શું તમારી ચેકબુક 1 જાન્યુઆરી, 2027થી અમાન્ય થઈ જશે? જાણો RBIએ શું કહ્યું

જો તમે બેંકિંગ લેવડ-દેવડ માટે ચેકબુકનો ઉપયોગ કરો છો, તો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો એક મેસેજે તમને પરેશાન કર્યા હશે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 31 ડિસેમ્બર, 2026 પછી હાલની ચેકબુકો અમાન્ય થઈ જશે અને 1 જાન્યુઆરી, 2027થી નવી સુરક્ષા ફીચર્સવાળી ચેકબુકો ઉપયોગ કરવી પડશે. જોકે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ આ દાવાને લઇને ફેક્ટ ચેક કરતા તેને સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક ગણાવ્યો છે. કેન્દ્રીય બેન્કે સ્પષ્ટ કર્યું છે કે હાલની 'ચેક ટ્રંકેશન સિસ્ટમ' (CTS) ચેકબુકોમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી.

સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજમાં કહેવામાં આવી રહ્યું હતું કે બેંકોમાં ઉપયોગ થતી સ્ટાન્ડર્ડ CTS ચેકબુકોને 31 ડિસેમ્બર, 2026 પછી બદલી નાખવામાં આવશે. ત્યારબાદ 1 જાન્યુઆરી, 2027થી નવી ચેકબુકો લાગૂ થશે, જેમાં વધુ મજબૂત સુરક્ષા ફીચર્સ અને નવા ધોરણો હશે. આ દાવાને કારણે ઘણા ચેકબુક ધારકો વચ્ચે સવાલ ઉઠ્વા લાગ્યા હતા કે શું તેમણે વર્ષ પૂરું થાય તે પહેલાં પોતાની જૂની ચેકબુકો બદલાવવી પડશે? શું 2027થી જૂના ચેક દ્વારા કરવામાં આવતી ચૂકવણી બંધ થઇ જશે? હવે RBIએ આ તમામ આશંકાઓ પર સ્થિતિ સ્પષ્ટ કરી કરી છે.

RBI
newsbytesapp.com

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સત્તાવાર નિવેદન જાહેર કરીને આ વાયરલ મેસેજને ખોટો ગણાવ્યો છે. કેન્દ્રીય બેન્કે જણાવ્યું છે કે તેમના ધ્યાનમાં એક એવો મેસેજ આવ્યો છે જેમાં હાલની CTS ચેકબુકોને 31 ડિસેમ્બર, 2026 પછી બદલવામાં અને 1 જાન્યુઆરી, 2027થી અપડેટ કરેલા સુરક્ષા ધોરણો સાથે નવી ચેકબુકો લાગૂ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. RBIએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં તેઓ CTS ચેકબુકો અંગે આવું કોઈ પગલું લઈ રહ્યા નથી. એટલે, સોશિયલ મીડિયા પર વાયરલ આ મેસેજ તથ્યોની વિપરીત અને લોકોને ગેરમાર્ગે દોરનારો છે.

RBIના સ્પષ્ટીકરણ બાદ હાલમાં ચેકબુકનો ઉપયોગ કરનારા ગ્રાહકોએ ગભરાવાની કે ઉતાવળમાં પોતાની ચેકબુક બદલવાની કોઈ જરૂર નથી. મધ્યસ્થ બેન્કે ન તો જૂની CTS ચેકબુક બંધ કરવાની કોઇ તારીખ જાહેર કરવામાં આવી છે અને ન તો 1 જાન્યુઆરી 2027થી નવી ચેકબૂક લાગી કરવાનો કોઇ નિર્ણય જણાવ્યો છે. એટલે કે સોશિયલ મીડિયો પર વાયરલ થઇ રહેલા મેસેજના આધારે ચેકબુક બદલાવવા માટે બેન્ક જવાની જરૂર નથી. જો કે, ભવિષ્યમાં જો ચેકબુક સાથે જોડાયેલા નિયમોમાં કોઇ ફેરફાર થાય છે તો તેની માહિતી RBIની સત્તાવાર માહિતી દ્વારા મળી જશે.

Cheque Book
tv9telugu.com

RBIએ લોકોને અપીલ કરી છે કે તેઓ ચેકબુક અને બીજા બેંકિંગ નિયમો અંગે માહિતી માત્ર RBIની સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ કરે. સોશિયલ મીડિયા, WhatsApp કે અન્ય પ્લેટફોર્મ પર આવનારા મેસેજની પુષ્ટી કર્યા વિના આગળ ન મોકલો. બેંકિંગ સાથે જોડાયેલા નવા નિયમ, ફેરફારો કે ડેડલાઇનની માહિતી મળવા પર પહેલા RBIની વેબસાઇટ અથવા તમારી બેંકના સત્તાવાર માધ્યમ તેની પુષ્ટી જરૂર કરી લો. આનાથી તમે ન માત્ર ખોટી માહિતીથી બચશો, પરંતુ બિનજરૂરી મુશ્કેલીઓમાં પડતા પણ બચી શકો છો.

About The Author

Top News

સેનામાં બ્રિગેડિયરનો રેન્ક નહીં રહે, કર્નલને સીધા મેજર જનરલ તરીકે બઢતી અપાશે

ભારતીય સેના તેના રેન્ક માળખામાં મોટા પાયે ફેરફાર કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
સેનામાં બ્રિગેડિયરનો રેન્ક નહીં રહે, કર્નલને સીધા મેજર જનરલ તરીકે બઢતી અપાશે

Jio વપરાશકર્તાઓને ચેતવણી મળી રહી છે! ઇનકમિંગ કોલ્સ બંધ થઇ શકે છે; શું તમને પણ SMS આવ્યો છે?

શું તમે Jio સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો? તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. જો તમે Jio ...
Tech and Auto 
Jio વપરાશકર્તાઓને ચેતવણી મળી રહી છે! ઇનકમિંગ કોલ્સ બંધ થઇ શકે છે; શું તમને પણ SMS આવ્યો છે?

સૂર્યપ્રકાશથી ચાર્જ થતી ઇલેક્ટ્રિક કાર, 3 લોકો બેસી શકશે અને શરૂઆતી કિંમત રૂ.3.25 લાખ

દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો વચ્ચે મુસાફરીને સરળ અને સસ્તી બનાવવા માટે એક નવો વિકલ્પ આવી ગયો છે. પુણેની ઇલેક્ટ્રિક વાહન...
Tech and Auto 
સૂર્યપ્રકાશથી ચાર્જ થતી ઇલેક્ટ્રિક કાર, 3 લોકો બેસી શકશે અને શરૂઆતી કિંમત રૂ.3.25 લાખ

DJના તીવ્ર અવાજને કારણે 20 દિવસની બાળકીએ જીવ ગુમાવ્યાનો દાવો, પરિવારે અવાજ ધીમો કરવાનું કહ્યું, પણ...

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં 20 દિવસની બાળકીનું મૃત્યુ DJના તીવ્ર અવાજને કારણે થયું હોવાનું કહેવાય છે. ગામમાં મૂર્તિ વિસર્જન...
National 
DJના તીવ્ર અવાજને કારણે 20 દિવસની બાળકીએ જીવ ગુમાવ્યાનો દાવો, પરિવારે અવાજ ધીમો કરવાનું કહ્યું, પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.