- Business
- ગુજરાતીએ સાયકલ પર ફરીને 1400 કરોડની કંપની ઉભી કરી, હવે IPO લાવ્યા
ગુજરાતીએ સાયકલ પર ફરીને 1400 કરોડની કંપની ઉભી કરી, હવે IPO લાવ્યા

ગોપાલ સ્નેક્સનો IPO 6 માર્ચથી ખુલી ગયો છે અને આજે બીજો દિવસ છે. 11 માર્ચે બંધ થશે. પ્રાઇસ બેન્ડ 381થી 401 રાખવામાં આવી છે. 37નો મીનીમમ લોટ છે અને રોકાણકારોએ 14837 રૂપિયા ઓછામાં ઓછા રોકવા પડે. ગોપાલ સ્નેક્સના માલિક બિપિન હદવાનીની સક્સેસ સ્ટોરી જાણવા જેવી છે. તેમણે શૂન્યથી શરૂ કરીને 1400 કરોડ રૂપિયાની કંપની ઉભી કરી છે.
જામનગરના ભાદરા ગામમાં બિપિન હદવાનીના પિતાની એક નાનકડી દુકાન હતી, તેમા બિપિન જ્યારે શાળામાંથી છુટીને ઘરે આવ્યા પછી સાયકલ પર નમકીન વેચવા નિકળતા. 1990માં પિતા પાસે 4500 રૂપિયા લઇને રાજકોટ ગયા અને ત્યાં એક સબંધી સાથે ગણેશ નમકીન બ્રાન્ડથી ધંધો શરૂ કર્યો છે. 4 વર્ષ પછી ભાગીદારી છુટી કરીને પોતાનું ઘર લીધું અને ઘરમાં જ નાસ્તા બનાવીને વેચવાનું શરૂ કર્યું. પત્ની દક્ષા પણ સાથે જોડાયા હતા.
વેચાણ થતું નહોતું એટલે બિપિન હદવાનીએ રાજકોટમાં સાયકલ પર ફરી ફરીને નાની નાની દુકાનમાં નમકીન વેચવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેમણે ચવાણું બનાવ્યું, પરંતુ એ પછી ગાઠિયાએ તેમની કિસ્મત બદલી નાંખી. 2024 સુધીમાં તેઓ 80 પ્રોડક્ટ વેચી રહ્યા છે. 2023 સુધીમાં તેમણે 1400 કરોડ રૂપિયાની કંપની બનાવી નાંખી છે.