્યું હતું કે અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પોર્ટ્સ અને અંબુજા સિમેન્ટનું લક્ષ્ય 2025 સુધી કે અ અગાઉ નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન બનાવવનું છે.

તેને ધ્યાનમાં લઈને પહેલા રોકાણની જાહેરાત અંબુજા સિમેન્ટે કરી દીધું છે અને બાકી કંપનીઓ પોતાના કામની રીતોને બદલી રહી છે. ઉલ્લેખનીય છે કે અંબુજા સિમેન્ટ 5 વર્ષની અવધિમાં પોતાની વેસ્ટ હિટ રિકવરી (WRS) ક્ષમતાને હાલના 103 મેગાવોટથી વધારીને 397 મેગાવોટ કરી રહી છે. જેથી વીજળીના ખર્ચમાં હજુ કમી આવશે. સોમવારે અંબુજા સિમેન્ટના શેર 1.67 ટકા ચઢીને 531.15 રૂપિયા પ્રતિ શેર પર કારોબાર કરી રહ્યા હતા. એક મહિનામાં આ સ્ટોક 26 ટકા ચઢ્યો છે.

About The Author

Top News

સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

પાટણમાં આજે સિંધવાઈ માતા મંદિર પરિસરમાં સમગ્ર પાટણ જિલ્લાના ઠાકોર સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેત્ન...
Gujarat 
સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરના 'અપના દલ'ના ધારાસભ્ય વિનય વર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ...
National 
ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) વધુ એક પરીક્ષા સંબંધિત વિવાદના કારણે શરમજનક સ્થિતિમાં મુકાઈ છે. ગુરુવારે લેવાયેલી સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર ...
Education 
GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું

સેમસંગના વોટરપ્રૂફ ફોનમાં પાણી ઘૂસી ગયું, કોર્ટે ગ્રાહકને આટલા રૂપિયા ચૂકવવા કર્યો કંપનીને આદેશ

આજે, અમે સ્માર્ટફોન સંબંધિત એક એવા સમાચાર બતાવવા જઈ રહ્યા છીએ જે તમને ખુશીની સાથે આશા પણ આપશે. તે...
Tech and Auto 
સેમસંગના વોટરપ્રૂફ ફોનમાં પાણી ઘૂસી ગયું, કોર્ટે ગ્રાહકને આટલા રૂપિયા ચૂકવવા કર્યો કંપનીને આદેશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.