વિરાટે બધાને ટેસ્ટ રમવાની સલાહ આપી હતી, આન્દ્રે રસેલે કહ્યું- 'તેમને પૈસા મળે છે'

વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેના દ્વારા કરવામાં આવેલી આ અચાનક જાહેરાતથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. RCB IPL ચેમ્પિયન બન્યા પછી, કોહલીએ ટેસ્ટ ક્રિકેટ વિશે મોટું નિવેદન આપ્યું. તેણે સ્પષ્ટપણે કહ્યું કે IPLની સિદ્ધિ ટેસ્ટ ક્રિકેટની સામે કંઈ નથી. હવે વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ખેલાડી આન્દ્રે રસેલે તેના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

રસેલના મતે, વેસ્ટ ઈન્ડિઝ માટે ટેસ્ટ ક્રિકેટ રમવું એ ભારત, ઓસ્ટ્રેલિયા કે ઈંગ્લેન્ડ જેવી ટીમો કરતાં સંપૂર્ણપણે અલગ અનુભવ છે. મીડિયા સૂત્રો સાથે વાત કરતાં તેમણે કહ્યું, 'મને લાગે છે કે ભારત, ઓસ્ટ્રેલિયા કે ઈંગ્લેન્ડ જેવા દેશોમાં ટેસ્ટ ખેલાડીઓની સારી સંભાળ રાખવામાં આવે છે. તે વેસ્ટ ઈન્ડિઝ જેવા દેશો કરતાં સંપૂર્ણપણે અલગ છે. તે ખેલાડીઓને ટેસ્ટ ક્રિકેટ રમવા માટે ખુબ સરસ એવો કેન્દ્રીય કરાર મળે છે અને તેઓ મોટા સ્ટેજ પર રમે છે. સ્વાભાવિક છે કે, જો તેમને આવી તક મળે તો તેઓ રમવાનું પસંદ કરશે. પરંતુ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ 50 કે 100 ટેસ્ટ રમે તો પણ, નિવૃત્તિ પછી તેમની પાસે બતાવવા માટે વધારે કંઈ હોતું નથી.'

Virat-Kohli
news24online-com.translate.goog

આન્દ્રે રસેલે વેસ્ટ ઈન્ડિઝ માટે 2010માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જોકે તેણે આ ફોર્મેટમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી નથી, પરંતુ તેને ફરીથી વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ ટીમમાં રમવાની તક મળી નથી. આના પર તેણે કહ્યું, 'મને ટેસ્ટ સેટઅપમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ટીમ મેનેજમેન્ટ મને સફેદ બોલના ખેલાડી તરીકે જોવા લાગ્યું અને ત્યાંથી મારી ટેસ્ટ ક્રિકેટની વાર્તાનો અંત આવ્યો.'

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે ફ્રેન્ચાઇઝ ક્રિકેટને બદલે ટેસ્ટ ક્રિકેટમાં લાંબી કારકિર્દી પસંદ કરવા માંગે છે, ત્યારે તેણે જવાબ આપ્યો, 'સાચું કહું તો, બિલકુલ નહીં. હું ટેસ્ટ ક્રિકેટમાં માનું છું, પરંતુ આખરે હું એક વ્યાવસાયિક છું. આ મારી કારકિર્દીનો ભાગ નહોતો. અને મને આનો કોઈ અફસોસ નથી, કારણ કે તે મેં નહીં પણ અન્ય લોકોએ મને ટેસ્ટ ક્રિકેટથી દૂર રાખ્યો હતો.'

Gateway-to-Hell3
reddit.com

અહીં તમને જણાવી દઈએ કે, આન્દ્રે રસેલે 15 નવેમ્બર 2010ના રોજ શ્રીલંકા સામે તેની એકમાત્ર ટેસ્ટ મેચ રમી હતી. તે આ મેચની એકમાત્ર ઇનિંગમાં ફક્ત બે રન બનાવી શક્યો હતો. બોલિંગમાં પણ તેને ફક્ત એક જ વિકેટ મળી હતી. આ પછી, તેને ફરીથી ક્યારેય ટેસ્ટ ક્રિકેટ રમવાની તક મળી નથી.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.