- Business
- આ 15 રૂ.નો શેર ફક્ત દોઢ વર્ષમાં જ 57000 ટકા વધ્યો, શું સચિન તેંદુલકર સાથે છે કનેક્શન
આ 15 રૂ.નો શેર ફક્ત દોઢ વર્ષમાં જ 57000 ટકા વધ્યો, શું સચિન તેંદુલકર સાથે છે કનેક્શન
ફક્ત 18 મહિનામાં જ RRP સેમિકન્ડક્ટરના શેરમાં 60000 ટકાથી વધુનો વધારો થયો છે. હવે કંપની તરફથી એક સ્પષ્ટતા બહાર પાડવામાં આવી છે. કંપનીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે કંપનીના એક પણ શેર સબ્સ્ક્રાઇબ કર્યા નથી, અને ન તો સચિન તેંડુલકર તેમનો બ્રાન્ડ એમ્બેસેડર છે.
RRP સેમિકન્ડક્ટર, જે 18 મહિના પહેલા એક પેની સ્ટોક હતો, હવે એક મલ્ટિબેગર સ્ટોક બની ગયો છે. 24 ઓક્ટોબરે BSE પર કંપનીના શેર 9,860 રૂપિયા પર બંધ થયા હતા, જે 2 ટકાની અપર સર્કિટને સ્પર્શી ગયો હતો. છેલ્લા દોઢ વર્ષમાં, RRP સેમિકન્ડક્ટરના શેર 60000 ટકાથી વધુ વધ્યા છે. કંપની તરફથી હવે એક સ્પષ્ટતા બહાર પાડવામાં આવી છે. RRP સેમિકન્ડક્ટરે મંગળવારે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર કંપનીના કોઈપણ શેરમાં સબ્સ્ક્રાઇબ થયા નથી, અને તેંડુલકર તેમની કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર નથી.
RRP સેમિકન્ડક્ટરના શેરમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આ ઉછાળા પછી, કંપનીએ એક સ્પષ્ટતા બહાર પાડી છે. ગયા વર્ષે એપ્રિલથી RRP સેમિકન્ડક્ટરના શેરમાં 57,000 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે, મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે ક્યારેય કંપનીના કોઈપણ શેરમાં સબ્સ્ક્રાઇબ કર્યું નથી. તેઓ કંપનીના શેરધારક નથી. કંપનીએ જણાવ્યું હતું કે, તેંડુલકર સીધા કે પરોક્ષ રીતે બોર્ડના સભ્યો સાથે જોડાયેલા નથી. તેઓ ન તો બોર્ડનો ભાગ છે કે, ન તો તેઓ કંપનીના સલાહકાર તરીકે કામ કરી રહ્યા. RRP સેમિકન્ડક્ટરે એ પણ સ્પષ્ટતા કરી હતી કે, કંપનીને મહારાષ્ટ્ર સરકાર તરફથી કોઈ પણ પ્રકારની 100 એકર જમીન મળી નથી.
છેલ્લા દોઢ વર્ષમાં RRP સેમિકન્ડક્ટરના શેરમાં 57,131 ટકાનો ઉછાળો આવ્યો છે. 2 એપ્રિલ, 2024ના રોજ કંપનીના શેર રૂ. 15 પર હતા. 24 ઓક્ટોબર, 2025ના રોજ કંપનીના શેર રૂ. 9,860 પર બંધ થયા. મંગળવારે કંપનીના શેર 52 અઠવાડિયાના નવા ઉચ્ચ સ્તરે પણ પહોંચ્યા. એટલે કે 15 રૂપિયાના ભાવથી 1 લાખ રૂપિયાના શેર ખરીદનારના આજે 6 કરોડ રૂપિયા થઈ ગયા હશે. RRP સેમિકન્ડક્ટરના શેરનો 52 અઠવાડિયાનો નીચો ભાવ રૂ. 65.28 છે. છેલ્લા એક વર્ષમાં, RRP સેમિકન્ડક્ટરના શેરમાં 13,050 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં, કંપનીના શેરમાં 4527 ટકાનો વધારો થયો છે. જ્યારે, છેલ્લા 6 મહિનામાં, RRP સેમિકન્ડક્ટરના શેરમાં 1087 ટકાનો વધારો થયો છે.

