AIની મદદથી ફ્રોડને ઝડપથી પકડી શકાય છે, પરંતુ સામે પક્ષે તેના ઉપયોગથી સાયબર હુમલા પણ થઈ શકે છે: નાણાં મંત્રી નિર્મલા સીતારમન

ભારતના ડેમોગ્રાફિક એડવાન્ટેજ (યુવા વસ્તીની તાકાત)ને એક સક્રિય અને અનસ્ટોપેબલ વાસ્તવિકતા ગણાવતા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું છે કે દેશની યુવા પેઢી નવી-નવી ટેક્નોલોજી અને ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમને નવો આકાર આપી રહી છે. 'ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026' (GFF 2026) ને સંબોધતા સીતારમને કહ્યું કે ભારતનો યુવા વર્ગ હવે નિરાશામાંથી બહાર આવી ચૂક્યો છે અને તે હવે તકો ઊભી થવાની રાહ જોઈને બેસી રહેતો નથી.

તેમણે ઉમેર્યું હતું કે, અમારા યુવાનો તકોની રાહ નથી જોતા, તેઓ પોતે જ નવા પ્લેટફોર્મનું નિર્માણ કરી રહ્યા છે. નાણાં મંત્રીએ માહિતી આપી હતી કે GFF 2026 માં આશરે 8,000 જેટલા સંસ્થાન/એન્ટિટી ભાગ લઈ રહ્યા છે, જેમાં 20% હિસ્સો ફિનટેક કંપનીઓનો અને 25% હિસ્સો નાણાકીય સંસ્થાઓનો છે.

nirmala

ટેક્નોલોજીના ઝડપી વિકાસ પર ભાર મૂકતા સીતારમને નિયમનકારી સંસ્થાઓ વચ્ચે વધુ મજબૂત સમન્વયની હાકલ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે નવી ક્રાંતિકારી ટેક્નોલોજી સમગ્ર સિસ્ટમ માટે જોખમો ઊભા કરી શકે છે અને જો ટેક્નોલોજી બદલાવાની ઝડપ વધુ હોય તો આ જોખમો પણ ખૂબ ઝડપથી ફેલાય છે.

આ અંગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, AI ની મદદથી ફ્રોડને ખૂબ ઝડપથી પકડી શકાય છે, પરંતુ સામે પક્ષે તેનો ઉપયોગ અત્યંત જટિલ સાયબર હુમલા કરવા માટે પણ થઈ શકે છે.

તે જ રીતે, ઇન્સ્ટન્ટ ટ્રાન્ઝેક્શનને કારણે સૉફ્ટવેરની ક્ષતિઓ, છેતરપિંડી અને માર્કેટ આંચકાઓ ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે. જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ક્ષેત્રે થતા સુધારાને કારણે પરંપરાગત સિક્યોરિટી સિસ્ટમ્સને અપગ્રેડ કરવી અનિવાર્ય બનશે. તેથી, ઇનોવેશનમાં અવરોધ ઊભો કર્યા વિના કે સુરક્ષા સાથે કોઈ સમજૂતી કર્યા વિના, નિયમો અને કાયદાઓ પણ ટેક્નોલોજીની ઝડપ સાથે બદલાવા જોઈએ.

nirmala1nirmala2

સીતારમને ઓપરેશનલ મુશ્કેલીઓ અને જરૂરી સુરક્ષા માપદંડો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે ઝડપ મેળવવાની લ્હાયમાં હ્યુમન ઓવરસાઇટ અને સિર્કિટ બ્રેકર્સ જેવા સુરક્ષા કવચનો બલિદાન ન આપવો જોઈએ.

સિસ્ટમમાં ઇનોવેશન સ્વતંત્ર હોવું જોઈએ, પરંતુ સાથે જ જો કોઈ ભૂલ થાય તો તેને સુધારી કે રોકી શકાય તેવી ક્ષમતા પણ સિસ્ટમમાં હોવી જોઈએ.

તેમણે કહ્યું કે, વધારે ઝડપની સાથે વધુ વિશ્વાસનું નિર્માણ થવું પણ એટલું જ જરૂરી છે. કાર્યક્ષમતા અને સુરક્ષાને એકબીજાના વિરોધી પરિબળો તરીકે ન જોવા જોઈએ. ગ્રાહકોનો વિશ્વાસ જીતવા યોગ્ય સુરક્ષા માળખું અનિવાર્ય છે અને સંસ્થાકીય માળખું એવું હોવું જોઈએ જ્યાં કાર્યક્ષમતા અને સુરક્ષા બંને એકબીજાને મજબૂત બનાવે.

આ ઉપરાંત, ટેક્નોલોજી ક્યાં મૂલ્ય ઉમેરે છે અને ક્યાં મોટું જોખમ ઊભું કરે છે તેનું મૂલ્યાંકન રેગ્યુલેટર્સે કરવું પડશે અને દરેક ઉપયોગ મુજબ સુરક્ષા નિયમો ઘડવા પડશે.

