IASના ભોજનમાંથી મળી ઇયળ! ગુરુગ્રામના લક્ઝરી રેસ્ટોરાંની પોલ ખૂલી

ગુરુગ્રામના સેક્ટર-15માં સ્થિત 32 માઇલસ્ટોન પરિસરમાં આવેલું લક્ઝરી સેલેસ્ટે રેસ્ટોરાં એ સમયે વિવાદમાં ઘેરાઈ ગયું, જ્યારે એક IAS અધિકારીએ પોતાની થાળીમાં મરેલી ઇયળ હોવાની ફરિયાદ નોંધાવી. અધિકારી પોતાની પત્ની સાથે રેસ્ટોરાંમાં રાત્રિભોજન માટે પહોંચ્યા હતા. જેવી જ તેમણે જમવાની શરૂઆત કરી, પ્લેટમાં મરેલી ઇયળ જોઈને દંગ રહી ગયા. જ્યારે તેના પર રેસ્ટોરાં મેનેજમેન્ટને સવાલ કરવામાં આવ્યો તો તેઓ કોઈ સંતોષકારક જવાબ ન આપી શક્યા.

Dead-worm
indiatoday.in

 

તેના પર IAS અધિકારીએ તાત્કાલિક ફૂડ એન્ડ સપ્લાઈ વિભાગને ફરિયાદ કરી. ફરિયાદ મળતા જ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા અને રેસ્ટોરાંમાંથી પનીર, કાજુ, મગફળી અને લીલી ચટણીના સેમ્પલ જપ્ત કરીને પરીક્ષણ માટે કરનાલ લેબમાં મોકલી આપ્યા. જો તપાસમાં કોઈપણ પ્રકારની ગરબડી મળશે તો FSSAI દ્વારા રેસ્ટોરાંનું લાઇસન્સ રદ કરી શકાય છે.

આ મામલા સાથે જોડાયેલા એક વીડિયોમાં મહિલા ગ્રાહક ભોજનમાં ઇયળ મળવાને લઈને રેસ્ટોરાંની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતી જોવા મળી રહી છે. વીડિયોમાં તે કહેતી સંભળાય છે કે, જ્યારે રેસ્ટોરાં બજારથી બમણા ભાવે સામાન વેચે છે, તો ગુણવત્તામાં આવી બેદરકારી કેવી રીતે હોઈ શકે? તપાસ દરમિયાન, એ પણ સામે આવ્યું કે રેસ્ટોરાં મેનેજર પાસે કીટ નિયંત્રણ રેકોર્ડ અને FSSAI/FOSCOS સાથે સંબંધિત ટ્રેનિંગ પ્રમાણપત્ર પણ નહોતા. વિભાગે સેલેસ્ટે રેસ્ટોરાંને કારણ બતાવો નોટિસ આપી છે અને તેમના જવાબની સમીક્ષા કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો કે, અધિકારીઓ તપાસમાં વ્યસ્ત છે, પરંતુ કેમેરા સામે બોલતા બચી રહ્યા છે.

Dead-worm2
x.com/timesofindia

 

નિરીક્ષણ બાદ, રેસ્ટોરાંને નોટિસ આપવામાં કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે રેસ્ટોરાં મેનેજમેન્ટને 10 દિવસની અંદર કીટ નિયંત્રણ રેકોર્ડ અને FSSAI ફૂડ સેફ્ટી ટ્રેનિંગ સર્ટિફિકેટ જેવા તમામ જરૂરી દસ્તાવેજ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. તો, રેસ્ટોરાં મેનેજરે સ્વીકાર્યું કે ફૂડ સેફ્ટી ટીમે તેમના રસોડાની તપાસ કરી અને સેમ્પલ લીધા, પરંતુ તેમણે તેને નિયમિત તપાસ પ્રક્રિયા ગણાવી.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.