મુકેશ અંબાણી આ ચોકલેટ કંપની ખરીદશે! ખબર આવતા જ શેર રોકેટ બન્યો

મુકેશ અંબાણી જે વસ્તુ પર હાથ મુકે છે તેની કિંમત વધી જાય છે. એક ચોકલેટ બનાવનારી કંપની સાથે આવું જ થયું છે. રિલાયન્સ રિટેલ આ ચોકલેટ બનાવનારી કંપનીમાં 51 ટકા મેજોરિટી સ્ટેક ખરીદશે. આ ખબર આવ્યા બાદ તરત જ કંપનીના શેરોમાં તેજી જોવા મળી રહી છે. શુક્રવારના રોજ તેના સ્ટોક્સમાં અપર સર્કિટ લાગી ગઇ હતી.

સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે શેર બજારમાં કારોબાર શરૂ થતાની સાથે જ લોટસ ચોકલેટ કંપની લિ.ના શેરોમાં અપર સર્કિટ લાગી ગઇ હતી. તેના સ્ટોક્સ 5 ટકા કે પછી 5.85 રૂપિયાના ઉછાળા સાથે 122.95 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. રિલાયન્સ રિટેલ તરફથી ચોકલેટ કંપનીમાં મોટી ખરીદીના પ્લાનની ખબરથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી અને તેમણે શેરોની ખરીદી ચાલુ કરી દીધી હતી.

મુકેશ અંબાણીની દિકરી ઇશા અંબાણી રિટેલ વેન્ચર્સની જવાબદારી સંભાળી રહી છે. તેની સાથે જ રિટેલ સેક્ટરમાં મુકેશ અંબાણી સતત કારોબારનો વિસ્તાર કરતા જઇ રહ્યા છે. રોયટર્સ અનુસાર, લોટસ ચોકલેટ કંપની લિમિટેડમાં 51 ટકા હિસ્સેદારી ખરીદવા માટે રિલાયન્સ રિટેલ તૈયાર છે. તેના સિવાય 113 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર નક્કી કરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર, રિલાયન્સ રિટેલ અને લોટસ ચોકલેટ વચ્ચે આ સોદો લગભગ 8.94 મિલિયન ડોલરમાં થવા જઇ રહ્યો છે. રિલાયન્સ રિટેલે લોટસ ચોકલેટની 51 ટકા હિસ્સેદારી ખરીદવાનો પ્લાન કર્યો છે. તેની સાથે જ બીજી 26 ટકા હિસ્સેદારી ઓપન ઓફર દ્વારા ખરીદવાની તૈયારી છે. હાલ, ચોકલેટ કંપનીમાં પ્રમોટર અને પ્રમોટર ગ્રુપની 72 ટકા હિસ્સેદારી છે.

મુકેશ અંબાણીએ હાલમાં જ રિટેલ સેક્ટરમાં કારોબાર વિસ્તારની પોતાની મનશા જાહેર કરી હતી. આ દિશામાં તેમની કંપની રિલાયન્સ સતત નવી કંપનીઓને ખરીદીને પોતાના ગ્રુપમાં શામેલ કરી રહી છે. લોટસ ચોકલેટ આના માટે જ ઉઠાવાયેલું એક પગલું છે. ચોકલેટ કંપની લોટસની સ્થાપના વર્ષ 1988માં થઇ હતી. આ કંપની રિટેલ ચોકલેટ્સની સાથે સાથે કોકો પ્રોડક્ટ્સ અને અન્ય ચોકલેટ પ્રોડક્ટ્સ પણ સપ્લાય કરે છે. રીટેલ કારોબારનો વિસ્તાર કરવા માટે રિલાયન્સ આ રીતે અન્ય નાની કંપનીઓને પોતાના રિટેલ પોર્ટફોલિયોમાં શામેલ કરી રહી છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.