 

નાણાકીય, કોમ્પિટિશન, ડેટા અને સાયબર સિક્યોરિટી રેગ્યુલેટર્સની જવાબદારીઓ સ્પષ્ટપણે વ્યાખ્યાયિત હોવી જોઈએ અને તેમની વચ્ચે તાલમેલ માટે એક કાર્યક્ષમ સિસ્ટમ હોવી જોઈએ. કોઈપણ પ્રવૃત્તિ માત્ર ક્ષેત્રીય સીમાઓ ઓળંગતી હોવાને કારણે દેખરેખમાંથી છટકી જવી ન જોઈએ, તેમ કહીને તેમણે તમામ ટેક્નોલોજી પ્લેટફોર્મને યોગ્ય નિયમનકારી દેખરેખ હેઠળ રાખવા ટાંક્યું હતું.

નાણાં મંત્રી નિર્મલા સીતારમને ભારતના ટેક્નોલોજી ઇકોસિસ્ટમ માટે એક 'ફેડરેટેડ પ્લેટફોર્મ'ની વકીલાત કરી હતી. તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે ભારતીય આઇટી અને ટેક્નોલોજી ઉદ્યોગનો એક વિશ્વસનીય અને મજબૂત સામૂહિક અવાજ હોવો જરૂરી છે. આવું પ્લેટફોર્મ ભારતીય ટેક્નોલોજી કંપનીઓને નવા વિદેશી બજારોમાં પ્રવેશવામાં, વિદેશી રેગ્યુલેટર્સ સાથે અગાઉથી સંવાદ સાધવામાં અને બૌદ્ધિક સંપદા વૈશ્વિક સ્તરે વ્યાપારીકરણ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

સામૂહિક જોડાણથી સરહદ પારના નિયમનોમાં પણ ભારતીય કંપનીઓ માટે નવીનતા લાવવાની તકો જળવાઈ રહેશે. તેમણે યુરોપિયન યુનિયન (EU) ના નવા નિયમોનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં લોકો જ્યારે AI સિસ્ટમ સાથે વાતચીત કરે ત્યારે તેનું ડિસ્કલોઝર કરવું ફરજિયાત છે. તેમણે ચેતવણી આપી હતી કે આ નિયમોનું પાલન ન કરવા પર કંપનીના વાર્ષિક વૈશ્વિક ટર્નઓવરના 3% સુધીનો દંડ થઈ શકે છે, જે માત્ર સ્થાનિક આવક પર નહીં પરંતુ સમગ્ર વૈશ્વિક આવક પર આધારિત હોય છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પુત્રનો પાસપોર્ટ 2023ના મની લોન્ડ્રીંગ કેસમાં કોર્ટમાં જમા છતા 5થી વધુ દેશ ફરી આવ્યો

ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલના પુત્ર હરિકેશ પટેલની ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા નકલી પાસપોર્ટ કૌભાંડમાં...
Gujarat 
ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પુત્રનો પાસપોર્ટ 2023ના મની લોન્ડ્રીંગ કેસમાં કોર્ટમાં જમા છતા 5થી વધુ દેશ ફરી આવ્યો

PM મોદીને મળ્યાના 8 જ દિવસમાં ભાજપના ધારાસભ્યએ PMના સ્કૂલમેટને 15 વર્ષ જૂની વિવાદિત જમીન પાછી આપી દીધી

મહારાષ્ટ્રના મીરા રોડ વિસ્તારમાં રહેતા 81 વર્ષીય અસગરઅલી વોહરા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા વચ્ચે...
National 
PM મોદીને મળ્યાના 8 જ દિવસમાં ભાજપના ધારાસભ્યએ PMના સ્કૂલમેટને 15 વર્ષ જૂની વિવાદિત જમીન પાછી આપી દીધી

સુરતની નમો જન સેવા કલ્યાણ સમિતિ દ્વારા યોજાશે સેવા યજ્ઞ

(ઉત્કર્ષ પટેલ) કોઈ નેતાનો જન્મદિવસ ફૂલમાળા અને શુભેચ્છાઓથી ઉજવાય એ સહજ સ્વાભાવિક વાત છે પરંતુ જ્યારે એ જ દિવસે શહેરના...
Opinion 
સુરતની નમો જન સેવા કલ્યાણ સમિતિ દ્વારા યોજાશે સેવા યજ્ઞ

80નો વર અને 75ની કન્યાની 'ટૂંકી પ્રેમકથા'... લગ્નના એક વર્ષ બાદ છૂટાછેડા લઇ લીધા?

તમે કદાચ લગ્ન વિશે ઘણી અજીબોગરીબ કહાનીઓ સાંભળી હશે, અને કદાચ તમે પોતે પણ આવા કેટલાક લગ્નો જોયા હશે....
National 
80નો વર અને 75ની કન્યાની 'ટૂંકી પ્રેમકથા'... લગ્નના એક વર્ષ બાદ છૂટાછેડા લઇ લીધા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.