ઓનલાઈન ગેમમાં 24 લાખ ગુમાવી દેતા પોલીસકર્મીએ ઘર છોડી હર્ષ સંઘવી પાસે મદદ માગી

અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ ઓનલાઈન ગેમ રમવાની લતમાં રૂ. 24 લાખનું આંધણ કર્યા બાદ દેવાના ભાર નીચે દબાઈ પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરીને ઘર છોડી દેતા પરિવારજનો અને પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગુમ થએલા પોલીસકર્મીને શોધી કાઢી પરિવારને સુપ્રત કરતા હાશકારો અનુભવાયો હતો.

અરવલ્લી જિલ્લાના પીપરાણા ગામના મૂળ વતની અને મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા નવઘણભાઈ ભરવાડ છેલ્લા કેટલાક અરસાથી ઓનલાઈન ગેમના રવાડે ચઢી ગયા હતા. આ લતના કારણે અગાઉ રૂ. 8 લાખનું દેવું થઈ જતા આ દેવું માંડ માંડ પરિવારજનોએ ભરી દીધું હતું. પરંતુ ઓનલાઈન ગેમની ખરાબ લતે ચઢી ગયેલા આ પોલીસકર્મીએ તાજેતરમાં જ રૂ. 24 લાખનું દેવું કરી દીધું હતું. દેવાના ભાર નીચે દબાઈ ગયેલા નવઘણ ભરવાડે 24 કલાક પહેલા મોબાઇલ પર વીડિયો બનાવી વાયરલ કરી દીધો હતો અને પોતાના મોબાઇલને સ્વીચ ઓફ કરી દઈ ઘર છોડી દીધું હતું.

પોલીસકર્મી કોઈ અઘટિત પગલું ન ભરી બેસે તે માટે પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી પોલીસકર્મીની શોધખોળ શરૂ કરી દેતા ટેક્નિકલ સર્વેલન્સ અને છેલ્લા મોબાઇલ લોકેશન પ્રમાણે મળેલી સચોટ વિગત લઈ પોલીસકમી નવઘણ ભરવાડને મજરા નજીકથી હસ્તગત કરી લીધો હતો. પોલીસે નવઘણ ભરવાડને તેના પરિવારજનોને સુપ્રત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નવઘણ ભરવાડ નામના પોલીસકર્મીએ દેવામાંથી બહાર કાઢવા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ઉદ્દેશીને વીડિયો વાયરલ કર્યો હતો.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.