માથા પર બોલ વાગતા ક્રિકેટ છોડી સૌથી મોટા બેંકર થયા કોટક, હવે ગિફ્ટ સિટી તારશે!

કોમર્સ અને ફાયનાન્સ માટે દુનિયાભરમાં જાણીતી મુંબઇની 112 વર્ષ જૂની સિડનહામ કોલેજમાં 20 વર્ષનો એક ગુજરાતી છોકરો ક્રિકેટ ટીમનો સ્ટાર હતો. તે કદાચ ગવાસ્કરની જેમ ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે સ્ટાર ક્રિકેટર બન્યો હોત. પરંતુ વિધિના વિધાન કંઇક બીજા જ હતા.  કોલેજમાં જ એક મેચ વખતે રન લેવા દોડ્યા અને માથા પર બોલ વાગ્યો. તેમને બ્રેન હેમરેજ થયું. બ્રેન સર્જરી કરવી પડી. મહિનાઓ સુધી પથારીવશ રહેવું પડ્યું. હવે તેમનું ભારતીય ક્રિકેટ ટીમ માટે રમવાનું સપનું રોળાઇ ગયું. ઉદય કોટકે હવે બીજા રાહ પકડી. તેમણે ફાયનાન્સના ક્ષેત્રે ઝંપવાવ્યું. તેમના પરિવારનો કોટનને બિઝનેસ હતો.  તેમાં તે જવા માગતા ન હતા. હિન્દુસ્તાન લિવર લિમિટેડ જેવી મોટી કંપનીએ પણ તેમને જોબ ઓફર કરી હતી પરંતુ નોકરી પણ કરવી ન હતી. અંતે વર્ષ 1985માં લોકો પાસેથી રૂ. 30 લાખ ઉધાર લઇને તેમણે કોટક ફાયનાન્સની શરૂઆત કરી. માત્ર 3 લોકો અને 300 ચોરસફૂટની નાનકડી ઓફિસ. તેમણે જોયું કે તે સમયે બજારમાં રોકાણકારોને 6 ટકા વ્યાજ મળતું અને લોન લેવી હોય તો 12 ટકા આપવા પડતા. તેમણે આ ટ્રેન્ડને તોડીને રોકાણકારોને 9 ટકા વ્યાજ આપવાનું શરૂ કર્યું અને 11 ટકાના દરે લોન આપવા લાગ્યા. ધંધો વધવા લાગ્યો. વર્ષ 2003માં તેમણે    પછી તો તેમણે ઇતિહાસ સર્જયો. એક નાનકડી ફાયનાન્સ ફર્મમાંથી આજે દેશની ચૌથી સૌથી મોટી બેંક બનાવવા સુધીની સફર તેમણે ખેડી. વર્ષ 2008માં જ્યારે મંદીનો સમય હતો ત્યારે સરકારે તેમની મદદ લીધી. તેમણે ગોલ્ડમેન સેક સાથે પાર્ટનરશિપ કરી હિસ્સો વેચ્યો અને પછી ફરી ખરીદી પણ લીધો. આમ, તેઓ આજે દેશના સૌથી પ્રતિભાશાળી અને સન્માનનીય બેંકર તરીકે સ્થાપિત છે. તેમની નેટવર્થ  રૂપિયા 1.2 લાખ કરોડ છે તે તેમની બેંકનું માર્કેટ કેપિટલાઇઝેશન 4 લાખ કરોડ જેટલું છે. દેશના સૌથી ધનિક બેંકર ઉદય કોટકને સરકારે ગુજરાત ઇન્ટરનેશનલ ફાયન્સ ટેક (ગિફ્ટ) સિટીને ચેરમેન બનાવ્યા છે. હવે ગુજરાતના ગિફ્ટ સિટીને તેઓ ટોચે પહોંચાડી દેશે, તેવું જાણકારો કહી રહ્યા છે. 

