- Central Gujarat
- કિંજલ દવેને કોર્ટે 1 લાખનો દંડ કેમ ફટકાર્યો?
કિંજલ દવેને કોર્ટે 1 લાખનો દંડ કેમ ફટકાર્યો?

ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ દવેને અમદવાદની સેશન્સ કોર્ટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને એક સપ્તાહમાં ફરિયાદીને આ રકમ ચૂકવવાનો કિંજલ દવેને આદેશ કરવામાં આવ્યો છે. જો 1 લાખ રૂપિયા નહીં ભરવામાં આવશે તો કિંજલને સાદી જેલન સજા થશે.
કિંજલ દવેને સેશન્સ કોર્ટે દંડ એટલા માટે ફટકાર્યો છે કે આ પહેલા અમદાવાદની સિવિલ કોર્ટે કિંજલ દવેને ‘ચાર બંગડી વાળી ગાડી લઇ દઉં’ ગીત ગાવા પર પ્રતિબંધ મુક્યો હતો. આમ છતા કિંજલ દવેએ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયામાં લાઇવ પરફોર્મન્સમાં આ ગીત અનેક વખત ગાયું હતું.
આ ગીત માટે કોપીરાઇટનો રેડ રિબન એન્ટરટેઇનમેન્ટ પ્રા.લિં. કેસ કર્યો હતો. કોર્ટના પ્રતિબંધ છતા કિંજલ દવેએ ગીત ગાવાનું ચાલું રાખ્યું હતું એટલે અમદાવાદની સેશન્સ કોર્ટે કિંજલને દંડ કર્યો.
કિંજલે દલીલ કરી હતી કે, આ ગીત તો મેં દેશની બહાર ગાયું છે. પ્રતિબંધ તો ભારત માટે છે. પરંતુ કોર્ટે કહ્યુ કે તમે હજારો લોકો સામે આ ગીત ગાઇને કમાણી કરી છે એટલે દંડ ભરવો પડશે.