- Business
- ટાટાની પોપ્યુલર EVને પાછળ છોડી આ ઈલેક્ટ્રિક કાર બની નંબર-1
ટાટાની પોપ્યુલર EVને પાછળ છોડી આ ઈલેક્ટ્રિક કાર બની નંબર-1

ભારતીય ઇલેક્ટ્રિક કાર બજારમાં સતત વધતી માગ વચ્ચે MG Windsor EVએ વેચાણના મામલે બધા રેકોર્ડ તોડી દીધા છે. નાણાકીય વર્ષ 2025માં Windsor EVએ 19,394 યુનિટના વેચાણ સાથે ટોપ પોઝિશન હાંસલ કર્યું છે. ખાસ વાત એ છે કે MGની આ કાર ભારતમાં સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર બની છે.

EV વેચાણમાં ટોપ-10 કારની લિસ્ટ
નાણાકીય વર્ષ 2025 દરમિયાન ભારતીય ઇલેક્ટ્રિક કાર બજારમાં ગ્રાહકોનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે, અને આ દરમિયાન MG Windsor EV સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર બની છે. MG Windsor EVએ કુલ 19,394 યુનિટનું વેચાણ નોંધાવ્યું છે, જેથી તે નંબર-1 બનીને ઊભરી છે. ત્યારબાદ બીજા નંબરે Tata Punch EV રહી, જેના 17,966 યુનિટ વેંચાયા. ત્રીજા નંબર Tata Tiago EV રહી, જેને 17,145 ગ્રાહકોએ ખરીદી. Tata Nexon EV ચોથા નંબરે રહી અને તેના 13,978 યુનિટ વેંચાયા. પાંચમાં નંબરે MG Comet EV રહી, જેના 10,149 યુનિટ વેંચાયા.
છઠ્ઠા નંબરે Tata Curvv EV રહી, જેના 7,534 યુનિટ વેંચાયા. સાતમા નંબરે MG ZS EV રહી, જેના 7,042 યુનિટ વેંચાયા. Mahindra XEV 9e આઠમા નંબરે રહી, જેના 5,422 યુનિટ વેંચાયા. નવમા નંબરે Mahindra XUV400 રહી, જેના 4,843 ગ્રાહકોએ પસંદ કરી. તો દસમા નંબરે Tata Tigor EV રહી, જેના 4,820 યુનિટ વેંચાયા.

MG Windsor EV કેમ બની સૌથી મોટી પસંદ?
MG Windsor EV ટોપ પર પહોંચવા પાછળ ઘણા કારણ છે. તેની ડિઝાઇન ફ્યૂચરિસ્ટિક અને પ્રીમિયમ છે, જે ગ્રાહકોને આકર્ષિત કરે છે. તેમાં ફેમિલી ફ્રેન્ડલી MPV જેવી જગ્યા આપવામાં આવી છે, જેનાથી તે મોટા પરિવારો માટે પણ એક પરફેક્ટ EV બનાવે છે. MG Windsor EV અલગ-અલગ બેટરી વેરિયન્ટમાં આવે છે, જે લોંગ રેન્જ ઓફર કરે છે. તેમાં ADAS, પેનોરેમિક સનરૂફ, ડિજિટલ કન્સોલ અને કનેક્ટેડ કાર ટેક્નોલોજી જેવી એડવાન્સ ફીચર્સ આપવામાં આવ્યા છે. તેની કિંમત પણ અન્ય પ્રીમિયમ EVsની તુલનામાં પણ સસ્તી છે, જેથી તે વધુ વેલ્યૂ ફોર મની વિકલ્પ બને છે.

ટાટા EVsનો દબદબો અકબંધ
ભલે MG Windsor EVએ ટોપ પોઝિશન હાંસલ કર્યું હોય, પરંતુ ટાટા મોટર્સનો ઇલેક્ટ્રિક પોર્ટફોલિયો અત્યારે પણ મજબૂત છે. ટાટાની 4 કારો- Punch EV, Tiago EV, Nexon EV અને Tigor EV આ લિસ્ટમાં સામેલ છે, જે સાબિત કરે છે કે ટાટાના EV મોડલ્સને અત્યારે પણ ગ્રાહકોનું ભરપૂર સમર્થન મળી રહ્યું છે.