- Business
- 'હું મરાઠી નહીં શીખું, બોલો તમે શું કરી લેશો...' મુંબઈમાં રહેતા 1000 કરોડના માલિક સુશીલ કેડિયાની સ્...
'હું મરાઠી નહીં શીખું, બોલો તમે શું કરી લેશો...' મુંબઈમાં રહેતા 1000 કરોડના માલિક સુશીલ કેડિયાની સ્પષ્ટ વાત

મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા વિવાદે એક મોટા રાજકીય અને સાંસ્કૃતિક વિવાદનું સ્વરૂપ લઇ લીધું છે. હવે કેડિયાનોમિક્સના સ્થાપક સુશીલ કેડિયા જેવા રોકાણકારો પણ આ વિવાદમાં કૂદી પડ્યા છે. તેમના સોશિયલ મીડિયા પર જાહેરમાં તેમણે જાહેરાત કરી છે કે તેઓ મરાઠી નહીં શીખે.
X પર ઠાકરેને ટેગ કરતી એક પોસ્ટમાં, કેડિયાએ લખ્યું, 'મુંબઈમાં 30 વર્ષ રહ્યા પછી પણ, હું મરાઠી યોગ્ય રીતે જાણતો નથી, અને તમારી કટ્ટર ગેરવર્તણૂકને કારણે, મેં પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી તમારા જેવા લોકોને મરાઠી માનુષીઓની સંભાળ રાખવાનો દેખાવો કરવાની મંજૂરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી હું પ્રતિજ્ઞા લઉં છું કે હું મરાઠી નહીં શીખું. બોલો શું કરી લેવાના, મને કહો?'

કેડિયાનું આ નિવેદન એ વીડિયોના થોડા દિવસો પછી આવ્યું છે જેમાં મનસે કાર્યકરોના એક જૂથે મીરા રોડ પર એક દુકાનદાર પર કથિત રીતે હુમલો કર્યો હતો, કારણ કે તેણે મરાઠીમાં બોલવાનો ઇનકાર કર્યો હતો.
https://twitter.com/sushilkedia/status/1940763076007285167
આ લોકોએ 48 વર્ષીય બાબુલાલ ખીમજી ચૌધરી સાથે એટલા માટે ઝઘડો કર્યો, કારણ કે તેમના એક કામ કરતા માણસે તેમને હિન્દીમાં જવાબ આપ્યો હતો. ત્યારપછી દુકાનદાર સાથે દલીલ થઈ અને પછી MNS કાર્યકર્તાઓએ તેમના પર હુમલો કર્યો. ચૌધરીએ જણાવ્યું કે તેમને ત્યાં કામ કરતા માણસો અન્ય રાજ્યોના છે અને મરાઠી નથી જાણતા, જેના કારણે એક જૂથે તેમના પર હુમલો કર્યો. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ ઘટના પર ઘણી તીખી રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી છે. રાજ્યમંત્રી યોગેશ કદમે કહ્યું, 'મહારાષ્ટ્રમાં તમારે મરાઠી તો બોલવી જ પડશે. જો તમને મરાઠી નથી આવડતી, તો તમારું વલણ એવું ન હોવું જોઈએ કે તમે મરાઠી નહીં બોલો. જો કોઈ મહારાષ્ટ્રમાં મરાઠીનું અપમાન કરે છે, તો અમે અમારા કાયદા લાગુ કરીશું.' જોકે, કદમે હિંસાની નિંદા કરી અને કહ્યું કે, તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવવી જોઈતી હતી.
આ ઘટનાની ફરિયાદ પછી, હુમલામાં સામેલ 7 લોકો સામે FIR નોંધવામાં આવી છે. MNSના એક અધિકારીએ આ લડાઈનો બચાવ કર્યો અને દુકાનદારના 'ઘમંડી' વલણને દોષી ઠેરવ્યું. તેમણે દાવો કર્યો હતો કે, જ્યારે આ ઘટના બની ત્યારે રાજ્ય સરકાર દ્વારા ભાષા નીતિના પ્રસ્તાવને પાછો ખેંચવાની ઉજવણી દરમિયાન આ લોકો પાણી ખરીદવા ગયા હતા.
Top News
રાજકોટમાં ટોળકી ડોક્યુમેન્ટ વગર બનાવી દેતા આધાર કાર્ડ
ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?
શુક્રાણુ અને એગ્સને નુકસાન પહોંચાડી રહી છે પુરુષો-સ્ત્રીઓની આ આદત, IVF પણ કામ નથી કરતું
Opinion
