'ભક્તોને તિલક લગાવો અને મહિને રૂ. 70000ની કમાણી કરો...' હર્ષ ગોએન્કાએ વીડિયો શેર કરીને કહ્યું, 'નવો બિઝનેસ ખુલ્યો'

રૂષિકેશ એક ધાર્મિક નગરી છે, અને લોકો ઘણીવાર અહીં ગંગા આરતી જોવા માટે આવે છે. પછી, તેઓ તિલક પણ કરાવે છે. પરંતુ શું લોકો તિલક લગાવીને પૈસા કમાય છે? અહીં એક વ્યક્તિએ તેનો પ્રયોગ કર્યો અને સફળ રહ્યો. તેણે એક દિવસમાં ઘણી બધી કમાણી કરી. તે આ વિચાર અન્ય લોકો સાથે શેર કરવા માંગે છે.

શું ખરેખર કોઈ તિલક લગાવીને પણ ઘણા બધા પૈસા કમાઈ શકે છે? આ પ્રશ્નનો જવાબ તમને આ સમાચારમાં મળશે. હકીકતમાં, અનુભવી ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક વ્યક્તિ કમાણીનો એક નવો રસ્તો ખોલે છે અને જણાવે છે કે કેવી રીતે કોઈ વ્યક્તિ ફક્ત તિલક લગાવીને દર મહિને રૂ. 70,000 સુધી કમાઈ શકે છે.

Earning-Idea
navbharattimes.indiatimes.com

પ્રખ્યાત ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અપલોડ કર્યો છે. તેમાં, એક યુવાન ધાર્મિક સ્થળ પર ભક્તોને તિલક લગાવી રહ્યો છે. વીડિયોમાં, યુવાન જણાવે છે કે, રૂષિકેશમાં ભક્તોને તિલક લગાવીને કેટલા પૈસાની કમાણી કરી શકાય છે.

યુવક વીડિયોમાં કહે છે કે, તમારે ફક્ત પરંપરાગત કપડાં પહેરીને લોકોને તિલક લગાવવા માટે બહાર જવાની જરૂર છે. વીડિયોમાં, યુવાન જણાવે છે કે, તે દિવસ દરમિયાન વધારે કમાણી નથી કરતો, પરંતુ સાંજની આરતી પછી આખું દ્રશ્ય બદલાઈ જાય છે.

Earning-Idea1
navbharattimes.indiatimes.com

આ વાયરલ વીડિયોમાં, યુવક જણાવે છે કે તે પરંપરાગત કપડાં પહેરે છે અને રૂષિકેશની શેરીઓમાં ભક્તોને તિલક કરવા નીકળી પડે છે. શરૂઆતમાં, લોકો તિલક લગાવવાનો ઇનકાર કરે છે, અને પહેલા કલાકમાં, તે ફક્ત 20 લોકોને તિલક લગાવી શકે છે, આ સમય દરમિયાન ફક્ત 50 થી 60 રૂપિયા જ કમાય છે.

Earning-Idea2
india.com

પરંતુ ત્યાર પછી તે, ગંગા આરતી દરમિયાન ઘાટ પર જાય છે અને ત્યાં એક પછી એક ઘણા લોકોને તિલક લગાવે છે. કેટલાક તેને 10 રૂપિયા આપે છે, કેટલાક તેને 20 રૂપિયા આપે છે, અને કેટલાક તેને 100 રૂપિયા પણ આપે છે. ફક્ત 3 કલાકમાં, તે લગભગ 400 લોકોને તિલક લગાવે છે, આ સમય દરમિયાન 2,350 રૂપિયા કમાય છે.

Earning-Idea3
naidunia.com

વીડિયોના અંતે, યુવક જણાવે છે કે તિલક લગાવીને માસિક કેટલા પૈસા કમાઈ શકાય છે. તે જણાવે છે કે, દરરોજ ફક્ત અમુક કલાક માટે તિલક લગાવીને, મહિનામાં 70,000 રૂપિયા સુધી કમાઈ શકે છે. હર્ષ ગોયેન્કાએ આ વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, 'પૈસા કમાવવાનો એક નવો રસ્તો ખુલી ગયો છે.' લોકો હવે આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

શું ભારત અને પાકિસ્તાન વચ્ચે પડદા પાછળ વાટાઘાટો થઈ રહી છે? વિદેશ સચિવે જણાવ્યું સત્ય

પહેલગામની ઘટના પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. જો કે, તાજેતરમાં કેટલાક એવા અહેવાલો સામે આવ્યા હતા...
National 
શું ભારત અને પાકિસ્તાન વચ્ચે પડદા પાછળ વાટાઘાટો થઈ રહી છે? વિદેશ સચિવે જણાવ્યું સત્ય

‘ટીમ ઈન્ડિયાને હારતી જોવાની જ ખુશી છે...’ 37 સદી ફટકારનાર પાક. બેટ્સમેનનો લવારો

ભારતીય ટીમને આયર્લેન્ડ સામેની T20 શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો, જેનાથી ભારતીય ક્રિકેટ ચાહકો સ્તબ્ધ છે. તેમને વિશ્વાસ...
Sports 
‘ટીમ ઈન્ડિયાને હારતી જોવાની જ ખુશી છે...’ 37 સદી ફટકારનાર પાક. બેટ્સમેનનો લવારો

તમે ક્રૂડ ઓઇલ-ગેસ સિલિન્ડરમાં અટવાયેલા રહ્યા, અહીં બજારમાં ડુંગળી-ટામેટાંના ભાવ બમણા થઈ ગયા!

આજ કાલ પેટ્રોલ, ડીઝલ અને LPGના વધતા ભાવો વિશે તો ઘણી ચર્ચા થઈ રહી છે. જેમાં છેલ્લા 6...
Business 
તમે ક્રૂડ ઓઇલ-ગેસ સિલિન્ડરમાં અટવાયેલા રહ્યા, અહીં બજારમાં ડુંગળી-ટામેટાંના ભાવ બમણા થઈ ગયા!

Australiaની ડિગ્રી, Singaporeનો માર્ગઃ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ અને અફોર્ડેબલ વિકલ્પ

દર વર્ષે ગુજરાતમાંથી હજારો ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં હાયર એજ્યુકેશન મેળવવાનું સ્વપ્ન જુએ છે. ગ્લોબલ યુનિવર્સિટીઓ, સંશોધન આધારિત શિક્ષણ, આંતરરાષ્ટ્રીય કરિયરની...
Charcha Patra 
Australiaની ડિગ્રી, Singaporeનો માર્ગઃ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ અને અફોર્ડેબલ વિકલ્પ
Copyright (c) Khabarchhe All Rights Reserved.