સરકારે આ કંપનીને રૂ. 87695 કરોડ ચૂકવવા માટે 5 વર્ષની રાહત આપી

વર્ષ 2025 પૂરો થવાના આરે છે, ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાને કેન્દ્ર સરકાર તરફથી ખુબ મોટી રાહત મળી છે. બુધવાર, 31 ડિસેમ્બરના રોજ, કેન્દ્રીય મંત્રીમંડળે વોડાફોન આઈડિયા માટે પાંચ વર્ષના મુદતને મંજૂરી આપી છે. કંપનીને સરકારને તેના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) બાકી રૂ. 87,695 કરોડ ચૂકવવા માટે પાંચ વર્ષનો ગ્રેસ પીરિયડ આપવામાં આવ્યો છે. સરકારે હાલ માટે આ બાકી રકમ સ્થિર કરી દીધી છે, એટલે કે કંપનીને પાંચ વર્ષ માટે કોઈ ચુકવણી કરવાની રહેશે નહીં. એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ એ કંપનીના કુલ આવકનો તે ભાગ છે, જેના પર સરકાર ટેલિકોમ કંપનીઓ પાસેથી લાઇસન્સ ફી અને સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જ (SUC) લે છે.

Vodafone Idea
hindi.news18.com

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતીમાં જણાવાયું છે કે, વોડાફોન આઈડિયાએ હાલમાં તેના AGR બાકી રકમ ચૂકવવાની રહેશે નહીં. આ બાકી રકમ નાણાકીય વર્ષ 2032થી નાણાકીય વર્ષ 2041 સુધીના 10 વર્ષના સમયગાળા દરમિયાન ચૂકવવામાં આવશે. મોરેટોરિયમ (5 વર્ષ સુધી) દરમિયાન આ રકમ પર કોઈ વ્યાજ લેવામાં આવશે નહીં. મોરેટોરિયમ સમાપ્ત થયા પછી, બાકી રકમ 6 થી 10 હપ્તામાં ચૂકવવામાં આવશે. આનાથી કંપનીની તાત્કાલિક નાણાકીય મુશ્કેલીઓ ઓછી થશે. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ટેલિકોમ વિભાગ 31 ડિસેમ્બર સુધી સ્થિર AGR બાકી રકમની સમીક્ષા કરશે.

વોડાફોન આઈડિયા કંપની ઘણા વર્ષોથી નાણાકીય દબાણનો સામનો કરી રહી છે. આ ટેલિકોમ કંપનીએ માર્ચ 2026થી સરકારના AGR બાકી રકમ ચૂકવવાનું શરૂ કરવાનું હતું. કંપનીએ વાર્ષિક રૂ. 18,000 કરોડ AGR તરીકે ચૂકવવાના હતા. તેણે આ અંગે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે જો તેને AGR ચૂકવણીમાંથી રાહત નહીં મળે, તો તે ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી શકે છે.

Vodafone Idea
hindi.newsbytesapp.com

મીડિયા સૂત્રોના એક અહેવાલમાં જણાવાયું છે કે, વોડાફોન આઈડિયામાં સરકારનો સૌથી મોટો હિસ્સો છે, જેના કારણે સરકાર આ ટેલિકોમ કંપનીને પતનથી બચાવવા માંગે છે. વોડાફોન આઈડિયામાં સરકારનો હિસ્સો 49 ટકા છે. વોડાફોન આઈડિયાના દેશભરમાં આશરે 19.8 કરોડ ગ્રાહકો છે. આ કંપનીમાં આશરે 18,000 લોકો કામ કરી રહ્યા છે.

About The Author

Top News

iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

iQOOએ થોડા દિવસ પહેલા તેનો નવો iQOO Z11 5G ફોન લોન્ચ કર્યો છે, જે આજે, 25 ઓગસ્ટના...
Tech and Auto 
iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી, મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

ભાજપે નીતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે, અને રાજકીય નજર હવે સીધું મોદી કેબિનેટ તરફ ટકી ગઇ...
Politics 
મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી,  મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

આસામના જોરહાટમાં ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક પર તેના જ ઘરમાંથી આશરે ₹50 લાખ રોકડા...
National 
દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

કોર્પોરેટરોએ હાથમાં ગંગાજળ લઈને સોગંધ ખાધા, જે કમિશન મળશે બધાના ભાગે સરખું વહેચાશે

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક સનસનાટીભર્યો વીડિયો સામે આવ્યો છે. તે લોકશાહી પ્રતિનિધિઓના ઇરાદા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે...
National 
કોર્પોરેટરોએ હાથમાં ગંગાજળ લઈને સોગંધ ખાધા, જે કમિશન મળશે બધાના ભાગે સરખું વહેચાશે

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.