દેશમાં ઓપ્શન ટ્રેડિંગમાં ગુજરાતના ટ્રેડર્સ ત્રીજા ક્રમે અને તેમાંથી 60% આ શહેરના

વૈશ્વિક સ્તરે ઇક્વિટી-મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ પ્રત્યે ભારત હજુ ધણું પાછળ છે તેમાં પણ ફ્યુચરની તુલનાએ ઓપ્શન ટ્રેડિંગમાં ટ્રેડર્સ હજુ એન્ટર જ થઇ રહ્યાં છે તેમ કહેવું ખોટું નથી. વિશ્વના વિકસીત દેશોમાં ફ્યૂચર ટ્રેડિંગ કરતા ઓપ્શન ટ્રેડિંગમાં ટ્રેડર્સ વધુ ટ્રેડ કરે છે. જોકે, ભારતીય માર્કેટમાં પણ છેલ્લા બે-ત્રણ વર્ષથી ઓપ્શન ટ્રેડમાં નંબર ઓફ શેર્સમાં વોલ્યુમ ઝડપભેર વધવા લાગ્યું છે પરંતુ વોલ્યુમની દ્રષ્ટિએ હજુ ઘણા પાછળ છે. ઓપ્શન ટ્રેડિંગમાં ટ્રેડર્સ માં હજુ અવેરનેસ જોઇએ તેટલી નથી. ઓપ્શન ટ્રેડિંગ મુદ્દે જાગૃતિ લાવવા માટે જૈનમ બ્રોકિંગ લિમિટેડ દ્વારા 18 માર્ચે સુરતમાં મેગા અવેરનેસ પ્રોગ્રામ યોજાઇ રહ્યો છે જેમાં દેશ-વિદેશના 25 થી વધુ નિષ્ણાતો સરેરાશ 7000થી વધુ ટ્રેડર્સ ને માર્ગદર્શન પુરૂ પાડશે.

ટ્રેડર્સમાં પણ જાગૃતત્તા આવી રહી છે અને તેઓ પણ કરેલા રોકાણમાં નફો-નુકસાનને ધ્યાનમાં લઇને આગળ વધી રહ્યાં છે. ઓપ્શન ટ્રેડિંગ એવું છે જેમાં ટ્રેડર્સ જાતે જ નફો અને નુકસાનને બુક કરી શકે છે. દેશમાં ઓપ્શન ટ્રેડિંગમાં ગુજરાતના ટ્રેડર્સ ત્રીજા ક્રમે આવે છે એટલું જ નહિં ગુજરાતમાં સૌથી વધુ ઓપ્શન ટ્રેડિંગ 60 ટકાથી વધુ સુરતના ઇન્વેસ્ટર્સ દ્વારા થઇ રહ્યું હોવાનું જૈનમ બ્રોકિંગ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખે જણાવ્યું હતું. વધુમાં તેઓએ નિર્દેશ કર્યો કે જે ટ્રેડર્સ પ્રોફેશનલ ટ્રેડિંગ કરે છે તે સૌથી વધુ ઓપ્શન ટ્રેડિંગમાં જ સક્રિય રહે છે. ઇન્વેસ્ટર્સ પાસે ટેક્નોલોજીનો વ્યાપ ઉપલબ્ધ હોવાથી ટેક્નોલોજીના માધ્યમ દ્વારા ઝડપભેર કમાણીનું માધ્યમ શોધી રહ્યાં છે. વિશ્વમાં અમેરિકામાં સૌથી વધુ ઓપ્શન ટ્રેડ થઇ રહ્યું છે.

ટ્રેડર્સને વધુ અને સલામત રિટર્ન કેવી રીતે મળી રહે તે હેતુ માટે અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યો છે. 18મી માર્ચે 25થી વધુ માર્કેટ નિષ્ણાંતોની ઉપસ્થિતીમાં સાત હજારથી વધુ ટ્રેડર્સને અવેરનેસ પ્રોગ્રામ આપશે. ચીફ ગેસ્ટ તરીકે એનએસઇના એમડી આશીષ ચૌહાણ તથા ગુજરાતના BJPના પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. ટ્રેડર્સને ઓપ્શન્સ ટ્રેડિંગ / સ્ટોક માર્કેટ ટ્રેડિંગ ને લગતા 51થી વધુ સર્વિસ પ્રોવાઇડર જેમ કે ચાર્ટ પ્લેટફોર્મ, અલ્ગો પ્લેટફોર્મ,નવી નવી ટેકનોલોજી દ્રારા માહિતગાર કરાશે તેવો નિર્દેશ જૈનમ બ્રોકિંગ લિમિટેડના ડિરેક્ટર સીએ દિશાંત પરીખે વ્યક્ત કર્યો હતો.

About The Author

Top News

ગુજરાત ભાજપના મહિલા ધારાસભ્યએ BJPના જ સાંસદને કહી દીધું- માનહાનિનો કેસ કરીશ

ભરૂચમાં ભાજપના જ સાંસદ અને મહિલા ધારાસભ્ય વચ્ચ બબાલ શરૂ થઇ છે. બંને નેતાઓ વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું છે. ભરૂચના ...
Politics 
ગુજરાત ભાજપના મહિલા ધારાસભ્યએ BJPના જ સાંસદને કહી દીધું- માનહાનિનો કેસ કરીશ

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.