LICના ચેરમેને અદાણી ગ્રુપ વિશે આપ્યું મોટું નિવેદન, ગૌતમ અદાણી માટે રાહત

On

અદાણી ગ્રુપની કંપનીમાં ચાલી રહેલી આલોચના વચ્ચે LICએ ઓકટોબર-ડિસેમ્બર 2022ના ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કર્યા છે. પરિમામ જાહેર કરવાની સાથે LICના ચેરમેને અદાણી ગ્રુપ માટે મહત્ત્વનું નિવેદન પણ આપ્યું છે, જે ગૌતમ અદાણીને મુશ્કેલીમાં થોડી રાહત આપી શકે તેવું છે. LICએ આ ત્રિમાસિક ગાળામાં 8334.2 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. જે ગયા વર્ષે આ સમાન ગાળામાં માત્ર 235 કરોડ રૂપિયાનો નફો હતો. જો કે આની પહેલાના એટલે સપ્ટેમ્બર 2022ના રોજ પુરા થતા ત્રિમાસિક ગાળામાં LICનો ચોખ્ખો નફો 15, 952 કરોડ રૂપિયા હતો. તેની સરખામણીએ જોઇએ તો આ ક્વાર્ટરમાં નફો ઘટ્યો છે.

LICના ચેરમેન  એમ. આર કુમારે પરિણામ જાહેર થયા પછી નિવેદન આપતા કહ્યુ હતું કે, LIC અદાણી ગ્રુપમાં કરેલું રોકાણ ઘટાડવાની નથી. ચેરમેને કહ્યું કે, અમે સમયાતંરે અમારા રોકાણનો રિવ્યુ કરતા રહીશું. LICનું અદાણી ગ્રુપમાં રોકાણને કારણે કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો હતો અને પોલીસી હોલ્ડર્સમાં પણ ચિંતા હતી કે LICનું અદાણીમાં ઇન્વેસ્ટમેન્ટ ક્યાંક ડુબી ન જાય. આ બધા વચ્ચે જયારે  LICએ અદાણીમાં રોકાણ નહીં ઘટાડવાની વાત કરી છે તે ખરેખર ગૌતમ અદાણી માટે રાહતના સમાચાર છે.

અદાણી ગ્રૂપમાં LIC ના રોકાણ વિશે વાત કરતા, એલઆઈસી ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરતી વખતે અદાણી ગ્રૂપમાં LIC ના રોકાણ વિશે કહેવામાં આવ્યું હતું કે તેની કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM)ના માત્ર 0.97 ટકા અદાણી ગ્રુપની કંપનીમાં રોકાણ કરવામાં આવ્યું છે. બીજી તરફ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભાગવત કિસનરાવ કરાડે 7 ફેબ્રુઆરી, 2023 ના રોજ સંસદમાં આપવામાં આવેલી માહિતીમાં કહ્યું હતું કે, LIC એ અદાણી જૂથની તમામ કંપનીઓમાં 30,127 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

LICની 2022ના ડિસેમ્બર મહિનામાં પુરા થતા ત્રિમાસિક ગાળામાં પ્રીમીમયની ચોખ્ખી આવક 1,11,787.6 કરોડ રૂપિયા થઇ છે, જે ગયા વર્ષે આ સમાન ગાળામાં રૂપિયા 97.620.34 કરોડ રૂપિયા હતી.

અમેરિકાની હિંડનબર્ગ રિસર્ચ કંપનીએ 24 જાન્યુઆરી 2023ના દિવસે એક રિપોર્ટ જાહેર કર્યો હતો જેને કારણે અદાણી ગ્રુપ કંપનીના બધા શેરોમાં મોટા ગાબડાં પડી ગયા હતા અને ગ્રુપના માર્કેટ કેપમાં 100 અબજ ડોલરનું ધોવાણ થઇ ગયું હતું.

Top News

સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

(ઉત્કર્ષ પટેલ) જીવન એક એવી યાત્રા છે જેમાં આપણે દરેક પગલે પસંદગીઓ કરીએ છીએ. આ પસંદગીઓ આપણાં કર્મો નક્કી કરે...
Lifestyle 
સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-03-2025 દિવસ: મંગળવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કહે છે કે, છેલ્લા કેટલાક મહિનામાં સમયનું ચક્ર તેના માટે સંપૂર્ણ 360 ડિગ્રીનો વળાંક...
Sports 
IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.