01

ગિફ્ટ સિટી શું છે અને કયા છે પડકારો 

ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટી એક એવો વિસ્તાર છે જ્યારે વિદેશી ચલણનો વેપાર થાય છે. આ વિસ્તારને સરકારે 20 વર્ષ સુધી ટેક્સ ફ્રી જાહેર કર્યો છે. એટલે ત્યાં દેશી-વિદેશી રોકાણકારો પોતાની ઓફિસો શરૂ કરી શકે છે. હાલમાં ફાયનાન્સના ધંધા પર મુંબઇનો કબ્જો છે. એટલે ગિફ્ટ સિટીની સ્પર્ધા મુંબઇ સાથે છે. ત્યાં ઓફિસો તો શરૂ થઇ છે. કામ પણ ચાલી રહ્યું છે. પરંતુ મુંબઇ સાથેની સ્પર્ધામાં હજુ તે પાછળ છે. બીજી એક સમસ્યા છે ત્યાંની લાઇફ. વિદેશી કંપનીઓ એવી જગ્યાએ જ આવે છે જ્યાં શિક્ષણ, આરોગ્ય અને નાઇટલાઇફની સુવિધાઓ સારી હોય. કારણ કે સ્ટાફને તમામ સારી સુવિધાઓ આપવી પડે. સરકારે આ માટેની વ્યવસ્થા પણ કરી છે. ખાસ કરીને નાઇટલાઇફ બાબતે મોટી અડચણ દારૂબંધીને હતી તે હવે દૂર થઇ છે. હાલ સુધીમાં ગિફ્ટ સિટીનું સુકાન સરકાર કોઇ આઇએએસ કક્ષાના અધિકારીને સોંપતી હતી. હસમુખ અઢિયા તેના ચેરમેન હતા. હાલ પણ બીજા કેટલાક અધિકારીઓના નામ ચેરમેન તરીકે ચાલી રહ્યા હતા પરંતુ સરકારે ઉદય કોટકને ચેરમેન નીમીને આઇએએસ લોબીને આંચકો આપ્યો છે. જોકે, આ પગલું સરાહનીય છે. ઉદય કોટક જેવા સફળ અને પ્રતિષ્ઠિત બેંકર જો આ કામ કરશે તો મોટો ફેર પડી જશે.

About The Author

Related Posts

Top News

આ ગામમાં 15 દિવસમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં 5 બાળકો પણ, આખું હેલ્થ ડિપાર્ટમેન્ટ ગામમાં પહોંચ્યું

હરિયાણાના પલવલ જિલ્લાના એક ગામમાં છેલ્લા 15 દિવસમાં 12 લોકોના મોત થયા છે. આમાં પાંચ સ્કૂલના બાળકોનો પણ સમાવેશ થાય...
National 
આ ગામમાં 15 દિવસમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં 5 બાળકો પણ, આખું હેલ્થ ડિપાર્ટમેન્ટ ગામમાં પહોંચ્યું

17 તારીખે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, શું ભારતમાં સૂતક કાળ લાગૂ થશે? નોંધી લો ટાઈમિંગ

2026નું પહેલું સૂર્યગ્રહણ થવાનું છે. 17 ફેબ્રુઆરીએ કુંભ રાશિ અને ધનિષ્ઠા નક્ષત્રમાં સૂર્યગ્રહણ થશે. આ એક રિંગ સૂર્યગ્રહણ હશે....
Astro and Religion 
17 તારીખે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, શું ભારતમાં સૂતક કાળ લાગૂ થશે? નોંધી લો ટાઈમિંગ

પાક. કેપ્ટનની એક ભૂલ કેવી રીતે બની ગઈ ગેમ ચેન્જર, કેપ્ટન સૂર્યાએ કોલંબોની જીત બાદ રહસ્ય ખોલ્યું

ભારતે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું. આ T20 વર્લ્ડ કપ મેચ અગાઉ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ...
Sports 
પાક. કેપ્ટનની એક ભૂલ કેવી રીતે બની ગઈ ગેમ ચેન્જર, કેપ્ટન સૂર્યાએ કોલંબોની જીત બાદ રહસ્ય ખોલ્યું

અદ્ભુત નીકળ્યો એક નાનો એવો શેયર... 1 લાખનું રોકાણ કરનારા માત્ર 22 મહિનામાં 6 કરોડ કમાયા!

શેરબજારમાં, એ કહેવું મુશ્કેલ છે કે ક્યારે કોઈ સ્ટોક અજાયબીઓ કરશે, તેના રોકાણકારોને ધનવાન બનાવી દેશે અને ક્યારે...
Business 
અદ્ભુત નીકળ્યો એક નાનો એવો શેયર... 1 લાખનું રોકાણ કરનારા માત્ર 22 મહિનામાં 6 કરોડ કમાયા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.